SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૧ ૧૮૨ એક જૈન શ્રેષ્ઠીએ આ મૂર્તિને ઓળખી. પછી તો ઘણી બધી ગતિવિધિ થઈ. પ્રભુજીએ ચમત્કાર પણ બતાવ્યા. એ મૂર્તિ, શ્રી કેશીગણધર દ્વારા પ્રતિષ્ઠા પન્ન થયેલી પ્રભુ પાર્શ્વની જ મૂર્તિ છે. આજે એ ઉવસગ્ગહર તીર્થના મૂળનાયક ભગવાન છે. પ્રભુવીરનાં કૈવલ્યથી પણ પુરાતન આ મૂર્તિ શ્યામસુંદર છે. પ્રક્ષાળના સમયે પ્રતિમાજી પરથી દુગ્ધધારા રેલાય છે તે સમયે પ્રભુનો દેહ એવો અદ્ભુત દીસે છે કે જેનું વર્ણન ન થાય. દેખન સરિખી વાત હૈ, બોલન સરિખી નાહી. આ તીર્થ હજી વિકસી રહ્યું છે. ચારેકોર કામ ચાલુ છે. લાંબાગાળાના ભવિષ્યનો વિચાર કરીને તીર્થસંકુલની સામે નિસર્ગોપચાર કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે. એના મુખ્ય ડૉક્ટર ખૂબ તરવરિયા છે. ભાતભાતની ચિકિત્સાઓ કરે છે. અમને એમણે કેટલાય આસન બતાવ્યાં. હૉસ્પિટલના દર્દીઓનો રોજીંદો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે તેમાં સાંજે દેરાસરજીમાં બેસી આરાધના કરવાનું ફરજીયાત રાખવામાં આવ્યું છે. હતી. લૂ વાતી તેને લીધે વૃક્ષ પરનાં ચકલાં બેભાન થઈને જમીન પર પડતાં અને તડકામાં ખતમ થઈ જતાં. ભીંતોમાંથી ભડકી ઉઠતા. બારી બંધ રાખીએ તો ગરમી થાય ને ઉઘાડી રાખીએ તો લૂ દઝાડે. પાણી ઠંડું ન થાય, માટલું ગરમ થાય. વારંવાર પસીનો લૂછીને હાથ દુખી જાય. લખવા વાંચવાની સૂઝ ન પડે. રાતના અંગારા વેરાતા રહે. આવી ગરમીમાં બપોરે દોઢ વાગે ખુલ્લા પગે વહોરવા જવાનું થયું. મનમાં વિચાર આવ્યો. આવું કષ્ટ બીજા કોણ સહન કરી શકે ? રસ્તામાં ખોદકામ ચાલતું હતું. પરસેવે રેબઝેબ નહીં પણ પરસેવે છલોછલ ડિલે મજુરો માટીનાં તગારાં ભરતા હતા. ઉઘાડા પગે આમથી તેમ નીકળતા હતા. કષ્ટ સહન કરવાની તેમની ક્ષમતા લાંબી હતી. ત્રણ ચાર કલાકથી કામ ચાલતું હતું. બે ત્રણ કલાક હજી ચાલવાનું હતું. આપણે તો, અડધા કલાકમાં ઝપાઝપ મકાન ભેગા થઈ જવાના છીએ. સહન કરતા હોવાનો ગર્વ ગળી ગયો. અજ્ઞાન કષ્ટની ઝાઝી કિંમત નથી. વાત ખરી છે. એવા કષ્ટો જોઈએ તો આપણે કેવા સુંવાળા રહીએ છીએ તેનું ભાન અચૂક થાય છે. મહાત્માઓ આતાપના લેતા તે યાદ આવે. આપણી ઓછપ કઠે. બે દિવસ પૂર્વે વહોરવામાં સાથે નાનો બાબો હતો. ઘરો બતાવતો હતો. એણેય ચપ્પલ પહેર્યા નહોતાં. મેં કહ્યું : તેરે પૈર નહીં જલતે ? એણે જવાબ આપ્યો : ‘નહીં, સાહબજી. મેરે પૈર નહીં જલતે. હમકો તો અચ્છા લગતા હૈ.' એની નજર મારા પગ પર હતી. પાર્થપ્રભુનાં તીર્થમાં અપરંપાર શાંતિ સાંપડે છે. ભવ્ય જિનાલયનાં મુખ્ય દ્વારેથી ધીમે ધીમે ભગવાન તરફ પગલાં માંડવાનાં. દરેક ડગલે ભગવાન નજીક આવે. ગભારાના દરવાજે ઊભા રહી સ્તુતિ ગાઈએ તો ગર્ભગૃહ પડઘો ઝીલે. જાણે ભગવાનના અંતર સુધી આપણો સાદ પહોંચ્યો. પ્રભુનાં વદન પર પ્રસન્નતા અપરંપાર છે. આપણી આંતરિક અશાંતિ ટાળવા પ્રભુજી સથવારો આપે છે. પ્રભુની સમક્ષ ઊભા રહીએ તો એવો અનુભવ થાય કે જાણે ભગવાન પીઠ પસવારી રહ્યા છે. દુઃખો, દર્દો, વેદના, હતાશા, ગમગીની બધું જ ઓસરી જાય છે. બહારની દુનિયા વિસારે પડે છે. જંગલોમાં તીર્થ થાય છે. તેને લીધે માહોલમાં અજીબ શાંતિ હોય છે. એ શાંતિમાં પ્રભુનો સાથ મળે છે એટલે હૃદયના અણુએ અણુમાં આનંદ નાચે છે. આ આનંદ શબ્દોમાં બંધાય એવો નથી. એનો તો માત્ર અનુભવ જ હોય. પૈકિન ગામ પાસે એક પહાડ છે. એનું નામ છે, શિશુપાળ, ઉપરથી એક મોટી ખીણ દેખાય છે. તેને ઘોડાઘાટ કહે છે. અંગ્રેજોના જમાનામાં એક રાજા થયો. એણે અંગ્રેજોની હકૂમત કબૂલી નહીં. અંગ્રેજોનું લશ્કર તેની પાછળ પડ્યું. તે પહાડ પર ચડી ગયો. છેક ખીણ સુધી આવી ગયો. એ ઘોડા પર સવાર થયો હતો. પાછળ અંગ્રેજો આવી પહોંચ્યા. લડવાની તાકાત હતી નહીં. એમના હાથમાં પકડાય તો જિંદગીભર ગુલામી વેઠવાની હતી. ભારતના એ સપૂતે ઘોડાની સાથે ખીણમાં ઝૂકાવી દીધું. અંગ્રેજો સ્તબ્ધ. નાલાયક માણસોની પરતંત્રતા વેઠવા કરતાં મરી જવું સારું. રાજાનો એ આદર્શ હતો. લડીને વિરોધ થાય. લડતા ન આવડે તો આમ મરીનેય વિરોધ થાય. સાચી ભાવનાવાળા પોતાનાં રાયપુરમાં પહોંચ્યા ત્યારે ઉનાળો ધીખતો હતો. ગરમી ૪૮ ડીગ્રી પર
SR No.009103
Book TitleSadhu to Chalta Bhala 1
Original Sutra AuthorN/A
AuthorPrashamrativijay
PublisherPravachan Prakashan Puna
Publication Year2004
Total Pages107
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy