________________
(૧૬) શ્રી નમિપ્રભ જિન સ્તવન
૧૮૧ અને તસુ એટલે તે સ્વરૂપને પ્રાગુભાવ એટલે પ્રગટ કરવાની ઈહ કહેતાં ઇચ્છા પણ ઉત્પન્ન થઈ. તેથી મારો બહિરાત્મા અંતરાત્મપણું પામી પર એવા પુદ્ ગલમાં પરિણમવારૂપ પરિણતિ એટલે ભાવનું નિરીહ કહેતા નિરઇચ્છાવાનપણું કરીને, સ્વસ્વરૂપનો રસિક બની ગયો. કા.
પ્રતિછંદે પ્રતિછંદે જિનરાજને હોજી, કરતા સાધક ભાવ; દેવચંદ્ર દેવચંદ્ર પદ અનુભવે હોજી, શુદ્ધાતમ પ્રાગુભાવ. ન૦૮
સંક્ષેપાર્થ :- શ્રી જિનરાજના શુદ્ધ સ્વરૂપને હમેશાં પ્રતિછંદે એટલે પડછાયારૂપ પાસે રાખીને અર્થાત્ નિરંતર સ્મરણમાં રાખીને, જે સાધક તે સ્વરૂપની ભાવના કરશે, તેને માટે શ્રી દેવચંદ્રજી મહારાજ કહે છે કે તે દેવોમાં ચંદ્રમાં સમાન ઉત્તમ પરમાત્મપદનો અનુભવ કરશે. અને તેને જ શુદ્ધાત્મસ્વરૂપનો પ્રાગભાવ એટલે સંપૂર્ણ પ્રગટવાપણું પ્રાપ્ત થશે. I૮.
(૧૬) શ્રી નમિપ્રભ જિન સ્તવન
શ્રી ચશોવિજયજીકૃત વિહરમાન વીશી (વાઘેલા પથઈથી પાક નાશ છોગલાં ભાઇ-એ દેશી) પુષ્કરવર પૂરવ અરધ દિવાજે રે, સાહિબજી, નલિનાવતી વિજયે નયરી અજોધ્યા છાજે રે; સાવ પ્રભુ વીરનરેસર-વંશ-દિનેશર ધ્યાએ રે, સાવ
સેનાસુત સાચો ગુણશું જાચો ગાઈએ રે. સા૧
સંક્ષેપાર્થ :- પુષ્કરાદ્ધ દ્વીપના પૂર્વ અરધ ભાગમાં નલિનાવતી વિજયમાં આવેલ અયોધ્યા નગરીમાં સાહેબ શ્રી નમિપ્રભ જિનેશ્વર, દિવાજે કહેતા દિવસની જેમ ઉજ્જવ કાંતિને પ્રસરાવતા થકા છાજે કહેતા શોભી રહ્યાં
૧૮૨
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ એટલે તપાસ કરતા તે ખરેખર સાચા પુરુષ સિદ્ધ થયા છે માટે તેમના ગુણોનું હે ભવ્યો! તમે સદા ગાન કરો. જેથી તમને પણ તમારા વાસ્તવિક સ્વરૂપનું ભાન થાય. ||૧||
મોહની મનવલ્લભ દરસન દુર્લભ જાસ રે, સાવ રવિચરણ ઉપાસી કિરણ વિલાસી ખાસ રે; સાવ ભવિજન મન રંજન ભાવઠ ભંજન ભગવંત રે, સાવ નમિપ્રભ વંદું પાપ નિકંદું તંત રે. સા૦૨
સંક્ષેપાર્થ :- જે મોહના રાણીના મનવલ્લભ છે. જાસ એટલે જેના દર્શન પ્રાપ્ત થવા પણ દુર્લભ છે એવા આ સાહિબ છે.
- રવિ એટલે સૂર્યના ચરણની ઉપાસના કરીને જેમ કિરણો વિલાસ પામી રહી છે તેમ ખાસ એટલે મુખ્ય એવા શ્રી નમિપ્રભ સાહેબના ચરણકમળની ઉપાસના કરીને હે ભવ્યો! તમે પણ આત્માનંદના વિલાસને પામો.
એ ભગવંત કેવા છે? તો કે ભવ્યજનોના મનને સદા રંજન કરનાર છે. તથા ભાવઠ એટલે સંસારની ઉપાધિને જે ભંજન કરનાર કહેતા ભાંગી નાખનાર છે. એવા શ્રી નમિપ્રભ સાહેબને ભાવપૂર્વક વંદના કરીને પાપની સંત કહેતા પરંપરાનું નિકંદન કાઢે, અર્થાત્ સર્વ પ્રકારના પાપનો મૂળસહિત છેદ કરું. //રા
ઘર સુરતરુ ફળિયો સુરમણિ મિલિયો હાથ રે, સાવ કરી કરુણા પૂરી અઘ ચૂરી જગનાથ રે; સાવ અમિએ ઘન વૂઠા વળી તૂઠા સવિ દેવ રે, સાવ શિવગામી પામી જો મેં તુજ પદ સેવ રે. સા૦૩
સંક્ષેપાર્થ –પ્રભુનો ભેટો થવાથી ઘરે કલ્પવૃક્ષ ફળવાન થયું, સુરમણિ કહેતા કલ્પવૃક્ષ જેવી દેવતાઈ મણિ મને પ્રાપ્ત થઈ એમ હું માનું છું. કેમકે જગતના નાથ એવા સાહિબે પૂરેપુરી કરુણા કરીને મારા અઘ એટલે પાપોના સમૂહને ચૂરી નાખ્યા છે.
પ્રભુના મળવાથી અમૃતના જાણે ઘન એટલે વાદળા તૂટ્યા એટલે વરસ્યા તથા તૂઠા કહેતા પ્રભુ તુષ્ટમાન થવાથી સર્વ દેવો પણ તુષ્ટમાન થયા એમ હું માનું છું. હવે શિવગામી અર્થાત્ મોક્ષમાં ગમન કરનાર એવા આપના ચરણકમળની સેવા જો હું સાચા ભાવે પામી જાઉં તો આ મારો ભવ સફળ થઈ
તે પ્રભુ વીરસેન રાજાના વંશમાં દિનેસર કહેતા સૂર્યસમાન હોવાથી અજ્ઞાનરૂપ અંધકારને નિવારવા સમર્થ છે. માટે હે ભવ્યો! એવા સાહિબના સ્વરૂપનું ધ્યાન કરો. તથા જે સેનાદેવી માતાના પુત્ર છે. તેના ગુણોની જાંચ