SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ અમૂલ્ય ઘરેણું બપ્પભટ્ટ સૂરિજીને આચાર્ય પદ અપતા ગુરુદેવે કહ્યું કે “માબ્રહ્મા મવબસ ગુરુ મહારાજને આશીર્વાદ અમેઘ કવચ બન્યું ગમે તેટલી કામબાણની વર્ષા થાય તે પણ સૂરિજી મહારાજ તે બ્રહ્મમાં જ લીન રહેવાના. આંખ પણ ઊંચી ન થાય. - ભક્ત આમ રાજાએ નર્તકીને આદેશ દીધો. નર્તકી બરાબર બ૫ ભટ્ટ સૂરિજી સામે આવી નૃત્ય શરૂ કર્યું. ચૌવનના બાણ છોડવા શરૂ કર્યા. ધીમે ધીમે વિવિધ અંગભેગી કરી શરીરના ઉપાંગોને પ્રદશીત કરતી કામ ચેષ્ટાઓ શરૂ કરી. છેલ્લે તે સમગ્ર કામશાસ્ત્રને નિચેડ ઉતારી દીધે. પણ બપ્પભટ્ટ સૂરિજીની સમાધિમાં કોઈ પણ પ્રકારને ભંગ થતું નથી કારણ કે पंचिदिय संवरणो नवविह बंभचेर गुत्तीधरा पंच महव्ययजुत्तो पंच विहायार पालण समत्था पंच समिओतिगुत्तोः આ બધાં જ લક્ષણો આચાર્ય મહારાજ સાર્થક કરીને બેઠા છે. પિતાની પાંચે ઈદ્રિયેનું સંવરણ કર્યું છે, બ્રહ્મચર્યને નવ પ્રકારે વાડ કરી રક્ષિત કરી છે, પાંચ મહાવ્રતને ચોગ્ય રીતે ધારણ કર્યા છે, અરે છેવટે કહીએ તો મને ગુપ્તિ વડે જેણે મનને ગોપવ્યુ છે. અરે જેણે બ્રહ્મમાં રમણ કરવાની મજા માણેલી છે તેને હવે ચામડા ચૂં થવાને આનંદ હાય ખરું? મહોપાધ્યાય યશોવિજયજીએ સુંદરતમ ઉપમા આપીને આ સ્થિતિ વર્ણવી છે, नोपमेये प्रियालेषैः नापि तच्चन्दन द्रवैः બ્રહ્મલીનતાનો આનંદ કેવો છે તેને પ્રિયાના આલેષની ઉપમા પણ ન આપી શકાય કે ચન્દનના વિલેપન સાથે પણ તેની તુલના થઈ શકે નહીં. તેવી ઉષ્મા અને તેવી શીતળતા બ્રહ્મલીનતાના આનંદમાં રહેલી છે. નર્તકી તમામ ઉપાય અજમાવી છેલ્લે થાકી ગઈ ત્યારે તેણે આમ રાજાને નિવેદન કર્યું કે ઘણાં જોયા મીણની જેમ પીગળનારા, કદાચ પથ્થર પણ હોય તો હું કામબાણથી પીગળાવી દેત, પણ આ સાક્ષાત્ બ્રહ્મમુતિ. હું મારી હાર કબુલ કરું છું.
SR No.009106
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy