SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ શ્રી અંતરિક્ષ તીર્થ-૧ (૧) ‘શ્રી અંતરિક્ષજી તીર્થમાં પોળકર કણબીઓ પૂજારી તરીકે કામ કરતા, શ્વેતાંબર જૈનોની વસતી ઓછી થતી ગઈ તેમ આ પોળકર પૂજારીઓ આશાતના અને અવ્યવસ્થા કરતા ગયા. આકોલા, બાલાપુર, ધૂળિયા, અમલનેર અને બીજા અનેક ગામોના જૈનોને આ ખૂંચ્યું. વાત એટલી હદે વણસી હતી કે પોળકર પૂજારીઓ કબજો છોડવા તૈયાર ન થયા. આપણા લોકો કોર્ટમાં ગયા. અહીં સુધી બધું બરોબર હતું.' આજે ઘણા દિવસો વીતી ગયા છે તીર્થયાત્રાને. અંતરિક્ષજીથી દૂર દૂર બેસીને વીતેલી વાતો યાદ કરી રહ્યો છું ત્યારે અંતરિક્ષ ભગવાન સાથે સંકળાયેલાં ત્રણ ભૂતકાળ સાંભરે છે. સંસ્કૃત વ્યાકરણે ત્રણ ભૂતકાળ આપ્યા છે. પરોક્ષ, હ્યસ્તન અને અદ્યતન. પ્રભુનો પરોક્ષ ભૂતકાળ છેક રાવણના યુગ સુધી પહોંચે છે, આંખોની પેલે પાર. પ્રભુનું પ્રાકટ્ય થયું તે ભૂતકાલ નજીક છે. બસ, ગઈકાલ જેવી જ સમીપતા. અદ્યતન ભૂતકાળ અઘરો છે. અઘરાને સહેલો બનાવવા આપણે કોર્ટમાં ગયા હતા. એ વખતે શ્રી અંતરિક્ષજી તીર્થ શ્વેતાંબરતીર્થ તરીકે સાર્વભૌમ હતું. પોળકરો પાસે કબજો લેવા કોર્ટમાં જવાનું થયું ત્યારે ગમખ્વાર ભૂલ થઈ. જો એ ભૂલ ન થઈ હોત તો આજે શ્રી અંતરિક્ષજી ટોચ પર છે. વરસે વરસે યાત્રિકો ઘટતા રહ્યા છે. વચ્ચે સંઘર્ષ ટોચ પર હતો ત્યારે એક દિવસના ૧૦,૦૦૦ યાત્રિકો આવી પહોંચ્યા હતા. આજે વરસે ૧૦,૦૦૦ યાત્રિકો થાય છે કે કેમ તે સવાલ છે. કોણ જાય છે શ્રી અંતરિક્ષતીર્થ ? પાલીતાણા, શંખેશ્વર, ભદ્રાવતી, સમેતશિખરની સમૂહ યાત્રાઓ વરસોવરસ નીકળે છે. શું બધા જ અંતરિક્ષજી જાય છે ? કમાલની વાત એ છે કે એકમાત્ર અંતરિક્ષદાદા જ જમીનથી અદ્ધર રહી અજાયબી સર્જી રહ્યા છે. આ ચમત્કારને લીધે જ શ્રી અંતરિક્ષજી વિશ્વતીર્થ બની શકે, અને આપણે દર વરસે અંતરિક્ષ જવાનું ભૂલી ગયા છીએ. વર્તમાન દર્દનાક છે. પ્રભુની મૂર્તિ ૩૬ ઇંચ ઊંચી છે. ફણા સાથે ગણીએ તો ૪૨ ઈંચ. પહોળાઈ ૩૦ ઈંચની છે. આ મૂર્તિનો અધિકાર પોળકર પૂજારીઓ પાસેથી મેળવવા આપણે કોર્ટમાં ગયા હતા. એ વખતે ભગવાનની આશાતના નિવારવાનો એકમાત્ર ભાવ હતો. પણ એક ભૂલ એવી થઈ કે થોડા જ વખતમાં આશાતનાનો નવો સિલસિલો ચાલ્યો. કોર્ટમાં આપણે જીતી ગયા. કબજો આપણને મળી ગયો. તા. ૧૯-૯-૧૯૦૩ના દિવસે પોળકરો સામેના ફોજદારી કેસનો ચુકાદો આવી ગયો. આશાતના બંધ થઈ. વિ. સં. ૧૯૫૯ની એ સાલ. પોળકરો સાથે સમાધાન થયું. પૂજારી તરીકે એમને સંતોષ થાય તે રીતે કાગળિયાં થયાં. પેઢીના ચોપડે નોંધ થઈ હતી તે મુજબ ચાર નિર્ણય મુખ્યત્વે થયા. (૧) ચાર માણસો સફાઈ કરે, પાણી લાવે વગેરે. (૨) પ્રતિવર્ષ તેમને ર૬૧ રૂ. મળે. (૩) ૧થી ૧૦ રૂ. ભંડારમાં આવે તે એમના. (૪) ૧૦થી વધુ રકમ પેઢીની. આ સમાધાનપત્રમાં ગીતાર્થ ગુરુભગવંતોને વચ્ચે રાખવામાં આવ્યા હતા કે નહીં તે જાણવા નથી મળતું, જો રાખવામાં આવ્યા હોત તો કલમ જુદી હોત તે નક્કી. આ સમાધાન અનુસાર બે વરસ બરોબર ચાલ્યું. કોર્ટમાં જતી વખતે થયેલી ભૂલ હજી નડી નહોતી. વિ. સં. ૧૯૬૧માં એ ભૂલે માથું ઊંચક્યું. અને આજ લગી એ ભૂલ માથું ઝૂકાવવા તૈયાર નથી, એ ભૂલ આજ સુધી આપણને વાગી રહી છે. આગળ કેટલા વરસ વાગશે તે કહી શકાતું નથી. ઘણી વખત ઇતિહાસને આવી ભૂલો જોવા મળી છે. ભૂલ નાની હોય, દેખાઈ આવે હોત. આજે શ્રી અંતરિક્ષ દાદાની યાત્રા કરવા કોઈ નથી આવતું. ભગવાનની પૂજા નથી થતી એવું બહાનું મળી ગયું છે એટલે યાત્રાનો ફેરો માથે પડવા લાગ્યો
SR No.009103
Book TitleSadhu to Chalta Bhala 1
Original Sutra AuthorN/A
AuthorPrashamrativijay
PublisherPravachan Prakashan Puna
Publication Year2004
Total Pages107
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy