SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ કે નવિ શરણમ ૨૪3 ભેગવવા માટે ગાંડીતુર બનતી હોય તે દેવીઓ પણ દેવનો યવનકાળ જાણે ત્યારે તેનાથી વિમુખ થવા માંડે છે પણ તેને મતે રોકવામાં શરણભૂત થતી નથી. न त्राण नहि शरणम् सुरनरहरि खेचरादीनाम् यमपाश पाशितानां परलोक गच्छतां नियतम् ચમ રૂપી પાશ [દેરડામાં સપડાઈને પાકમાં જતા દેવ, મનુષ્ય, ઈદ્ર, વિદ્યાઘર કે ખેચરને નિચ્ચે કોઈ ત્રાણુ ( રક્ષણ] કે શરણ દાતા બનતું નથી. માત પિતાદિ ટગમગ જોતાં જમ લે જીવને તાણું રે મરણ થકી મુરપત નવિ છુટે નવિ છુટે ઈન્દ્રિાણી રે ભરયુવાન અવસ્થા, અતી શ્રીમંત કુટુમ્બમાં જન્મ પામેલા યુવાન, કૌશામ્બી નગરીમાં રહેતો હતો. અચાનક એક વખત તેની આંખો વેદનાથી ઘેરાવા લાગી. ધીમે ધીમે તેને આખા શરીરમાં અગન દાહ ઉઠી. બળતરાની કાળી વેદના અનુભવી રહ્યો હતો યુવાન, શસ્ત્રથી પણ અતિશય તીણ તે રોગ વૈરીની માફક તે યુવાન પર કોપાયમાન બન્યું હતું. આંખ અને શરીરની અસહ્ય વેદનાને લીધે તેનું મસ્તક ફાટવા લાગ્યું. બીજાને પણ રૌદ્ર ભય ઉપજાવનારી એવી દારુણ વેદનાથી તે અત્યંત શેકમગ્ન હતે. સંખ્યાબંધ વૈદે તેની વેદના સમાવવાને આવ્યા પણ નિષ્ફળ, અનેક ઔષધોપચાર પણ વૃથા બની ગયા. ૦ વૈદ્ય રાજા તેને દર્દ થી મુક્ત ન કરી શક્યા. તે હતું તેનું અનાથપણું. ૦ વેદનાને ટાળવા માટે તેના પિતા ધનના ભંડાર લુંટાવવા તૈયાર હતા. તે પણ વેદના ન ટળી, તે હતું તેનું અનાથપણું. ૦ માતા પુત્રના શેકે દુખારૂં થઈ પણ તેનું વાત્સલ્ય પુત્રને દર્દથી છોડાવી શકયું નહીં. તે હતું અનાથપણું. 0 સદર એવા રેષ્ઠ અથવા કનિષ્ઠ ભાઈઓ પણ બનતે પરિશ્રમ કરી ચૂકયા તે પણ વેદના ટળી નહીં. તે હતું તેનું અનાથપણું. ૦ સહેદર એવી બહેને પણ આ દુઃખ પોતાની સાથે ન લઈ શકી તે હતું તેનું અનાથપણું,
SR No.009106
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy