SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ હતું. એમણે ક્ષત્રિયકુંડ જોયું. તવ મતક્ષેત્રપાવન તીર્થવદ્ મુવ: || (ત્રિષષ્ટિ ૧૦૨-૧૭) પ્રભુની પધારામણી થાય તે પૂર્વે જ એ તીર્થ જેવું પાવન હતું. પ્રભુનાં પગલે તો પવિત્રતા માત્ર વધી, ખૂબ વધી. પ્રભુને ખેંચી લાવે તેવી પવિત્રતા મન ભરીને એણે ઝીલી હતી. ક્ષત્રિયકુંડની ભૂમિ એટલે મા ત્રિશલાની ભૂમિ. સીરુ| મારુ ઢારવું પથાય એ સૂત્રની જીવનભૂમિ. પજુસણમાં એ સૂત્ર સાંભળવામાંય સકલસંઘ અપરિસીમ રોમાંચ પામે છે તો અહીં તો ખરેખરો જનમ થયો હતો. ત્રણ લોકમાં આનંદની લહેર છવાઈ હતી તે અહીંથી. પ્રભુના જનમ પૂર્વે જ કેટલી બધી ઘટનાઓએ જનમ લીધો ? ક્ષત્રિયકુંડનાં મૂળસ્થળે જતી વખતે પંચઘાટીની પહાડીઓના ચડઉતરવાળા મારગ પરથી, ચારેકોર વિસ્તરેલાં જંગલ જોવાને બદલે આકાશમાં તાકવાનું વધુ ગમતું હતું. હરિનિગમૈષી દેવે આ જ આકાશના પંથે પ્રભુનું ગર્ભાપહરણ કર્યું હતું. એની ગતિ અને સ્ફાલ તો તે વખતે તદ્દન ધીમા હશે. હાથમાં પ્રભુને લઈ જતા હરિનિગમૈષીનાં સંચલનને આ આકાશે અવકાશ આપ્યો હતો. એની પ્રચંડ અને ઉદ્ધત ગતિ તો બ્રાહ્મણકુંડ આવતી વખતે ને ત્યાંથી પાછા જતી વખતે હતી. મા ત્રિશલાને ચૌદ સપનાં આવ્યાં. મા ત્રિશલાએ રાત્રિજગો કર્યો, રાજા. સિદ્ધાર્થે સ્વપ્નલક્ષણપાઠકોને બોલાવ્યા, એ લોકો આવ્યા. રૂ અને થર્વ ચૌદ સપનાની વાત સાંભળી વિમર્શ કરી એમણે અર્થઘટન કહ્યું, રાજાએ સાંભળી સ્વીકાર્યું અને પ્રતિદાન દીધું. ત્રિશલાદેવીએ રાજા દ્વારા તે અર્થઘટન સાંભળ્યું અને થર્વ સાથી કહી વધાવ્યું. ઘરમાં, રાજ્યમાં સંપત્તિ વધી તેથી બાળકનું નામ વર્ધમાન રાખવાનું નક્કી થયું, પ્રભુએ માતાને કષ્ટ ન થાય તે માટે નિશ્ચલતા ધારણ કરી, મા ત્રિશલાને પ્રચંડ આઘાત થયો, તે જાણી પ્રભુ હલ્યા, મા-બાપ જીવતાં હોય ત્યાં સુધી દીક્ષા ન લેવાનો અભિગ્રહ લીધો. રાજદાસીઓ મન્દ્ર સંવરવાળો ઉપદેશ આપતી રહી, ભરતી પૂર્વેના દરિયાઈ હિલોળાની જેમ પ્રભુજનમ પહેલાં આ બધું બન્યું. અને ચૈત્ર સુદ તેરસ આવી પહોંચી. તે કાળ અને તે સમય પણ આવી પહોંચ્યા. ધરાતલનાં સૌભાગ્ય ઉઘડ્યાં. પ્રભુ સાક્ષાત પધાર્યા. આનંદકંપ જગતભરમાં પ્રસર્યો. દિકુમારી આવી હતી. સ્નાત્રપૂજાની કડીઓ આપોઆપ સાકાર થઈ હતી : ચાર રક્ષા કરી, ચાર દીપક ધરી. અમે ધર્મશાળાની પડસાળમાં થઈને પ્રભુવીરનાં જન્મસ્થાને પહોંચ્યા. પ્રભુની શ્યામલ રંગ ધરાવતી નાજુક પ્રતિમાનાં દર્શન કર્યા ત્યારેય દિકુમારીનાં ભક્તિગાન પડઘાતા હતા : મેરુ રવિ ચંદ્ર લગે જીવજો જગપતિ. નવજાત પ્રભુને હાથમાં લેવા દિíમારીઓએ હઠ કરી હશે ? એમની પછી ઇન્દ્ર મહારાજનો વારો હતો. એ આવ્યા. મા ત્રિશલા સાંભળતા રહ્યા : હું શક્રસોહમ નામ કરશું. માં અવસ્થાપિનીમાં સર્યા. પંચરૂપે ઇન્દ્ર મહારાજા ચાલ્યા. પછીનો સ્નાત્રમહોત્સવ ક્ષત્રિયકુંડમાં ના થયો. પ્રભુ પાછા પધાર્યા ત્યારે મેરુપર્વત કંપી ચૂક્યો હતો. ત્રિશલામાતાને આ ઘટનાની ખબર કયારે મળી હશે ? ખેર, હવે દાસી પ્રિયંવદા દોડી, પાગલવેગે. અત્યાર સુધી રાજા સિદ્ધાર્થ દૂર હતા, કદાચ દાસીએ વધામણી આપી. રાજાને ચિરપ્રતીક્ષિત સમાચાર મળ્યા. સોનું વરસાવીને એ આ ભૂમિ પર આવ્યા. બાળને હાથમાં તેડી લીધો. આંખોમાં આનંદ સમાયો નહીં હોય તે ઘડીએ. કુમાર નંદીવર્ધનને મોટાભાઈનું પદ મળ્યું તેની ચર્ચાઓ ચાલી અને સમગ્ર નગરમાં મહામહોત્સવની ઘોષણા થઈ. કલ્પસૂત્ર, મહાવીર ચરિયું, પર્યુષણાનાં સ્તવનોના અક્ષરેઅક્ષર સાકાર થતા હતા આંખો સામે. સાથોસાથ વિચારોય ઉઠતા હતા. આજે એ મહાનગરનો એક અંશ પણ હાજર નથી. એ રસ્તા, એ ચતુષ્પથ, એ મહેલો અને એ આડંબર આજે નામશેષ છે. માત્ર પ્રભુનું સ્થાન અને શ્રી નંદીવર્ધન રાજાએ ભરાવેલી મનહરમૂર્તિ છે. જો કે, આટલું ઓછું છે? પ્રભુનાં સાનિધ્યમાં દોઢેક કલાક રહ્યા. અમાસી રાતના આસમાન જેવો મૂર્તિનો વાન. પ્રભુના વડીલબંધુએ લાગણી સીંચીને એ ઘડાવેલી. પ્રભુનું સાચું રૂપ આ જ મૂર્તિમાં મળે. સુકોમળ કાયામાં તેજ દીપે. આંખોમાં સૂરજ ચમકે. હાસ્યની લહરમાં વિશ્વવિજેતાનું ગૌરવ અને આત્મવિજેતાની ખુમારી. કેશજટા તો અવર્ણનીય. સ્કંધને અડકતાં કાન બીડાયેલાં કમળ જેવા. હાથ તરફ સહેજ ઢળતા ખભા અને શ્વાસવિજયી વક્ષનાં સાયુજ્યથી મુખમુદ્રાની અલૌકિક આભાને અનેરો ઉઠાવ મળે, હાથપગની આંગળી એકદમ જીવંત લાગે. જાણે હમણાં હાથ ઉચકાશે ને આપણાં શિરે મૂકાશે. ખૂબ રાહ જોઈ પણ એવાં નસીબ કયાંથી ? પરિકરના બે ચામરધારી દેવોના ચહેરા પર લોકોત્તર આનંદ, એમના અંગે
SR No.009103
Book TitleSadhu to Chalta Bhala 1
Original Sutra AuthorN/A
AuthorPrashamrativijay
PublisherPravachan Prakashan Puna
Publication Year2004
Total Pages107
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy