SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩ જરૂરી છે. અહીં દિગંબરોનાં બે મંદિર છે. ત્રીજું બની જશે. એમને પગ પહોળા કરતાં આવડે છે. આપણે રોકીએ નહીં. સરકાર ધ્યાન ન રાખે. પથ્થરો ગોઠવે, ભીંત ખડી કરે, મૂર્તિ ગોઠવી દે અને આટલા પુરાવા પર કેસ જીતી જ જવાશે એવા વિશ્વાસથી મંદિર ચણી દે. કોર્ટકચેરી થાય તો વરસો જાય તેમાં નવાં મંદિરની ભીંતો મજબૂત થયા કરે. એમની આજ નીતિ છે, વરસોથી. અહીંથી ચારેય ગિરિનાં દર્શન થાય છે. ગૃદ્ધકૂટના રોપ-વેના ઝૂલાની ચડઉતર દેખાય છે. ઉતરતો શિયાળો હોવાથી હરિયાળીનો પટ બિછાયેલો છે. આંખો સૌંદર્યની સહેલગાહ માણે છે. મહાસુદ આઠમ : રાજગિરિ વૈભારિગિરની તળેટીમાં ગરમ પાણીના કુંડ છે. વૈષ્ણવો અને શૈવોનું ધામ ગણાય છે. ટોળેટોળા નહાવા આવે છે. બારેમાસ ગરમ પાણી વહાવતા કુંડનો તો મહિમા ન થાય તો જ નવાઈ. અહીં પંડાઓનું રાજ છે. યુનિયન અને ટ્રસ્ટ જોરે તેમનો ચોકો જામી ગયો છે. આપણને ન નડે, જોકે. ઉપર ચડતાં, પથ્થરોની સુબદ્ધ ભીંતો પર બનેલો ચોતરો આવ્યો. એ પિપ્પલગુહા કહેવાય છે. મહાભારતના યુગમાં જરાસંઘ અહીંનો રાજા હતો. તેને આ સ્થળે વિશ્રામ કરવાનું ગમતું. પીપળો નથી ને ગુફા બંધ થઈ છે આજે. એ જમાનામાં બેય હશે તેથી પિપ્પલગુહા નામ પડ્યું હશે. એ વખતના મહાબળવાન રાજાને ચાલતા જ મળી લીધું અને ચાલતા જ વિદાય લીધી. વાર્તાલાપ કરવા ઊભાય ન રહ્યા. ભારતવર્ષના સાર્વભૌમ માટે આથી મોટી કરુણતા કંઈ હશે ? એ સમયમાં તેનાં નામથી ભલભલા શૂરવીરોના શ્વાસ થંભી જતા ને આજે એની બેઠક આગળ ઊભા રહેવાનીય જરૂર નથી લાગતી. સુદર્શન ચક્રનો ઘા આટલો તીખો નહીં લાગ્યો હોય. ઉપેક્ષા નાનીસૂની ઘટના નથી. ઉપર ત્રણ જિનાલયે દર્શન કર્યાં. દૂર દેશથી આવેલો દીકરો માતાને જોઈ ગદ્ગદ થાય તેવી લાગણીની વંદના કરી. જોકે, વૈભારગિરિની યાત્રા તો નિર્વાણભૂમિ તરીકે કરવાની હતી. આ ગિરિ ઉપર અગિયાર ગણધરોનાં નિર્વાણ ૭૪ થયાં છે. તેનું મંદિર એક માઈલ આગળ હતું. રસ્તો વિકટ હતો. યાત્રિકો માટે તો બંધ જ. વેરાન વગડામાંથી ઉખડબાખડ કેડી નીકળે છે. ચાલ્યા. કાંકરા વાગે ને ઝાંખરા ઘસાય. આંખોએ સ્વાર્થીભાવે ઈર્યાસમિતિનું પાલન કરવા માંડ્યું. હળવું ચઢાણ અને અટપટું ચાલવાનું હતું તેથી થાક વધારે લાગતો હતો. પૂજારી આગળ નીકળી ગયેલો. સાથેના બીજા માણસે ડાબા હાથે, ઉપરની તરફ મંદિર બતાવ્યું. રોમેરોમ આનંદ. અંતર ભાવવિભોર. ભગવાન તો ભગવાન હતા. ગણધરો તો આપણા પૂર્વજ. એમની સાથે ઘરોબો જુદો જ હોય. નકશીદાર ગોખલામાં અગિયાર પગલાની જોડ હતી. પ્રભુવીરને ઋજુવાલુકાથી પાવાપુરી સુધી ખેંચી લાવનારા આ પરમપુરુષોએ સનાતન સ્થાન સાધવાનું મહાપ્રયાણ અહીંથી કર્યું હતું. આકાશમાં તારોડિયાઓએ એમની માટે છેક સુધી કેડી રચવાનું વિચાર્યું હશે. શિસ્તબદ્ધ ગોઠવણની ચર્ચા ચાલી હશે તેમાં સમય વીત્યો હશે ને ગણધર ભગવંતો તો પંચસ્વરના સમયમાં મોક્ષે સીધાવી ગયા હશે. પોતાની મૂઢતાથી શરમાઈને મોં છૂપાવવા એ દશે દિશામાં ભાગ્યા હશે તેને લીધે આકાશ ભરચક થઈ ગયું હશે. પ્રભુનાં દર્શને ભક્તિ અને સમર્પણના ભાવ જાગે. ગણધરભગવંતોનાં દર્શને જવાબદારીની સભાનતા આવે. આપણી છદ્મસ્થતાને કાબૂમાં લેતા આવડે તો બધાં જ કામ આપણને સોંપાય. છદ્મસ્થતા નામની ઉણપની સંગાથે રહીને જ કૈવલ્ય સુધી પહોંચવાનું છે. તો એ ઉણપનો રસ નીચોવી ના લઈએ ? નિર્વાણની ભૂમિ પર છદ્મસ્થતા સાંભરતી હતી કેમ કે એ છદ્મસ્થતામાંથી જ દ્વાદશાંગીની વાચનાઓ થઈ. એ દ્વાદશાંગીમાંથી સર્વોત્તમ વિચારણાઓની સરવાણી વહી. એ વહી ન હોત તો આજે લખવાની, વિચારવાની કે વાંચવાની ઔકાત જ ન આવી હોત. નાનકડાં મંદિરનાં ગર્ભગૃહમાં બેસીને ગણધરભગવંતોની નિર્વાણની પળો યાદ કરી. એમના શિષ્યપરિવારનો ઝૂરાપો, દેવોની ભાવભરી ગર્દી, રાજામહારાજાઓનો રસાલો, સુવર્ણકમલનાં સૂનાં આસનો, સિદ્ધશિલાનો અગોચર ભૂખંડ, બધું જ મનમાં ઘૂમરાતું રહ્યું. શું કામ એમની અંતિમ દેશનાઓ નથી સચવાઈ ? શું કામ તેમનાં સ્વકાયપ્રમાણ પગલાં અને મૂર્તિ નથી જોવાં મળતાં ? સવાલો થતા હતા. વૈભારગિગિરની ટોચ પર વીંઝાતો વાયરો ગર્ભગૃહના ગુંબજમાં પછડાતો હતો
SR No.009103
Book TitleSadhu to Chalta Bhala 1
Original Sutra AuthorN/A
AuthorPrashamrativijay
PublisherPravachan Prakashan Puna
Publication Year2004
Total Pages107
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy