SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ શી કંઈક કાચબા પાસે ૧પ૭ થાય કે તુરંત ચાંચમાં પકડી લેશે. આ તો એક પ્રતિક છે, બાકી હવે માયા કષાય વધતું જ જાય છે. એક દહેરાસરજીમાં બપોરે ૧૧ થી ૧૧-૩૦ના વચ્ચે રોજે રોજ એક સત્તર અઢાર વર્ષની છોકરી દર્શન કરવા આવે. મજાના સ્તવનો ગાતી હાય, ક્યારેક તો તેને કંઠ ઉપાશ્રય સુધી સંભળાય. અમારે ગોચરીને સમય છે–ત્રણ વખત થયું વાહ આ બહેન તો બહુ ભાવિક લાગે છે. થોડાં દિવસે ખબર પડી કે બહેને ઘણાં બધાં ભાવ પ્રગટ કરવા માટે જ દહેરાસરનું સ્થળ પસંદ કરેલું હતું. તે માટે જ બહેન અહીં કલાક-દોઢ કલાક પસાર કરે છે. વળી પાછા તેમના પિતાજી ત્યાંના સંઘના અગ્રગણ્ય ટ્રસ્ટી. આવી પ્રવૃત્તિઓ સ્પષ્ટરૂપે માયા જ છે. તેને કઈ કષાય સમજો છો ખરા? માયા ધીમે ધીમે એટલી શુંટાઈ જાય છે કે પછી જીવ પોતે પણ માયા કરે છે તે વાત સમજી શકતો નથી. કેશ લેચ મૂલ ધારણું સુણે સંતાજી ભૂમિ સચ્યા ત્યાગ ગુણવંતાજી સકલ સુકર છે સાધુને સુણો સંતાજી દુષ્કર માયા ત્યાગ ભગવંતાજી આ શબ્દ છે ન્યાય વિશારદ મહેપાધ્યાય વિજયજી મહારાજાના, તેઓએ માયાનો ત્યાગ કેટલી હદે દુષ્કર ગયે હશે વિચારજે. વળી માયા એટલી હદે વણાઈ જાય છે કે બીજું પાપસ્થાનક મૃષાવાદ સાથે જોડાઈ જઈને સત્તરમું માયા મૃષાવાદ પાપસ્થાનક ધારણ થઈ જાય છે. છેલ્લે થે કષાય મુક્યો લાભ. ૦ લેભ છેલ્લો કેમ મુક? કષાયના ચાર ભેદ છે. અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની સંજવલન આ ચારે પ્રકારે કોધ-માન-માયા-લોભ ગણતાં કુલ સોળ ભેદ કષાયના થયા. તેમાં સંજવલન લાભ કષાયને ક્ષય અથવા ઉપશમ સૌથી છેલ્લે થાય છે, માટે લેભ છેલ્લો મુક્યો. આવા કષાયો અને ત્યાં સુધી ઉદયમાં ન આવે અને ઉદયમાં આવે તે તેને નિષ્ફળ બનાવવા તેનું નામ કષાય સંલીનતા.
SR No.009106
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy