SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ શ્રી અંતરિક્ષતીર્થ-૨ શ્રી અંતરિક્ષભગવાનની યાત્રાના એ દિવસોમાં ખાવાપીવાનું ધ્યાન રહ્યું નહોતું. પ્રભુનાં અલૌકિક સૌન્દર્ય ઉપર આજની અઘોર અવસ્થા સવાર હતી એ જોવાના એ દિવસો હતા. પ્રભુનાં ધામ ઉપર ઊંચી ધ્વજા લહેરાતી નહોતી તેનું દુ:ખ સંવેદનાના એ દિવસો હતા. પ્રભુના લાખ ચમત્કારો વચ્ચેથી વહી આવતી કાળધારાના વર્તમાન પ્રવાહને અસહાય બનીને જોવાના એ દિવસો હતા. પ્રભુએ વેડ્યું, ખખ્યું, ગળી ખાધું તે સમજવું ગમતું નહોતું, એ સમજયા વિના ચાલતું નહોતું અને સમજાય તે સહી શકાતું નહોતું. દિગંબરો પર દ્વેષ કરવાનો ન હોય પરંતુ પ્રભુની હાલત જોયા બાદ આક્રોશ તો જનમતો જ. પ્રભુ મૌન રહેતા તેમાં પ્રભુની ભવ્યતા મહોરતી, આપણે મૂક રહીએ છીએ તેમાં આપણી કાયરતા સાખ પૂરે છે સતત લાગતું. પ્રભુએ હરહંમેશ આપણને સાચવ્યા અને બચાવ્યા. આપણે પ્રભુને સાચવ્યા પણ નહીં, બચાવ્યા પણ નહીં. મા ભૂખ્યા પેટે સૂતી હોય તો સમજદાર દીકરાની ઊંઘ હરામ થઈ જાય. પ્રભુ અકોરડા દેહે બેઠા હોય તે જોઈને જીવતર હરામ લાગતું. જીવન નિરર્થક લાગતું. મોતના ભોગેય પરિણામ મળતું ન હોય તેવી મજબૂરીને ક્યાં જનમના પાપ કહેવા તે સમજાતું નહીં. એ દીનતાના દિવસો હતા. એ હતભાગી વિચારોના દિવસો હતા. - દિગંબરોની હલચલ જોવા મળતી. અમે રોકાયા હતા તે દરમ્યાન જ તેમણે એક રાત્રિકાર્યક્રમ રાખ્યો હતો. પતરાના મંડપમાં એ બધા ઉમટી પડ્યા હતા. સફેદ કપડામાં રહેતી આર્થિકાઓ ઘણી બધી આવી હતી. એક લાંબી દાઢીવાળા મહાત્માજી હતા. વરસોથી એ અહીં જ રહે છે. એ ઘણાં કામ સંભાળે ૧૬૦ છે. એક કામ આ પણ છે : શ્વેતાંબરી સાધુ આવે ત્યારે તેમની સામે દિગંબરી ઠઠારો પ્રદર્શિત કરવો. બસ, આ માટે જ આ રાત્રિમેળો રાખેલો હતો. યોગાનુયોગ એ જ રાતે શિરપુર ગામમાં શંકરજીનો મેળો હતો. ત્યાં હજારો ઉમટ્યા હશે. અહીં ત્રણસો ચારસોની ભીડ થઈ હતી. માઈક પર વારંવાર ‘શ્રી દિગંબર અતિશયક્ષેત્ર અંતરિક્ષજી'નો ઉલ્લેખ કરાતો હતો. જરૂર વિના પણ આ અક્ષરોનું મથાળું બંધાતું હતું. ‘હમારા મહાન તીર્થ શ્રી અંતરિક્ષજી’ ‘દિગંબરસમાજકી આસ્થા કે કેન્દ્રવર્તી ભગવાન શ્રી અંતરિક્ષ ભગવાનું” “શ્રી અંતરિક્ષજી તીર્થમ દિગંબરોના સબસે બડા મંગલકારી મંદિર' આ બધા સ્લોગન જેવા ઉચ્ચારો વક્તવ્યોમાં આવ્યા કરતાં હતાં. કોઈ પુસ્તકનું વિમોચન પણ થયું. બેનોએ ભેગા મળીને ગાવાનું ચાલુ કર્યું હતું. કોઈ અતિથિવિશેષ આવ્યા હશે તે પણ માઈક પર દિગંબર દિગંબર ઓચર્યા હતા. આપણે આપણાં તીર્થમાં છીએ તેવું લાગે જ નહીં, એવું ઝનૂન તેમના દરેક ભાષણકારોના અવાજમાં ટપકતું હતું. ભગવાન અપૂજ છે તેનો ડંખ હોય તેમાં આ સરમુખત્યારશાહી જોઈને બંડ પોકારવાનું મન થઈ આવતું. એક એકને પકડી પકડીને બહાર કાઢી મૂકાય, એમનાં પાટિયાં, એમનાં બેનર્સ, એમની તકતીઓ ઉખડી જાય, એમનાં નામોનિશાન સુદ્ધાં ન જડે તેવી સાફસફાઈ ભીંતભીંત પરથી થઈ જાય તેવી અગન જાગતી. નાના બાળકનાં હવાતિયાં જેવા આ વિચારોથી વળી નવી અશાંતિ અંતરને દઝાડતી. અસંભવ સપનાં જોનારો જાતે જ પીડાય છે. વધારે પડતી અપેક્ષાઓ રાખનારો જાતે જ દાઝી મરે છે. જે શક્ય નથી તેની માટે મચી પડવાથી ગાંડપણ જ પોષાય છે. આ બધી ખબર હતી તેમ છતાં દાઝવાની, પીડાવાની, દાઝી મરવાની, અને ગાંડામાં ખપી જવાની જરૂર લાગતી હતી. પ્રભુની નિતરાં સુંદર પ્રતિમાને કેદ જોવાની હામ, હિંમત નહોતી એટલે જ આ બધું અનુભવાતું. એ વ્યથા, હતાશાનો અનુભવ આજેય થાય છે. દરિયાકાંઠે આવી પહોંચેલા મોર્જા રેતી પર કે કાળી પથ્થરશિલા પર માથું પછાડીને દમ તોડી દે છે તેમ અંતરના ભાવોમાંથી ઉઠેલા વિચારો આંખોના કાંઠે આવી દમ તોડી દેતા હતા. પ્રભુ બધું જ વેઠી ચૂક્યા હતા. પ્રભુ માટે આપણાથી કાંઈ જ થઈ શકે તેમ નહોતું. પ્રભુની છટા રાજાધિરાજની હતી. અમારી હાલત ગરીબ, અપંગ જેવી
SR No.009103
Book TitleSadhu to Chalta Bhala 1
Original Sutra AuthorN/A
AuthorPrashamrativijay
PublisherPravachan Prakashan Puna
Publication Year2004
Total Pages107
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy