________________
(૫) શ્રી સુજાત જિન સ્તવન
(૫) શ્રી સુજાત જિન સ્તવન
શ્રી દેવચંદ્રજીકૃત વિહરમાન વીશી (ડેલું ડેટ નણંદ હઠીલી....... દેશી)
સ્વામી સુજાત સુહાયા, દીઠા આણંદ ઉપાયા રે; મનમોહના જિનરાયા; જિણે પૂરણ તત્ત્વ નિપાયા, દ્રવ્યાસ્તિક નય ઠહરાયા રે. મ૦૧ સંક્ષેપાર્થ :— હે સ્વામી સુજાત પ્રભુ! આપ અમારે મન ગમી ગયા છો. આપને દીઠા એટલે અમને એમ થયું કે હવે સાચા આત્મિક આનંદનો ઉપાય જડી ગયો. કારણ કે આપ સંપૂર્ણ તત્ત્વજ્ઞાનથી નિષ્પન્ન છો. તથા દ્રવ્યાર્થિક નયથી આત્માનું જે શુદ્ધ સ્વરૂપ છે તે આપે પ્રાપ્ત કરી, તેમાં જ સર્વકાળને માટે ઠહરાયા એટલે સ્થિતિ પામ્યા છો. ।।૧।।
પર્યાયાસ્તિક નયરાયા, તે મૂલ સ્વભાવ સમાયા રે; મ જ્ઞાનાદિક સ્વપર્યાયા, નિજ કાર્ય કરણ વરતાયા રે. મ૨
૧
સંક્ષેપાર્થ :– હે પ્રભુ! પર્યાયાર્થિક નયથી જોતાં પણ આપ મૂલ સ્વભાવસ્વરૂપ એવો સિદ્ધ પર્યાય તેને પામી, તેમાં જ સમાઈને રહ્યા છો. તથા જ્ઞાનદર્શનાદિ ગુણોના જે સર્વ શુદ્ધ પર્યાયો તેને પણ આપે પોતાના શુદ્ધ આત્મસ્વરૂપને ભોગવવામાં પ્રવર્તાવ્યા છે. IIII
અંશનય માર્ગ કહાયા, તે વિકલ્પ ભાવ સુખ઼ાયા રે; મ નય ચાર તે દ્રવ્ય થપાયા, શબ્દાદિક ભાવ કહાયા રે, મ૩
સંક્ષેપાર્થ :– નયનો માર્ગ તે વસ્તુના સ્વરૂપને અંશે બતાવનાર છે. અને તે નયમાર્ગ વિકલ્પરૂપ છે એમ પ્રભુના ઉપદેશથી સાંભળ્યું છે. કુલ સાત નય છે. તેમાં પ્રથમના ચાર નય નૈગમ, સંગ્રહ, વ્યવહાર તથા ઋજુસુત્ર નય તે દ્રવ્યાર્થિક નય છે તથા બાકીના શબ્દ, સમભિરૂઢ તથા એવંભૂત નય તે ભાવનય અથવા પર્યાયાસ્તિક નય ગણાય છે. IIII
દુર્નય તે સુનય ચલાયા, એકત્વ અભેદે ધ્યાયા રે; મ તે સવિ ૫૨માર્થ સમાયા, તસુ વર્તન ભેદ ગમાયા રે. મજ સંક્ષેપાર્થ :– એકાન્તે વસ્તુને અંશે ગ્રહણ કરનાર નય તે દુર્નય છે.
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨
૮૬
તેને પણ આપે સ્યાદ્વાદથી સમ્યક્ કરી બતાવ્યા. વળી તે સર્વ નયો વસ્તુમાં એકમેકપણે રહેલા હોવાથી અભેદ છે. તે સર્વને આપે પરમાર્થ સમજવામાં લગાવ્યા, જેથી તેનું એકાન્તિક વર્તન નાશ પામ્યું. II૪
સ્યાદ્વાદી વસ્તુ કહીજે, તસુ ધર્મ અનંત લહીજે રે; મ સામાન્ય વિશેષનું ધામ, તે દ્રવ્યાસ્તિક પરિણામ રે, મન્ય સંક્ષેપાર્થ :- જીવાદિ સર્વ દ્રવ્યો અથવા વસ્તુઓના ગુણધર્મો સ્યાદ્વાદથી સ્પષ્ટ જણાય છે. દરેક વસ્તુના ગુણધર્મો અનંત છે. તે દ્રવ્યો અથવા વસ્તુઓ સામાન્ય અને વિશેષ ગુણોનું ધામ છે. સામાન્ય ગુણો અસ્તિત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, અગુરુલઘુત્વ અને પ્રદેશત્વ છે. અને વિશેષ ગુણો તે ચેતનતા, અચેતનતા વગેરે છે. તે જીવ અજીવાદિ સર્વ દ્રવ્યમાં સમકાલે પરિણમે છે. પા
જિનરૂપ અનંત ગણીજે, તે દિવ્ય જ્ઞાન જાણીજે રે; મ શ્રુતજ્ઞાને નય પથ લીજે, અનુભવ આસ્વાદન કીજે રે. મ૬
સંક્ષેપાર્થ :– ભગવાનનું જ્ઞાન જ્ઞેયાકારે થવાથી જિનના રૂપ અનંત કહી શકાય. એવા પ્રભુના અનંત રૂપને દિવ્યજ્ઞાન અથવા કેવળજ્ઞાન કહેવાય.
શ્રુતજ્ઞાન વડે નયના માર્ગને જાણી, યથાર્થ રીતે પ્રવર્તીએ તો જરૂર આત્માના અનુભવનું આસ્વાદન પામીએ એ સુનિશ્ચિત વાત છે. ।।૬।।
પ્રભુશક્તિ વ્યક્તિ એક ભાવે, ગુણ સર્વ રહ્યા સમભાવે રે; મ માહરે સત્તા પ્રભુ સરખી, જિનવચન પસાયે પરખી રે, મ૭
સંક્ષેપાર્થ :– પ્રભુની સર્વ જ્ઞાન દર્શન સુખ વીર્યાદિ શક્તિઓ, સર્વ એક ભાવે એટલે એક સાથે જ વ્યક્ત થઈ છે, અર્થાત્ નિરાવરણતાને પામી છે. તેથી સર્વ ગુણો પણ સમભાવનો આશ્રય પામી એક સ્થાને રહેલા છે. સત્તામાં રહેલી મારા આત્માની દશા પણ આપના જેવી જ છે. એમ જિનેશ્વર ભગવાનના વચનોના આધારે જાણી શક્યા છીએ. ॥૭॥
તું તો નિજ સંપત્તિ ભોગી, હું તો પરપરિણતિનો યોગી રે; મ તિણ તુમ્હ પ્રભુ માહરા સ્વામી, હું સેવક તુજ ગુણગ્રામી રે. મ૮
સંક્ષેપાર્થ :– હે પ્રભુ! તમે તો પોતાની આત્મસંપત્તિને ભોગવનારા છો, જ્યારે હું તો રાગદ્વેષમય વિભાવ ભાવવાળી પરપરિણતિના જ યોગવાળો છું. તેથી હે પ્રભુ! તમે મારા સ્વામી છો અને હું તો નિશદિન તમારા ગુણગાન કરવાવાળો સેવક છું. વા