SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૫ છે. પોતાનાં નામ પર દાવો માંડી રહેલા બન્ને પક્ષો પ્રત્યે પ્રભુની કરુણા સમાન રીતે વહેતી હતી. આપણા પક્ષે સચ્ચાઈ હતી. દિગંબરોના પક્ષે જૂઠ હતું. પ્રભુના પક્ષે પ્રેમ હતો. પ્રભુની લોકોત્તર અવસ્થાનો અહેસાસ થયો હોત તો દિગંબરો આટલી હદે બગાડ ન લાવત. પ્રભુનો પ્રેમ તો સૌને મળે. એને ઝીલવાની પાત્રતા બધાને ન મળે. પાત્રતા વિના પ્રેમ પામવા જનારા બૂરા હાલે રખડે છે. દિગંબરોને પ્રભુનો હક પામવો હતો. પ્રભુ કોઈ ચીજવસ્તુ હોય તેવો વહેવાર હતો તેમનો. આપણને પ્રભુના પ્રેમની કિંમત ખબર હતી. પ્રભુના હક જીતનારા પ્રભુને આશાતનાના અંધારે પૂરવાના હતા. ભીતિ આ હતી. આ જ કારણે કોર્ટકચેરીમાં લડવાનું હતું. વારસા માટે દીકરાને મેળવવા માંગતી સાવકી મા સામે પ્રેમાળ દાદીમાને ન છૂટકે લડવું પડે તેવો આ સંગ્રામ હતો. પ્રભુમૂર્તિને લેપ થાય તેને કાયદાકીય રીતે રોકવાની દિગંબરોની નેમ હતી. લેપ થાય નહીં. કંદોરો ઘડાય નહીં. સમય જાય. મૂર્તિ પોતે જ પુરાવો બની જાય. ૧૯૩૪માં સમારકામની તૈયારી આપણે ચાલુ કરી. હક્કના મુદ્દે આપણને એ રોકી શકતા નહોતા. તેમણે આકોલાની કોર્ટમાં નવી અરજી કરી. સાર એમાં એટલો જ હતો કે કટિસૂત્રનો આકાર કેવો કરવો તેનો નિર્ણય આવ્યો નથી અને લેપ ક્યારે કરવો તે સ્પષ્ટ કરાયું નથી માટે લેપનું કામ થઈ ન શકે. શ્વેતાંબરોએ તરત વાંધો લીધો. ઠોસ દલીલો રજૂ કરી. ૧૧-૧૧૯૩૭ના દિવસે દિગંબરોની અપીલ નીકળી ગઈ. દિગંબરો હાઈકોર્ટમાં ગયા. આપણા નસીબ નબળાં હતાં એટલે દિગંબરોની અપીલ ત્યાં માન્ય થઈ. કટિસૂત્રના માપ નક્કી કરવા માટે કેસ ફરી આકોલા આવ્યો. દિગંબરોએ કટિસૂત્ર-છોટાને આછાપાતળા રાખવા વિનંતી કરી. આપણે લોકોએ ટિસૂત્ર-કછોટો પહેલા જેવા હતા તેવા જ બનાવવાનો આગ્રહ રાખ્યો. ઉભયપક્ષની જુબાની લેવામાં આવી. પુરાવા રજૂ કરવામાં આવ્યા. ૧૩-૯-૧૯૪૪ના રોજ નિકાલ આવ્યો. ત્રણ મુદ્દા સ્પષ્ટ થયા. (૧) મૂર્તિનું કટિસૂત્ર ૧ ઈંચ પહોળાઈ ધરાવી શકે. કમરને ફરતી જાડાઈ એક ૧૫૬ તૃતીયાંશ ઈંચ અને અર્ધગોળ આકારે. કછોટ-એક અષ્ટમાંશ પહોળાઈ. પ્રારંભમાં બે ઈંચ અને આગળ અઢી ઈંચ. (૨) મૂર્તિનો લેપ ચાલતો હોય ત્યારે શ્વેતાંબરો પૂજા પર પ્રતિબંધ મૂકી શકે છે. લેપ સૂકાય નહીં ત્યાં સુધી પૂજા બંધ રહે તો પણ દિગંબરો વાંધો ન લઈ શકે. (૩) લેપ ક્યારે કરવો તેનો નિર્ણય લેવાની સત્તા શ્વેતાંબરોની છે. શ્વેતાંબરો ક્યારે પણ લેપ કરી શકે છે. દિગંબરો એમાં વાંધો લઈ શકે નહિ. (૫) દિગંબરો ફરી વાર હાર્યા. દરેક હારમાંથી તેમણે નવા તણખા શોધ્યા. તેમને ધર્મની ચિંતા હતી કે કબજાની તે સમજી શકાતું હતું. આપણે લોકો મૂર્તિના વહીવટના હકની લડાઈ જીત્યા અને લેપ કરવાની કાર્યવાહીની લડાઈ જીત્યા. હવે આપણે નિશ્ચિત હતા. દિગંબરો નફ્ફટ રાજકારણીની જેમ નાગપુર કોર્ટમાં ગયા. સન્ ૧૯૪૪ની સાલ. આપણે લેપની તૈયારીમાં હતા. છાપામાં પ્રભુના લેપ થવા સંબંધી જાહેરાત પણ આવી ગઈ. નાગપુરની હાઈકોર્ટમાં બે વરસ કેસ ચાલ્યો. લેપ કરનારા આવી ગયા હતા. દિગંબરો તેમને રંજાડવા લાગ્યા. લેપની અણમોલ સામગ્રી આવી ગઈ હતી. દિગંબરો તેની પર આક્રમણ કરવા માંડ્યા. પોતાની લાગવગ લગાવીને એમણે વાતાવરણ તંગ બનાવી મૂક્યું. પ્રભુ પર ત્રીજો અત્યાચાર ગુજર્યો. પ્રભુમૂર્તિની સલામતીનાં નામે પ્રભુની ઉપર પાંજરું મૂકવામાં આવ્યું. સરિયામ નિર્લજ્જતા દાખવી હતી એમણે. તા. ૮-૭-૪૭ના દિવસે નાગપુર હાઈકોર્ટમાં નિકાલ આવ્યો. દિગંબરોની દલીલ રદબાતલ થઈ. તે વખતે જજ યુરોપિયન હતા. આર. ટી. પોલોક સાહેબ. તેમણે દિગંબરોની ટીકા કરતા કહ્યું કે ‘દિગંબરો જાણી જોઈને કેસ લંબાવી રહ્યા છે માટે શ્વેતાંબરોને કોર્ટ સંબંધી જે ખર્ચ થયો છે તે દિગંબરોએ ભરપાઈ કરી આપવાનો રહે છે.’ દિગંબરોને દરેક હારે નવું ઝેર ચડતું. તેમણે નાગપુર હાઈકોર્ટમાં વિશેષ અપીલ કરીને લેપ અટકાવવા સ્ટે માંગ્યો. કોર્ટે ૧૭-૩-૧૯૪૮ના દિને અપીલ
SR No.009103
Book TitleSadhu to Chalta Bhala 1
Original Sutra AuthorN/A
AuthorPrashamrativijay
PublisherPravachan Prakashan Puna
Publication Year2004
Total Pages107
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy