________________
(૧૭) શ્રી અનિલ જિન સ્તવન
૧૯૩
પણ હે પ્રભુ ! તારા ગુણો તો તેહથી કહેતા તે ચક્રવર્તીથી પણ અધિક છે કેમકે આપ તો ઠામોઠામ કહેતા સર્વ સ્થાનમાં, ત્રણે લોકમાં પ્રગટ થયા છો અર્થાત્ પ્રખ્યાત થયા છો. આપ પ્રભુ તો ત્રણે લોકના સર્વ જીવોને માત્ર સુખના જ કર્તા છો, કોઈને પણ દુઃખના કર્તા નથી. ।।૪।।
નિજગુણ સૂંથિત તેં કરી, કીતિ મોતીની માળા રે;
તે મુજ કંઠે આરોપાતાં, દીસે ઝાકઝમાળા રે. શ્રીપ સંક્ષેપાર્થ :– હે પ્રભુ! આપે પોતાના અનંત આત્મિક ગુણોને ગૂંથી અર્થાત્ પ્રગટ કરી જગતમાં કીર્તિરૂપી મોતીની માળા તૈયાર કરી છે. તે અનંતગુણના પિંડરૂપ મોતીની માળા મારા કંઠમાં જો આપ આરોપણ કરો તો હું પણ આપની જેમ જગતમાં ગુણોના પ્રકાશવડે દેદિપ્યમાન થઈ જાઉ. હે પ્રભુ ! આપ તો સર્વને સુહંકરું કહેતાં સુખના જ કર્તા છો. માટે જરૂર ઉપર મુજબ કરી આત્મિક ગુણો વડે મને ઝાકઝમાળો બનાવી દ્યો. ।।૫।।
પ્રગટ હુએ જિમ જગતમાં, શોભા સેવક કેરી રે;
વાચક યશ કહે તિમ કરો, સાહિબ પ્રીત ઘણેરી રે, શ્રી૦૬
સંક્ષેપાર્થ :- આપ પ્રભુ જગતમાં સર્વત્ર ગુણો વડે પ્રગટ પ્રસિદ્ધ છો. તેમ સેવકની પણ એવી શોભા થાય એમ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ પ્રભુને કહે છે કે હે સાહિબ ! આપના પ્રત્યે મને ઘણો જ પ્રેમ વર્તે છે, માટે મને પણ આપના જેવો બનાવી દો. હે વીરસેન સુશંકર પ્રભુ ! આપના પ્રત્યે મારી આ વિનંતિ છે. ૬
(૧૭) શ્રી કુંથુનાથ જિન સ્તવન શ્રી યશોવિજયજીત વર્તમાન બીજી ચોવીશી (ઢાળ વિછિયાની) સુખદાયક સાહિબ સાંભળો, મુજને તુજશું અતિ રંગ રે; તુમે તો નીરાગી હુઈ રહ્યા, એ શો એકંગો ઢંગ રે. સુ૧ સંક્ષેપાર્થ :— હે સુખના દેવાવાળા સાહિબ મારી વાત સાંભળો. મને
૧૯૪
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ તમારી સાથે અત્યંત રંગ કહેતા પ્રેમ છે. પણ તમે તો નીરાગી થઈને બેસી ગયા. એ શો એકંગો એટલે એક તરફનો જ પ્રેમનો ઢંગ એટલે રીત આપે આચરી છે. હે સાહિબ ! એ સંબંધી આપે કંઈ વિચાર કરવો જોઈએ. ।।૧।।
તુમ ચિત્તમાં વસવું મુજ ઘણું, તે તો ઉંબરફૂલ સમાન રે; મુજ ચિત્તમાં વસો જો તુમે, તો પામ્યા નવે નિધાન રે. સુ૨ સંક્ષેપાર્થ :– તમારા ચિત્તમાં મારો વાસ તો ઉંબરડા ઝાડના ફૂલ સમાન દુર્લભ જણાય છે. પણ મારા મનમાં જો તમે વાસ કરો તો હું નવે નિધાન પામ્યા એમ માનીશ. સુખદાયક સાહિબ ! આ વાતને આપ જરા લક્ષમાં લેજો. ।।૨।।
શ્રી કુંથુનાથ ! અમે નિરવઠું, ઇમ એકંગો પણ નેહ રે; ઇણિ આકીને ફળ પામશું, વળી હોશે દુઃખનો છેહ રે. સુ૩ સંક્ષેપાર્થ :– હે શ્રી કુંથુનાથ પ્રભુ! અમે ઇમ એટલે આવો એકંગો
એટલે એક પક્ષી સ્નેહનો પણ નિર્વાહ આપની સાથે કરીશું; ઇણિ એટલે આવી અમારી આકીન એટલે આપના પ્રત્યે શ્રદ્ધા છે. તેથી અમે જરૂર સમ્યક્દર્શનરૂપ ફળને પામીશું. તથા અમારા સર્વ જન્મ જરા મરણના દુઃખનો પણ છેહ કહેતા નાશ થશે, એવી અમને પૂર્ણ ખાત્રી છે. ।।૩।।
આરાધ્યો કામિત પૂરવે, ચિંતામણિ પાષાણ રે; વાચક યશ કહે મુજ દીજિયે, ઇમ જાણી કોડિકલ્યાણ રે. સુજ
સંક્ષેપાર્થ :- ચિંતામણિ પાષાણ કહેતા પત્થરની પણ વિધિપૂર્વક આરાધના કરવાથી તે પણ કામિત એટલે ઇચ્છિતને પૂરનાર થાય છે, તો ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે હે પ્રભુ! આપ પણ મારું ક્રોડો ગમે કલ્યાણ થાય અર્થાત્ અંતે કેવળજ્ઞાન પામી શાશ્વતસુખને પામું એવું કોઈ અપૂર્વ સાધન આપી મને કૃતાર્થ કરો. II૪
(૧૭) શ્રી અનિલ જિન સ્તવન
શ્રી દેવચંદ્રજીકૃત ગત ચોવીશી
(દેખો ગતિ દેવની રે—એ દેશી)