SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૯ ૧૫૦ ફૂર ઉપસર્ગો અને ઘોર તપશ્ચર્યા પછી પણ પ્રભુવીર મનહર દીસતા હોય તો માત્ર પૂજા બંધ થવાને કારણે પ્રભુની શોભાહાનિ થાય તેવું માનવામાં પણ પાપ છે. પ્રભુજીનાં દર્શનનો આનંદ પૂજા અને અંગરચના સાથે સંકળાયેલો રહેતો હતો. તે સમયે કેવળ મૂર્તિદર્શનનો આનંદ સાંપડતો હતો. પ્રભુ પોતાના હાથે વેદનાને દૂર કરી ચૂક્યા હતા. કદાચ, મંજૂર નહોતું. પ્રભુને જોઈને દુઃખ થાય તે પ્રભુને મન દયા હશે. કોઈ પોતાની દયા ખાય એ ભગવાન પસંદ ના જ કરે, એટલે જ કદાચ, એ ઘડીએ વિચારો પર રોક આવી ગયો. લાગણી થીજી ગઈ. શબ્દો અને સૂત્રો પળભર વીસરાયા. એ ઝૂકીને દર્શન કરવાની પળે જીવનની ક્ષણો અલગ પડી ગઈ. શ્વાસ અને હૃદયના ધબકારા વિનાની પરમ શુન્ય ચેતનાની ઝાંખી થઈ. નીચેનાં ગર્ભગૃહમાંથી મૌનનો ગુંજારવ ઉપર આવ્યો અને અસ્તિત્વ પર પથરાયો. પ્રભુનાં દર્શન શબ્દશઃ સ્વર્ગનું સોપાન બન્યાં. હિમાલયની પહાડી પર ગુફા હોય તેને દૂરથી જોઈએ તો ધવલ સૃષ્ટિમાં શ્યામસુંદર વિવર ભવ્ય લાગે તેમ પ્રભુમૂર્તિની પ્રતિભા નીખરી હતી. માનવામાં ન આવે એવી મધુર સ્તબ્ધતા અંગેઅંગ પર બિરાજી ગઈ. પ્રભુને વર્તમાન સમયની વિષમતાનો કોઈ અર્થ નહોતો. અનહદ આનંદ પ્રભુ વરસાવતા હતા. પ્રભુની અર્ધ નિમગ્ન આંખો તેજસ્વી નહોતી છતાં પ્રભાવપૂર્ણ પ્રભુના સ્કંધનો ભાર ઝીલતો વક્ષવિસ્તાર મહાપ્રાણથી છલકાતો હોય તેવો સમુન્નત. ધ્યાન માટે સંપુટ બનેલી હથેળીના પડછાયે મનોહર લાગતો કટિપ્રદેશ. પરાક્રમોના પરમપિતા સમા બે બાહુ, અર્ધપદ્માસનનો સાહજિક દેહબંધ. હોઠ પરની મિતરેખામાં આરાધકોની આરાધના અને વિરાધકોની વિરાધના પ્રત્યેનો સમભાવ. નાનકડા ગોખમાંથી ભોંયરામાં દેખાતી પ્રતિમા જાણે આંખોમાંથી અંતરમાં દેખાતી હોય તેવી સમીપ. વિષાદને હરવા પ્રભુ બેઠા હતા. શોકનો નાનો અમથો અંશ પણ પ્રભુ પોતાની આસપાસ જામવા દેતા નહોતા. તીર્થનું વાતાવરણ પ્રભુએ કોઈપણ બાહ્ય સંસાધનો વગર જીવંત બનાવી રાખ્યું હતું. અંગે આભૂષણ નહોતા તોય આકર્ષણ જાગતું હતું. આંખે ચક્ષુ નહોતા તોય પ્રેમવર્ષાની અનુભૂતિ થતી હતી. અર્ચા થઈ નહોતી. અરે ! ધાબાં હતા દેહ પર. છતાં સૌન્દર્યની ધારા અખંડ હતી. ચંદ્રમા પર ડાઘા સોહે તેમ મૂર્તિ ધાબાને ઉજાળી રહી હતી. કિમિવ હિ મધુરાણાં મડનું નાકૃતીનામુ એ કાલિદાસોક્તિનો આ નવો સાક્ષાત્કાર થતો હતો. ધૂળનો આછેરો થર પણ ચંદનલેપથી ઘટ્ટ બનેલા બરાસની જેમ પથરાયો હતો. પ્રભુ દરેક રૂપમાં રમણીય જ. કરમાયેલાં ફૂલ ખરાબ દેખાય તે બને, અપૂજ ભગવાન ખરાબ લાગે તે કદી ન બને. ૪0 ઉપવાસ પછી પણ આદિનાથદાદા સુંદર લાગતા હોય અને સાડાબાર વરસના - પ્રભુને જુહાર્યા પછી અમે બહાર આવ્યા. પ્રભુનો જાદુ હતો ત્યાર સુધી મન રોમાંચિત હતું. હવે પ્રભુથી થોડા અલગ થયા એટલે ફરીવાર વેદનાએ માથું ઊંચકર્યું. પ્રભુ અપૂજ હતા તે અસહ્ય સત્ય હતું. પ્રભુએ સત્યનો સ્વીકાર કરવાનું સમજાવ્યું છે. પરંતુ આ સત્ય સ્વીકારી શકાય તેવું નહોતું. પ્રભુની મૂરત બંધનમાં હતી તેનો ઝાટકો સતત વાગતો હતો. પ્રભુની સાચવણી નથી થતી તેની અપરંપરા વ્યથા થતી હતી. પ્રભુ ભલે મસ્ત હોય, ભક્ત તો હતાશ જ બને. પ્રભુની પ્રતિમાની બિસ્માર હાલત જોઈ તેનો રોષ છેક હવે જાગતો હતો. એ સાથે જ પોળકર કેસ વખતની ભૂલમાંથી આગળ ચાલેલી ભૂલો યાદ આવતી હતી. વિ. સં. ૧૯૬૧માં ભૂલે ગજું કાઢી બતાવ્યું હતું. એટલે જ હજારેક જૈનોની મીટિંગ લેવી પડી હતી. ગઈ કાલે સાથે મળીને લડત આપી હતી. આજે આમનેસામને આવી જવાય તેવો મુદ્દો ઊભો થયો હતો. પુજા તો પ્રભુની કરવાની જ હતી. શ્વેતાંબર અને દિગંબરની પૂજાપદ્ધતિ જુદી હોવાથી પૂજાના સમયે અરસપરસ ફરિયાદો ઉઠતી. એ ઐતિહાસિક મીટિંગમાં પૂજા માટેના ટાઈમ ટેબલ નક્કી થયા. ત્રણ ત્રણ કલાકના વારા રાખવામાં આવ્યા. આ વ્યવસ્થા છે તેમ સમજીને આપણે રાહતનો શ્વાસ લીધો હતો. જો કે, આ વ્યવસ્થા જ ભવિષ્યમાં કોર્ટની જીતને નડવાની હતી. આ વ્યવસ્થાને કારણે દિગંબરોને પૂજાનો હક મળ્યો હતો કે આજ સુધી એ લોકો પૂજા કરવા આવતા. એમને આવવાની છૂટ હતી. આ વ્યવસ્થાએ ‘છૂટ’ ને ‘હક'માં ફેરવી નાંખી હતી. અત્યાર સુધી આપણે દિવસમાં ગમે ત્યારે પૂજા કરી શકતા. હવે એમના સમયમાં આપણી પૂજા બંધ થઈ ગઈ. એ સમય પરનો હક આપણે ગુમાવી દીધો. બીજી પણ ગોઠવણ થઈ હતી. શ્વેતાંબરોના પર્યુષણા શ્રાવણ વદ ૧૨થી
SR No.009103
Book TitleSadhu to Chalta Bhala 1
Original Sutra AuthorN/A
AuthorPrashamrativijay
PublisherPravachan Prakashan Puna
Publication Year2004
Total Pages107
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy