SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ४८ ગયા. સાવ બદલાઈ ગયો, મારો વીર. ઇન્દ્રમહારાજાએ સૌને શાંત કર્યા. વીર કશુંક ઉચ્ચરે છે. શરમ સીમાડ્યું સૂત્ર. આ ઘટનાને કલ્યાણક કહે છે. આ ક્ષણે ત્રણેય લોકમાં આનંદના તરંગો સર્જાયો હશે. પણ મારી લાગણીમાં ઉલ્કાપાત મચ્યો છે. મારો નાનો ભાઈ મને જ વિસારે મૂકી રહ્યો છે. રાજાની વેદના ચરમસીમાએ પહોંચી. દેવો, ઇન્દ્રો ચાલી ગયા. નગરજનો જવા માંડ્યા. એ પ્રભુ સાથે ચાલતા રહ્યા. જંગલ આવ્યું. પ્રભુએ રાજા, સમક્ષ જોયું. રાજાને આ જ ક્ષણ જોઈતી હતી. આ ક્ષણ ચિરંજીવ બને, દુનિયા આ ક્ષણ પર અટકી પડે તેવો મનોભાવ જાગ્યો. મારો ભાઈ મારી સામે જોતો હોય ને મને પૂછતો હોય તેવી મોટાઈની તમા નથી. મારી સાથે એ ઊભો હોય એટલું જ જોઈએ છે. પ્રભુએ રજા માંગી. ઘણું બોલવું હતું. અવાજ ન નીકળ્યો. ચહેરા પર વેદના ન આવે તેની કાળજી લીધી. ના પાડવાની કલ્પના નહોતી તો હા પાડવાની તૈયારી સાત જનમારેય નહોતી. અનાયાસે ચહેરો હલ્યો અને અનુમતિ સૂચિત થઈ. ભાઈએ પીઠ ફેરવી. હવે આગળ ચાલવાનું નહોતું. ભાઈ ચાલ્યો જતો હતો. ઘણું ચાલ્યાં પછી એ પાછળ જોઈને હાથ ઊંચો કરશે તેવી ધારણા હતી. ના, એવું ન બન્યું. એ ભૂમિના રસ્તે નહીં, સાધનાના રસ્તે ચાલતો હતો. વૃક્ષોની અડાબીડમાં એ અલોપ થયો. એ દેખાતો બંધ થયો તેના તીવ્ર આઘાતથી આંખો આપોઆપ મીંચાઈ હતી. બન્ને હાથે અડધો ચહેરો ઢંકાયો હતો. થોડી વારે એ આંખો ખૂલી ત્યારે એમાંથી આંસુઓનો અનરાધાર વહી આવ્યો. ત્રીસ વરસ પછી એમની જોડી તૂટી હતી. હવે સંધાન થવાની ભૂમિકા રહી નહોતી. જે વેદના પ્રભુની સામે પાડી હતી તે વેદના પ્રભુની દિશા સમક્ષ જોઈ રહેલી આંખોમાંથી અનવરત વરસતી હતી. માબાપ ચાલી ગયા ત્યારે તો ભાઈએ જ આશ્વાસન આપ્યું હતું. આજે તો આશ્વાસન આપનારેય કોઈ નહોતું. દીક્ષાકલ્યાણકની પાવન ભૂમિ સુધી ચાલતા ચાલતા આવ્યા ત્યારે શ્રી નંદીવર્ધનની લાગણીઓ સાથે જ ચાલતી હતી. દીક્ષાસ્થળે નાના મંદિરજી સમક્ષ પ્રભુની વિદાય અને રાજાની વેદના એકીસાથે અનુભવી. પોષ સુદ આઠમ : નિધોર બધું જ બદલાઈ ચૂકયું છે. દીક્ષાનો ભવ્ય વરઘોડો જે મહાનગરમાં ફરીને બહાર નીકળ્યો હતો તે મહાનગર પહાડ પરનાં જિનાલયમાં સમેટાઈ ગયું છે. ત્યાંથી દીક્ષાભૂમિ સુધીનો પાંચ કિલોમીટરનો રસ્તો વેરાન છે. વચ્ચે ઝૂંપડાય નથી. માત્ર જંગલ છે. હવેલી, ભવન, મહામાર્ગ, નગરદ્વાર કાંઈ જ નથી. બધું અતીતમાં ગરક થઈ ગયું છે. જબરદસ્ત ફરક આવી ગયો છે. છતાં એક સંભારણું હજી છે. ત્રિષષ્ટિમાં નોંધ છે કે ‘દીક્ષા સ્થળે ઉદ્યાન હતું. તેના વિશિષ્ટ વૃક્ષોનાં પાંદડાં એકબીજાને આશ્લેષ આપીને સુરીલો ધ્વનિ નીપજાવતાં હતાં. રસ્તે જનારાને આ પાંદડાનો મર્મરનાદ જાણે બેસવા આવવાનું આમંત્રણ આપતો.' (૧૦-૨૦-૧૯૫) પહાડી ઉતર્યા પછી અંદાજે દોઢ માઈલ સુધી આ મર્મર સંગીતની છાયા મળતી રહી. રસ્તો ગજબ હતો. થોડી થોડી વારે નદીના પથરાળ પટમાં કેડી ઝકે. પાણીમાં ઊંચા રહેલા શિલાખંડો પર પગ મુકીને ઊભા રહીએ તો કલકલતા પાણીથી ઘેરાઈ ગયા હોઈએ તેવું લાગે. ભલે પગ ના ભીંજાય, આંખો તો ભીંજાય જ. સામે પાર થઈને થોડું ચાલીએ ત્યાં વળી આ પાર આવવા પથ્થર વાટે પાણી કુદવાનું આવે. આમાં બન્ને કોર ઝળુંભેલા ઊંચા પહાડ જોવાનું ન બનતું. પણ કાનમાં સતત જંગલ વર્તાતું. હવા જોરમાં હતી. જંગલનાં વૃક્ષવૃક્ષને હીંચકે ઝૂલવવા નીકળી હોય તેવો એનો જુસ્સો હતો. શિયાળો હતો એટલે વૃક્ષોય લીલાધૂમ હતા. શ્રી હેમાચાર્યએ યાદ રાખીને ઉલ્લેખેલો પાંદડાનો ઘૂઘવાટ સતત સંભળાતો. વિરાટ શિલાખંડો પર દરિયાઈ પાણી અફળાય ને તેમાંથી ભરપૂર ફીણ ઉભરાઈ આવે, પાણી પળભર પાછું. જાય ને શિલાની ચટ્ટાન પરથી સરકતા ફીણના રેલા જે સરસરાટી ગ્રંજિત કરે તેને મળતું સંગીત જંગલના કણેકણમાંથી જાગતું હતું. પ્રભુ દીક્ષાસૂત્ર બોલતા હતા ત્યારે ઇન્દ્ર મહારાજાએ જનમેદનીને તો શાંત કરેલી પણ આ તરુમેદની તો ગાજતી હતી. પ્રભુનો ધીરગંભીર સુત્રઘોષ, આ મર્મરધ્વનિનાં પાર્થસંગીતમાં અદ્દભુત બન્યો હશે. - દીક્ષા કલ્યાણકના સાક્ષી હોવાનો મદ આ વૃક્ષઘટાને બારેમાસ મુખરિત રાખે છે. પોષ સુદ નોમ : ઝાઝા લછવાડ ગામથી ત્રણ માઈલની દૂરી પર પ્રભુવીરનાં કલ્યાણકનો પહાડ છે. લછવાડમાં દોઢસો વરસ જૂનું જિનાલય છે. તેનાં શિખરમાં એકસો આઠ
SR No.009103
Book TitleSadhu to Chalta Bhala 1
Original Sutra AuthorN/A
AuthorPrashamrativijay
PublisherPravachan Prakashan Puna
Publication Year2004
Total Pages107
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy