________________
૧૭૦
(૧૪) શ્રી શિવગતિ જિન સ્તવન
૧૬૯ આચારના ભેદોને સેવી, મોક્ષાર્થી જે જિનભક્તિ કરે છે તે વ્યવહારનયે ભક્તિનો પ્રકાર છે. પદાર્થોમાં ભેદ પાડતા જવાય તે વ્યવહારનય છે. જેમકે વિષ, ગરલ અને અનન્ય અનુષ્ઠાન ત્યાગવા યોગ્ય છે. અને આત્માને હિતકારી એવા તહેતુ અનુષ્ઠાન અને અમૃત અનુષ્ઠાન આદરવા યોગ્ય છે, એમ વિચારી તેને આદરે તે વ્યવહારનયે ભક્તિ કરી ગણાય.
(૧) વિષક્રિયા એટલે આ લોકમાં આહાર, માનની ઇચ્છાથી જે જ્ઞાન અને ક્રિયા કરવામાં આવે તે વિષક્રિયા છે. (૨) ગરલક્રિયા એટલે ધર્મક્રિયા કરીને પરલોકમાં ઇન્દ્ર વગેરેની ઋદ્ધિ આદિની ઇચ્છા કરવી અથવા આ લોકમાં ધન આદિની ઇચ્છા કરવી તે ગરલ ક્રિયા છે. (૩) અનો યિા અથવા સંમૂર્છાિમ ક્રિયા એટલે વિચાર વગર જે ક્રિયા કરવામાં આવે છે. અને (૪) તહેતુ ક્રિયા અર્થાત્ જેમાં ક્રિયાની વિધિ અશુદ્ધ છે, પણ ભાવ શુદ્ધ છે તે. અને (૫) અમૃતક્રિયા એટલે આગમમાં કહેલી શુદ્ધ વિધિ પ્રમાણે જે ક્રિયા કરવામાં આવે તે અમૃતક્રિયા જાણવી. ||રા
ગુણ પ્રાભાવી કાર્ય, તણે કારણપણે, હો લાલ તત્વ રત્નત્રયી પરિણામ તે, જાસૂત્રે ભણે; હો લાલ ઋ૦ જે ગુણ પ્રગટ થયો, નિજ નિજ કાર્ય કરે, હો લાલ નિક સાધક ભાવે યુક્ત, શબ્દનયે તે ધરે. હો લાલ. શ૦ ૩
સંક્ષેપાર્થ :- જ્ઞાનાદિ અનંતગુણ આત્મામાં રહેલા છે; તે પ્રભાવ એટલે પ્રગટ કરવાનું કાર્ય કરવું છે. તે જ્ઞાનાદિ ગુણ પ્રગટ કરવાના કારણ તે સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર છે. તે રત્નત્રયને મેળવવા માટે અથવા વર્તમાનમાં આત્માનો શુદ્ધ પર્યાય પ્રગટાવવા માટે જે પરિણામ એટલે ભાવ કરવા તે ઋજુસૂત્રનયે ભક્તિનો પ્રકાર છે. આત્માના જ્ઞાનાદિ ગુણો અંશે પ્રગટ થઈ પોતપોતાનું કાર્ય કર્યા કરે અને તે ગુણોને સંપૂર્ણ પામવા સાધકભાવે યુક્ત થઈ જે જીવ પ્રવર્તે તે શબ્દનયે ભક્તિનો પ્રકાર ગણાય અર્થાતુ કલ્યાણ સાધવાની યથાર્થ પ્રવૃત્તિ કરવી તે શબ્દનયે ભક્તિનો પ્રકાર છે. l૩મા
પોતે ગુણપર્યાય, પ્રગટપણે કાર્યતા, હો લાલ પ્રવ ઊણે થાયે જાવ, તાવ સમભિરૂઢતા; હો લાલ તાસંપૂરણ નિજ ભાવ, સ્વકાર્ય કીજતે, હો લાલ સ્વશુદ્ધાતમ નિજરૂપ, તણે રસ લીજતે. હો લાલ. ત. ૪
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ સંક્ષેપાર્થ :- આત્માના ઘાતીયા કર્મ નષ્ટ થવાથી કેવળજ્ઞાન, કેવળદર્શન, યથાખ્યાત ચારિત્ર અને પરમ અચલ વીર્ય ગુણો અને પર્યાયો પ્રગટપણે પોતપોતાનું કાર્ય કરી રહ્યા છે. તથા બાકી ચાર અઘાતિયા કર્મ ક્ષય થઈ અવ્યાબાધ સ્વરૂપ, અક્ષય સ્થિતિ, અટલ અવગાહના તથા અગુરુ લઘુ એ ચાર ગુણ પ્રગટ થયા નથી ત્યાં સુધી સમભિરૂઢ નયે તે ભક્તિનો પ્રકાર ગણાય.
જ્યારે સંપૂર્ણ નિજ આત્મભાવ અર્થાત્ આત્માના સર્વ ગુણોના સંપૂર્ણ અંશો ચૌદમા ગુણસ્થાનકના અંતે, શૈલેશીકરણના છેલ્લા સમયે પ્રગટ થાય છે. ત્યારે આત્માના સર્વ ગુણો પોતપોતાનું કાર્ય સંપૂર્ણપણે કરવા લાગે છે, તે એવંભૂતનયે પ્રભુની ભક્તિ થઈ જાણવી. તે સમયે આત્મા પોતાનું શુદ્ધાત્મસ્વરૂપ સંપૂર્ણ પ્રગટ થવાથી તેમાં જ રસ લેનારો થાય છે. અને પરભાવથી સર્વથા મુક્ત થાય છે. જો
ઉત્સર્ગે એવંભૂત, તે ફળને નીપને, હો લાલ તે નિઃસંગી પરમાતમ, રંગથી તે બને; હો લાલ રં૦ સહજ અનંત અત્યંત, મહંત સુખે ભર્યા, હો લાલ મ૦
અવિનાશી અવિકાર, અપાર ગુણે વર્યા. હો. લાલ અ. ૫
સંક્ષેપાર્થ:- ઉત્સર્ગે એટલે રાજમાર્ગે અર્થાતુ ચૌદમા ગુણસ્થાનકના અંતે પ્રભુ એવંભૂતન વાસ્તવિક મોક્ષફળને પામ્યા છે, એવા નિઃસંગી પરમાત્માના રંગમાં રંગાવાથી તે પદની પ્રાપ્તિ થાય છે. પ્રભુ તો સહજ સ્વરૂપને પામ્યા છે, માટે જેનો કોઈ કાળે અંત નથી એવા અત્યંત અનંત મહાન સુખથી ભરપૂર છે. તથા અવિનાશી એવા શુદ્ધ પદને પામવાથી વિકારનો અનન્તાંશ પણ નથી એવા પ્રભુ અનંત ગુણોથી યુક્ત છે. આપણા
જે પ્રવૃત્તિ ભવમૂળ, છેદ ઉપાય જે, હો લાલ છે પ્રભુગુણરાગે રક્ત, થાય શિવદાય તે; હો લાલ થાવ અંશ થકી સરવંશ વિશુદ્ધપણું ઠરે, હો લાલ વિ. શુક્લબીજશશિરેહ, તેહ પૂરણ હવે. હો લાલ તે ૬
સંક્ષેપાર્થ:- રાગ, દ્વેષ અને અજ્ઞાનરૂપ પ્રવૃત્તિ એ ભવ એટલે સંસારનું મૂળ છે; તેને છેદવાનો ઉપાય પ્રભુના ગુણોમાં રાગપૂર્વક એટલે ભક્તિપૂર્વક રક્ત એટલે લીન રહેવું તે જ મોક્ષ પ્રાપ્તિનો સાચો ઉપાય છે. પ્રભુ પ્રત્યેનો શુભરાગ શુદ્ધ ઉપયોગનું કારણ છે. અને શુદ્ધ ઉપયોગ એ મુક્તિનું કારણ છે.
એક અંશ વિશુદ્ધતા પ્રગટે તો કાળે કરીને સર્વાશ વિશુદ્ધતા પ્રગટ