________________
૬૫
(૨) શ્રી નિર્વાણીપ્રભુ જિન સ્તવન સમજવો.
ઉદાર સ્વભાવવાળા પ્રભુ તો હવે સિદ્ધ બનેલા હોવાથી નિરાકારી અવગાહનાને ધારણ કરીને રહેલ છે. પુદગલોની પેઠે રૂ૫ રસ ગંધાદિ સ્વરૂપે આકાશ પ્રદેશોને રોકીને રહેલ નથી. નિશ્ચયનયથી તો પ્રભુ સ્વક્ષેત્ર અવગાહી છે, પરક્ષેત્રી નથી. તથા પ્રભુના શુદ્ધ આત્માથી પ્રગટેલ અનંત શક્તિઓ પ્રભુએ સર્વ પ્રકારે વિસ્તારી છે; અર્થાત્ તે સર્વ શક્તિઓને કર્મોની પરાધીનતામાંથી સર્વ પ્રકારે મુક્ત કરી છે; જ્યારે સંસારી જીવોની સર્વ શક્તિઓ પરભાવમાં રોકાઈને રહેલી છે. માટે હે પરમાત્મા ! હું પણ આપના શુદ્ધ સહજાત્મસ્વરૂપનું ધ્યાન ધરું કે જેથી મારો આત્મા પણ તે સ્વરૂપને પામી અનુભવ અમૃતનું આસ્વાદન કરે. રા.
ગુણગુણ પ્રતિ પર્યાય અનંતા, તે અભિલાય સ્વતંતા; અનંત ગુણાનભિલાપી સંતા, કાર્ય વ્યાપાર કરંતા. મો-૩
સંક્ષેપાર્થ :- પ્રભુમાં તો અનંત ગુણો રહેલા છે. તે ગુણગુણ પ્રતિ પર્યાય અનંતા અર્થાતુ પ્રત્યેક ગુણના વળી અનંતા પર્યાય છે. તેમાંના અનંતા પર્યાયો અભિલાષ્ટ્ર ધર્મવાળા છે એટલે કે જે આલાપમાં એટલે વચનમાં આવી શકે એમ છે તેને અભિલાષ્ટ્ર કહ્યાં છે.
તેમજ જે વાણી ગોચર નથી એવા અનંતા ગુણ પર્યાયોને સંતપુરુષો અનભિલાપ્ય ધર્મવાળા કહે છે. તે અભિલાણ કે અનભિલાપ્ય ગુણધર્મો સર્વ પોતપોતાનું કાર્ય અથવા વ્યાપાર સ્વતંતા એટલે સ્વતંત્રપણે પ્રતિ સમયે કરી રહ્યાં છે, એ જ પ્રમાણે પંચાસ્તિકાય દ્રવ્યના અભિલાણ કે અનભિલા ધર્મ અનંત ગુણા જાણવા. /all
છતિ અવિભાગી પર્યાયવ્યક્ત, કારજ શક્તિ પ્રવર્તે; તે વિશેષ સામર્થ્ય પ્રશક્ત, ગુણ પરિણામ અભિવ્યક્ત. મો૦૪
સંક્ષેપાર્થ :- દ્રવ્યમાં જે પર્યાયોની છતિ એટલે હોવાપણું છે તે અવિભાગીપણે છે; અર્થાત્ તેના કોઈ પ્રકારે વિભાગ થઈ શકે નહીં. પણ તે પર્યાયો વ્યક્તપણે એટલે પ્રગટપણે થાય ત્યારે દ્રવ્યમાં કાર્ય કરવાની શક્તિ પ્રગટે છે. તેને વિશેષ સ્વભાવ કહીએ છીએ.
તે વિશેષ ગુણોનું સામર્થ્ય પણ ભિન્ન ભિન્ન શક્તિવાળું છે, જેમ કે જ્ઞાનગુણનું કે દર્શનગુણ વગેરેનું. એવા ગુણોના પ્રકાર પણ અનંતા છે. તેથી જે
ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ જે પર્યાયોનું જે જે ગુણોમાં પરિણમન થાય છે તે પ્રમાણે તેની અભિવ્યક્તિ એટલે ગુણોના સામર્થ્યનું પ્રગટવાપણું થાય છે. //૪
નિરવાણી પ્રભુ શુદ્ધ સ્વભાવી, અભય નિરાયુ અપાવી; સ્યાદ્વાદી યમનીગતરાવી, પૂરણ શક્તિ પ્રભાવી. મોપ
સંક્ષેપાર્થ:- નિર્વાણી એવા પ્રભુ તો શુદ્ધ સ્વભાવી છે. માટે અભય અર્થાત્ નિર્ભય છે, જ્યારે સંસારી જીવો ચારે ગતિમાં થતા જન્મ જરા મરણ કે આધિ વ્યાધિ ઉપાધિ એવા ત્રિવિધ તાપના ભયથી ગ્રસિત છે. વળી પ્રભુ તો નિરાયુ છે, અર્થાત્ તેમને કોઈ ગતિના આયુષ્યનો સ્થિતિબંધ પડતો નથી. તેઓ સર્વ કર્મમળ રહિત હોવાથી સદા સર્વદા સિદ્ધક્ષેત્રમાં સાદિ અનંત સ્થિતિએ વિરાજમાન છે.
પ્રભુ તો સ્યાદ્વાદી એટલે સ્યાદ્વાદમય એવી આત્મસત્તાના ભોગી છે. યમનીગતરાવી એટલે પોતાની અનંત શુદ્ધ પર્યાય પ્રવૃત્તિ કરતાં રાવી એટલે રાજી છે, તથા જેની પૂરણ એટલે સર્વ શક્તિઓ નિરાવરણતાને પામી છે. માટે પ્રભુ અનંત પ્રભાવવાળા છે. પા.
અચલ અખંડ સ્વગુણ આરામી, અનંતાનંદ વિશરામી; સકલ જીવ ખેદજ્ઞ સુસ્વામી, નિરામગંધી અકામી. મો૬
સંક્ષેપાર્થ- પ્રભુના ગુણો અચલ છે તેમજ અખંડ છે. સર્વકર્મના ક્ષયે અક્ષયપણે તેમનું ભાવવીર્ય પ્રગટ થયું છે, તેથી અખંડ પ્રવાહપણે તે ગુણો કે પર્યાયો સર્વ સમયે વહ્યા કરે છે. પ્રભુ તો સ્વ આત્મગુણોમાં સદા આરામ કરે છે અર્થાતુ તેને જ ભોગવે છે, હવે સર્વકાળને માટે પ્રભુ, અનંત અનંત આનંદમાં જ વિશ્રામ કરનારા રહેશે.
જ્યારે સકલ સંસારી જીવો ત્રિવિધ તાપગ્નિ કે રોગ, શોક, કષાય તથા અજ્ઞાનથી ક્લેશિત છે તેને પણ સુખનો માર્ગ બતાવનાર હોવાથી પ્રભુ ખેદજ્ઞ અર્થાતુ ખેદનો નાશ કરનારા છે. પોતાની આજ્ઞાના પાલક એવા સેવકોને રત્નત્રયના દાતા હોવાથી સુસ્વામી પણ છે. નિરામગંધી એટલે અશુચિમય પુદ્ગલના ગંધની ઇચ્છાથી રહિત તથા અકામી એટલે સર્વ પ્રકારની ભૌતિક કામનાઓથી રહિત એવા પ્રભુ શુદ્ધ સ્વભાવી છે. કા
નિસંગી સેવનથી પ્રગટે, પૂર્ણાનંદી ઈહા; સાધન શક્ત ગુણ એકત્વે, સીઝે સાધ્ય સમીહા. મો-૭