SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ રોકો ઝટ આ કર્મ કચરાને ૨૯૫ જે એકૈક વિષયની આસક્તિ આવું પરિણામ લાવે તે સમગ્ર ઇન્દ્રિમાં આસક્ત અને કેટલા અને કેવા કર્માશ્રવ થાય? કેવા વિપાકો ભેગવવા પડે? તેથી ઇન્દ્રિયને વાળીને ભક્તિ માર્ગમાં સ્થાપન કરે તે પાપાશ્રવમાંથી બચી શકશે. કેમકે વિતરાગને પણ ઈન્દ્રિયો છે જ. પણ ઇન્દ્રિયના વિષયની આસક્તિ નથી તે કઈ જ પ્રકારને આશ્રવ થતો નથી. Wાગ :- ક્રોધ-માન-માયા-લોભ રૂપ કષાય એ આશ્રવ છે. શ્રી આચારાંગ સૂત્રના બીજા અધ્યયનમાં કહ્યું છે કે સંસારનું મૂળ કષાયો છે. જીનેશ્વરરૂપી દી કષાયોના દારુણ ફળમાં નરકાદિના ભયંકર દુખે દેખાડે છે માટે કષાય ત્યાગો–આશ્રવ ત્યાગે. कोहो पीइं पणासेइ माणो विणाय नासगो माया मित्ताइ नासेइ लोहो सव्व विणासणो શ્રી દશવૈકાલિક સૂત્રમાં જણાવે છે કે કોધથી પ્રીતિને નાશ થાય છે, માનથી વિનયનો નાશ થાય છે, માયા સરળતાને નાશ કરે છે અને લેભ સર્વનાશને નેતરે છે. ૦ કેધ એટલે સનીમિત્ત કે નીનિમિત્ત–સચેતન કે અચેતન વસ્તુ પરનો શ્રેષ. પરદેશમાં એક છોકરા પાસે જીમ નામનો એક કુતરો હતે. ઘરની બહાર નીકળી તે કુતરો રાહદારીને કરડ્યો. શહદારીએ પોલીસમાં કેસ નોંધાવ્યો. પોલીસે કુતરાના માલિક એવા તે છોકરાને પૂછયું આ કુતરો તમારો છે? છેકરો કહે હા. “તે આ રાહદારીને કર છે” છોકરે બે તેમાં મારો દેષ નથી. મારા મમ્મીએ ગુસ્સે થઈ મને કાઢી મુક્યો તે મેં મારા કુતરાને બે સોટી ચડાવી દીધી. એટલે તે બહાર જઈ રાહદારીને કરડ્યો હું શું કરું? તેની મમ્મીને બોલાવાયા. તમે છોકરાને કેમ કાઢી મુક્યો? તેની મમ્મી કહે ઘરમાં કંઈ ખાવાનું નથી અને છોકરાએ ખાવાનું માગ્યું તેથી ક્રોધમાં ઠપકો આપી કાઢી મુક્યો. તમારા ઘરમાં ખાવાનું કેમ નથી? મારા પતિએ પૈસા નથી આપ્યા માટે.
SR No.009106
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy