SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ફ્લશ ૨૧૭ (૨૦) શ્રી ઘર્મીશ્વર જિન સ્તવન શ્રી દેવચંદ્રજીત ગત ચોવીશી (અખિયાં હરખન લાગી હમારી અબિયાં-એ દેશી) હું તો પ્રભુ વારી છું તુમ મુખની, હું તો જિન બલિહારી તુમ મુખની; સમતા અમૃતમય સુપ્રસન્નની, ત્રેય નહીં રાગરુખની. હું ૧ સંક્ષેપાર્થ:- હે પ્રભુ! હું તો આપના મુખકમળ ઉપર વારી જાઉં છું. હે જિનેશ્વર ! આપના મુખકમળથી જે અમૃતમય વાણી વરસે છે, તે સર્વ જીવોના પાપમળ ધોવાને માર્ગદર્શક હોવાથી હું તો આપના મુખકમળ ઉપર બલિહારી જાઉં છું. આપના મુખથી નીકળતી વાણી સમતારૂપ અમૃતરસથી ભરેલી છે. તથા સર્વના ચિત્તને સારી રીતે પ્રસન્નતા આપનારી છે. વળી આપનામાં રાગ અને રૂખ એટલે રોષ અથવા ઠેષભાવ તથા અજ્ઞાન, એ ત્રેય એટલે ત્રણેય આપનામાં નહીં હોવાથી હે પ્રભુ ! હું આપના મુખકમળ ઉપર વારી જાઉં છું, ન્યોછાવર થાઉં છું. ||૧|| ભ્રમર અધર શિષ ધનુહર કમલદલ, કીર હીર પૂનમશશીની; શોભા તુચ્છ થઈ પ્રભુ દેખત, કાયર હાથે જિમ અસિની. હું સંક્ષેપાર્થ :- પ્રભુના આંખના ભ્રમર એટલે ભોંપણ, અધર એટલે હોઠ અને શીષ એટલે સિરને; કેમલદલ, કીર એટલે પોપટ તેની લાલચાંચ સાથે, તથા પૂનમ શશી એટલે પૂર્ણિમાના ચંદ્રની હીર એટલે તેજ-કાંતિ સાથે ઉપમા આપવી તે સર્વ કાયર પુરુષને હાથે જેમ તરવાર શોભે નહીં, તેમ જાણવી; અર્થાત્ પ્રભુના રૂપની કોઈ સાથે ઉપમા છાજે નહીં. તે અનુપમેય રૂપને જોતાં ઉપરોક્ત સર્વ ઉપમાઓ તુચ્છ જણાય છે. માટે હે પ્રભુ ! આપના મુખકમળ ઉપર હું વારી જાઉં છું. //રા મનમોહન તુમ સનમુખ નીરખત, આંખ ન તૃમિ અમચી; મોહતિમિર રવિ હરષચંદ્રછબી, મૂરત એ ઉપશમચી. હું૦૩ સંક્ષેપાર્થ :- હે મનને મોહ પમાડનાર મનમોહન સ્વામી ! આપની સન્મુખ જોતાં અમચી એટલે અમારી આંખ તૃપ્તિ પામતી નથી. વારંવાર તેને જોયા જ કરીએ એવી ચાહના રહે છે. કારણ કે પ્રભુની છબી તે મોહતિમિર એટલે મોહરૂપી અંધકારને નષ્ટ કરવામાં રવિ એટલે સૂર્ય જેવી છે. તથા હરષ એટલે હર્ષ ૨૧૮ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ ઉપજાવવામાં તે પૂનમના ચંદ્રમાં સમાન ઉપશમ શાંતરસથી ભરપૂર છે. આપની મૂર્તિ જાણે ઉપશમરસની ચાંદની વરસાવતી હોય તેમ આનંદને આપનારી છે. માટે હે પ્રભુ ! હું આપના વદનરૂપ ચંદ્રમા ઉપર વારી જાઉં છું. IIકા મનની ચિંતા મટી પ્રભુ ધ્યાવત, મુખ દેખતાં તુમ જિનની; ઈંદ્રી તૃષા ગઈ જિનેસર સેવતાં, ગુણ ગાતાં વચનની. હું ૪ સંક્ષેપાર્થ:- પ્રભુના શુદ્ધ સહજાત્મસ્વરૂપનું ધ્યાન કરતાં અને તેમના મુખથી ઉપદેશેલ શુદ્ધ સ્યાદ્વાદમય બોધને વિચારતાં અમારા મનની ચિંતા મટી ગઈ. તથા પ્રભુનું મુખ દેખતાં અર્થાત્ તેમનું વાસ્તવિક સ્વરૂપ વિચારતાં અમારું સ્વરૂપ પણ તેવું જ સિદ્ધ સમાન જાણી મનની ચિંતા દૂર થઈ. તથા તે જિનેશ્વર પ્રભુની સેવા કરતાં એટલે તેમની આજ્ઞા ઉપાસતાં અને તેમના વચનોનું ગુણગાન કરતાં ઇંદ્રિય વિષયોની તૃષા એટલે ઇંદ્રિયના ભોગોને ભોગવવાની જે તરસ હતી તે પણ શમી ગઈ. l/૪ મીન ચકોર મોર મતંગજ, જલ શશી ઘન નિજ વનથી; તિમ મુજ પ્રીતિ સાહિબ સુરતથી, ઔર ન ચાહું મનથી. હું૦૫ સંક્ષેપાર્થ:- મીન એટલે માછલાને જલ પ્રિય છે, જલ વિના તે રહી શકતું નથી. ચકોર પક્ષીને ચંદ્રમા દેખી આનંદ ઊપજે છે. મોરને મન ધન એટલે જળથી ભરપૂર વાદળા પ્રિય છે. મતગંજ એટલે હાથીને નિજવન એટલે પોતાના વનમાં સ્વતંત્ર રીતે વિચરણ કરવું વધારે પ્રિય છે. તેવી જ રીતે અમને પણ સાહિબ એવા પ્રભુની સુરત એટલે મુખકમળને નીરખી પરમ આહ્વાદ ઊપજે છે. તેથી પ્રભુની આત્મપ્રભુતા સિવાય, અન્ય કુદેવ, કુગુરુ કે કુધર્મ તથા વિષય કષાયાદિની મલિનતાને હું ઇચ્છતો નથી; પણ પ્રભુના ચંદ્રમા જેવા મુખ ઉપર હું સદા વારી જાઉં છું. //પા જ્ઞાનાનંદન જગ આનંદન, આશ દાસની ઇતની; દેવચંદ્ર સેવનમેં અહર્નિશ, ૨મજ્યો પરિણતિ ચિત્તની. હું૦૬ સંક્ષેપાર્થ:- હે જ્ઞાનાનંદમાં રમનાર પ્રભુ ! જગતના જીવોને નિર્દોષ આનંદ ઉપજાવનાર એવા આપના પ્રત્યે આ દાસ માત્ર એટલી જ આશા રાખે છે કે દેવોમાં ચંદ્રમા સમાન એવા પ્રભુની સેવામાં અહર્નિશ એટલે રાતદિવસ મારા ચિત્તની કહેતાં મનની પરિણતિ અર્થાત્ ભાવ રમ્યા કરજો. એ સિવાય મારે કશું
SR No.009112
Book TitleChaityavandan Chovisi 02
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy