SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫ મકાનમાં રહ્યા. રાત આખી રોડનો ઘોંઘાટ રહ્યો. સવારે પોલીસની ઇનક્વાયરી પામીને રસ્તે પડ્યા. આ ગામમાં રહેતા લુહારે પોતાનું નવું બંધાતું ઘર રહેવા આપ્યું છે. શિખરજી હવે ખૂબ પાછળ રહી ગયું છે. મહિના પૂર્વે શિખરજી આટલું જ દૂર હતું ત્યારે ઉત્તેજના હતી. દર્શન કરવા મળશે તેનો વિશ્વાસ હતો. શિખરજી પ્રત્યે ભક્તિભાવ તો હતો જ, આજે શિખરજીનાં દર્શન કરીને વિખૂટા પડ્યા પછી ભક્તિભાવને ચિરંજીવ રૂપ મળ્યું છે. દર્શન નહીં થાય, તેવી માનસિક કબૂલાતને લીધે દિવસભર યાત્રાની પળો આંખ સામે આવ્યા કરે છે. શ્રી અનંતનાથ ભગવાનની ટૂંકનું મૂળ નામ છે, સ્વયંભૂગિરિ. ચૌદમા ભગવાનની ચૌદમી ટૂંક. શ્રી આનંદઘનજી મહારાજાએ લખ્યું છે તે તલવારની ધાર જેવી સોહિલી અન દોહિલી ટૂંક છે આ. આવતા થાકી જવાય. આવ્યા પછી પાછા જવાનું મન ન થાય. સૂરજ બરોબર મધ્ય આકાશે હતો. પડછાયા ભીંતોમાં અને તોતીંગ ચટ્ટાનોમાં છૂપાઈ ગયા હતા. બીજી ચાર ટૂંકનાં દર્શન કરીને શ્રીજલમંદિરજીની ટૂંકના રસ્તે ઉતરાણ કર્યું. શિખરજી પર વીશ ભગવાનના કલ્યાણક હોવા છતાં, વરસો પહેલા અહીં કોઈ જિનમૂર્તિ જ ના હતી. તે તે ભગવાનનાં નિર્વાણ પછી એ દરેક ટૂંક પર તે વખતના રાજાઓએ ચૌમુખ પ્રાસાદો કરાવ્યા હતા તેવા ઉલ્લેખ મળે છે. એ બધા કાળના મહાપ્રવાહમાં અલોપ થઈ ગયા. બસો વરસ પહેલા તો એવી હાલત હતી કે કલ્યાણકનાં સ્થળો પર મળતાં નહોતાં. મુર્શિદાબાદના શ્રી ખુશાલચંદ જગતશેઠે અઠ્ઠમ કરીને પદ્માવતી દેવી દ્વારા મૂળ સ્થળો મેળવ્યા. વાત એમ બની કે દેવીએ સ્વપ્નમાં સંકેત આપેલો કે જે સ્થળે જે ભગવાનનાં કલ્યાણક હશે તે સ્થળે તેટલા સાથિયા જોવા મળશે, તેને અનુસરીને શેઠ આખા ગિરિરાજ પર ફર્યા હતા. આજે તૈયાર રસ્તા છે તોય થાક લાગે છે. દૂરથી દેખાતી દેરીના ભરોસે ચાલી જવાય છે. તે સમયે રસ્તા કે દેરી કશું ન હતું. ખાંખાખોળા કરવા માટે ચારેકોર અટવાયા કરવાનું રહેતું. કલાકોના કલાકો, કદાચ દિવસોના દિવસો સુધી આ છ ગાઉની યાત્રી ચાલી હશે. ત્યારે છેક આજની વ્યવસ્થિત યાત્રાકડી ગોઠવાઈ છે. આ શેઠે પછી ઔર લાંબો વિચાર કર્યો. આખાય ગિરિરાજ પર મુખ્ય સ્થળે પગલાઓ થયાં તે સાચું, પણ દૂરદૂરથી આવનારા યાત્રિકોને પગલાની યાત્રાથી ધરવ થાય ? એમને તો અષ્ટપ્રકારની પૂજા કરવી હોય. આંગી રચવી હોય અને સ્નાત્ર ભણાવવું હોય. એ વિના તો યાત્રા તીર્થસ્પર્શના હોવા છતાં અધૂરી લાગે. એટલે તેમણે શ્રી અભિનંદન સ્વામી ભગવાનની ટૂંકની સામે પડતા ઢાળના ખોળે શિખરબંધ અને બહુસંખ્ય મૂર્તિમંડિત જિનાલય બાંધ્યું. કંઈક આકર્ષક કરવાની એમની ભાવના એટલે આખું મંદિર પાણીથી ઘેરાયેલું રાખ્યું. તે જલમંદિર તરીકે સૌને વહાલું બની ગયું. શિખરજીના સૌથી વધુ યાત્રિકો જલમંદિર આવે છે. શ્રી ચંદ્રપ્રભજીની ટૂંકે જતાં રસ્તામાં શ્રી મુનિસુવ્રતદાદાની દેરી આવે છે. ત્યાંથી જલમંદિર તરફ ઉતરવાનો એક રસ્તો છે. સૌથી પહેલી ટૂંક શ્રી ગૌતમસ્વામીજીની છે, ત્યાંથી સામે જ જલમંદિર જવાનો પહેલો રસ્તો આવે છે. ત્રીજો રસ્તો ચૌદમી ટૂંકેથી આવે છે. એને શ્રી ચંદ્રપ્રભુજીની ટૂંકવાળો રસ્તો કહી શકાય. ત્રણેય રસ્તે ઢાળ છે, ખીણમાં ઉતરવાનો રોમાંચ, પોષ અમાસ : બુરિયારડીહ જલમંદિરમાં શ્રી શામળિયા પાર્શ્વનાથનાં દર્શન કરીને શ્રી પારસનાથની ટૂંક તરફ પ્રયાણ કર્યું. રસ્તે અગિયાર ટૂંકોની ભાવભેર યાત્રા કરી. ઘણી ટૂંકો સાક્ષાત તીર્થકરોની નિર્વાણ ભૂમિ હતી. દરેક ટૂંકો પર કલાકો સુધી બેસવું હતું. તેણે કાલેણું અને તેણે સમએણે સાકાર થયેલી નિર્વાણઘટનાનું કલ્યાણતત્ત્વ સંવેદવું હતું. પણ શું થાય, સમય હવે ઓછો રહ્યો હતો. ઉતાવળથી નહીં, બલ્ક, હૃદયની અપેક્ષા કરતા ઓછા સમયમાં ચૈત્યવંદનાદિ કરીને પ્રભુ પાર્શ્વની ટૂંક સમક્ષ આવી પહોંચ્યા. શ્રીસિદ્ધાચલજીની છઠ કરીને સાત યાત્રા કરનારા બીજા દિવસની છેલ્લી યાત્રા વખતે જે પરમ સંતોષથી શ્રી આદિનાથ દાદાને જુહારે એવી જ કોઈ લાગણીથી ભીતર પ્રવેશ કર્યો. અહીં સુધી પહોંચવા માટે જંગલોના જીવલેણ મારગ પરથી ચાલ્યા હતા. દિવસના આઠનવ કલાક પણ ચાલ્યા હોઈશું. ભાંગીતૂટી ઓસરીઓ પર રાતો વીતાવી હતી. ગોચરી પાણીને બદલે ચાલવાનું ધ્યાન વધારે રાખ્યું હતું. તબિયત બગડી હતી. રીતસર ટીંચાયા હતા. તડકાએ દઝાડ્યા હતા અને વરસાદ ઝીંકાયા હતા. મગજમાં ભમતું લોહી થીજી જાય ને આંખો પર ધોળો અંધાપો આવી જાય તેવી ઠંડી વેઠી હતી. પગનાં તળિયે શબ્દશઃ ચીરા પડ્યા હતા. સતત
SR No.009103
Book TitleSadhu to Chalta Bhala 1
Original Sutra AuthorN/A
AuthorPrashamrativijay
PublisherPravachan Prakashan Puna
Publication Year2004
Total Pages107
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy