SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવનાબોઘ-એકત્વભાવના અનાથના નાથ છો. હે પવિત્ર સંયતિ! હું ક્ષમાવું છું. જ્ઞાનરૂપી તમારી શિક્ષાને વાંછું છું. ઘર્મધ્યાનમાં વિઘ કરવાવાળું ભોગ ભોગવવા સંબંઘીનું મેં તમને હે મહાભાગ્યવંત! જે આમંત્રણ કીધું તે સંબંધીનો મારો અપરાધ મસ્તકે કરીને ક્ષમાવું છું.” એવા પ્રકારથી સ્તવીને રાજપુરુષકેસરી પરમાનંદ પામી રોમરાયના વિકસિત મૂળસહિત પ્રદક્ષિણા કરીને વિનયે કરી વંદન કરીને સ્વસ્થાનકે ગયો. - પ્રમાણશિક્ષા :- અહો ભવ્યો! મહા તપોઘન, મહા મુનિ, મહા પ્રજ્ઞાવંત, મહા યશવંત, મહા નિગ્રંથ અને મહામૃત અનાથી મુનિએ મગધ દેશના રાજાને પોતાના વીતક ચરિત્રથી જે બોઘ આપ્યો છે તે ખરે! અશરણભાવના સિદ્ધ કરે છે. મહા મુનિ અનાથીએ સહન કર્યા તુલ્ય વા એથી અતિ વિશેષ અસહ્ય દુઃખ અનંત આત્માઓ સામાન્ય દ્રષ્ટિથી ભોગવતા દેખાય છે, તત્સંબંધી તમે કિંચિત્ વિચાર કરો! સંસારમાં છવાઈ રહેલી અનંત અશરણતાનો ત્યાગ કરી સત્ય શરણરૂપ ઉત્તમ તત્ત્વજ્ઞાન અને પરમ સુશીલને સેવો. અંતે એ જ મુક્તિના કારણરૂપ છે. જેમ સંસારમાં રહ્યા અનાથી અનાથ હતા, તેમ પ્રત્યેક આત્મા તત્ત્વજ્ઞાનની ઉત્તમ પ્રાપ્તિ વિના સદેવ અનાથ જ છે. સનાથ થવા પુરુષાર્થ કરવો એ જ શ્રેય છે! ઇતિ શ્રી ‘ભાવનાબોઘ’ ગ્રંથના પ્રથમ દર્શનમાં દ્વિતીય ચિત્ર ‘અશરણભાવના’ના ઉપદેશા મહા નિર્રન્થનું ચરિત્ર પરિપૂર્ણતા પામ્યું. તૃતીય ચિત્ર એકત્વભાવના (ઉપજાતિ) શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય, તે કોઈ અન્ય લઈ ના શકાય; એ ભોગવે એક સ્વ આત્મ પોતે, એકત્વ એથી નયસુજ્ઞ ગોતે. વિશેષાર્થ – શરીરમાં પ્રત્યક્ષ દેખાતા રોગાદિક જે ઉપદ્રવ થાય છે તે સ્નેહી, કુટુંબી, જાયા કે પુત્ર કોઈથી લઈ શકાતા નથી; એ માત્ર એક પોતાનો આત્મા પોતે જ ભોગવે છે. એમાં કોઈ પણ ભાગીદાર થતું નથી. તેમ જ પાપ પુણ્યાદિ સઘળા વિપાકો આપણો આત્મા જ ભોગવે છે. એ એકલો આવે છે, એકલો જાય છે; એવું સિદ્ધ કરીને વિવેકને ભલી રીતે જાણવાવાળા પુરુષો એકત્વને નિરંતર શોધે છે. ' નમિરાજર્ષિ અને શકેંદ્રનો સંવાદ દ્રષ્ટાંત:- મહા પુરુષના તે ન્યાયને અચળ કરનાર નમિ-રાજર્ષિ અને શકેંદ્રનો વૈરાગ્યોપદેશક સંવાદ અહીં આગળ પ્રદર્શિત કરીએ છીએ. નમિરાજર્ષિ મિથિલા નગરીના રાજેશ્વર હતા. સ્ત્રી
SR No.009113
Book TitleDrushtant Kathao
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages34
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy