SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ७४ ઠામઠામ અને ગામગામ શ્રીમદ્ભા અવધાનો સંવત્ ૧૯૪૦ના અરસામાં મોરબીમાં તત્ત્વશોઘક જૈનના ઉપાશ્રયમાં શાસ્ત્રી - શંકરલાલના અષ્ટાવઘાન થયા. તે જોવા મિત્રો સાથે શ્રીમને પણ આમંત્રણ હતું. જોએલાં અવઘાનો આબેહૂબ તેમના અંતઃકરણમાં ઊતરી ગયા. પછી વસંત નામે બગીચામાં પોતાના સર્વ મિત્રોને ભેગા કરી શ્રીમદે નવા નવા વિષયો લઈ અષ્ટાવઘાન કરી બતાવ્યાં, તે એવા ઉત્કૃષ્ટ હતાં કે મિત્રોએ હર્ષ ઉત્સાહમાં આવી જઈ આખા ગામમાં તેની જાહેરાત કરી; અને બીજે દિવસે તે જ ઉપાશ્રયમાં બે હજાર માણસોની મેદની વચ્ચે શ્રીમદે ૧૨ અવઘાન સુંદર રીતે કરી બતાવ્યાં, પછી તો ઠામ ઠામ અને ગામ ગામ શ્રીમદુના અવઘાનોના મેળાવડા થવા લાગ્યા. કાઠિયાવાડમાં થયેલા અવશાનોનું વર્ણન ‘સાક્ષાત સરસ્વતી'માંથી અને મુંબઈના અવઘાનોનું વર્ણન તે વખતના દૈનિક પત્રોમાંથી મળી આવે છે. અમુક ફળ્યું અને અમુક ન ફળ્યું તેથી જ્યોતિષ જાણવાની જિજ્ઞાસા સંવત્ ૧૯૪૩ના ભાદરવામાં મુંબઈ જતાં પહેલાં શ્રીમદ્ જેતપુર (મોરબી તાબે) પોતાના બનેવી રા.ચત્રભુજ બેચરને ત્યાં પઘાર્યા હતા. તે વખતે શ્રીમની આર્થિક સ્થિતિ સાંકડી હતી. મુંબઈ જવામાં આર્થિક લાભનો ઉદ્દેશ પણ હતો. જેતપુરમાં શંકર પંચોળી નામના વિદ્વાન જોશી હતા. તેઓ ગણિત-ફલાદેશ સારું જાણતા. તેમને રાચિત્રભુજ બેચરે શ્રીમદ્ભા મુંબઈ પ્રયાણ તથા અર્થ-પ્રાપ્તિ સંબંધમાં પૂછ્યું. તેથી શંકર પંચોળીએ પ્રશ્નકુંડળી ચીતરીને મુંબઈ પ્રયાણ પછી અમુક મુદતમાં દ્રવ્ય લાભ વગેરે ફળ કહ્યું. તેમાનું અમુક ફળ્યું અને અમુક બરાબર ન ફળ્યું. તેથી શ્રીમને બરાબર જ્યોતિષ જાણી લેવાની જિજ્ઞાસા ઉદ્ભવી. મારા ગ્રહ દસ વિદ્વાનોએ મળી પરમેશ્વર ગ્રહ ઠરાવ્યા છે મુંબઈમાં શતાવઘાન કરી ઉત્તમ વિજય પ્રાપ્ત કર્યો. તે શતાવધાન પ્રયોગ વખતે સભાસ્થાનમાં મુંબઈના અગ્રગણ્ય વિદ્વાનો, પંડિતો, શ્રીમાનો હતા. તેમાં સારા જ્યોતિષીઓને નાની વયના પ્રબળ પ્રતિભાસંપન્ન શ્રીમદ્ પ્રતિ આકર્ષણ થયું. શ્રીમ જ્યોતિષ જાણવાની ઇચ્છા પૂરી કરવાના સાધનોની પ્રાપ્તિ થઈ. દસ વિદ્વાન જ્યોતિષીઓએ મળી શ્રીમન્ના ગ્રહ જોયા. તે વિષે તેઓશ્રી ચત્રભુજને લખે છે, “મારા ગ્રહ દસ વિદ્વાનોએ મળી પરમેશ્વર ગ્રહ ઠરાવ્યા છે. વૈરાગ્યમાં ઝીલું છું.....તમારા ગ્રહ વળતીએ અહીં બીડશો. લી. આશુપ્રજ્ઞ-ત્યાગી.” એ રીતે વિદ્વાન જ્યોતિષીઓનું નિમિત્ત પામી શ્રીમદ્ તે વિદ્વાનો કરતાં પણ આગળ વધી તે વિદ્યામાં પારંગત થયા હતા. તે વિષે “જીવનરેખા” માં વર્ણન છે. શ્રી માણેકલાલ ઘેલાભાઈએ શ્રીમને ઝવેરાતની પરીક્ષા કરવાનું શીખવ્યું મુંબઈમાં શતાવઘાન પ્રયોગ જોઈ શ્રી માણેકલાલ ઝવેરી શ્રીમદ્ સાથે સમાગમમાં આવ્યા. તેમના પિતાશ્રી ઘેલાભાઈ ઝવેરાતની પરીક્ષામાં નિષ્ણાત હતા. તેમની પાસેથી નાની વયમાં તે વિદ્યા શીખીને વડોદરાથી મુંબઈ આવી માણેકલાલભાઈ ઝવેરાતના વ્યાપારમાં જોડાયા હતા. તેમણે ઝવેરાતની પરીક્ષા કરવાનું શ્રીમને શીખવ્યું. તેઓ તે વ્યાપારમાં પડવાનું વિચારતા હતા. તેવામાં સં.૧૯૪૩ના પોષમાં તેમને ગૃહસ્થાશ્રમી થવા વવાણિયા જવાની ફરજ પડી. શ્રી રેવાશંકરભાઈને મુંબઈ ઝવેરાતના ઘંઘા માટે પ્રેર્યા સં.૧૯૪૩ના મહાસુદ ૧૦ને દિવસે શ્રીમદ્ શ્રી રેવાશંકર જગજીવનના મોટાભાઈ પોપટલાલનાં
SR No.009114
Book TitleShrimad Rajchandra Prerak Prasango
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2008
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size155 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy