SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ શ્રી નકંદી તીર્થ માગશર વદ બારસ : તિલકપુર રોડ પર થોડું ચાલ્યા હોઈશું. સૂર્યોદય થઈ ગયો હતો. રસ્તો સાપની જેમ જમણી તરફ વળતો હતો. રસ્તાની સાથોસાથ ચાલતી લઘુનદી ચંપાનાલા એ જ જગ્યાએથી ડાબી તરફ વળતી હતી. એક તરફ મારગ ફંટાયો, બીજી તરફ નદી ફંટાઈ. વચ્ચેનો અવકાશ ખુલ્લો પડતો હતો. થોડે દૂર રેલ્વે બીજ દેખાતો હતો એના એક છેડે નદી અડતી હતી. બીજા છેડે રોડ આવતો હતો. દેખાવની આવી રમત ઓછી જોવા મળે. આજે ગંગાને મૂળરૂપમાં જોવાની હતી, સુલતાનગંજમાં. કલક્તાની હુબલી તો જુદી નદી છે, ભલે ગંગા તરીકે ઓળખાતી, સવારના વિહાર પછી તે ન આવી. સાંજનો વિહાર થયો, સુલતાનગંજ પાછળ રહી ગયું. તોય ગંગા ન આવી. માની જ લીધું કે ગંગા બાજુ પર રહી ગઈ. ત્યાં રસ્તો એકદમ વળ્યો. દૂરથી વળાંકમાં ગરક થતી ગાડીઓ જોઈને એમ લાગતું હતું કે ખેતરોને લીધે રસ્તો આગળ નથી ચાલ્યો. એવું નહોતું. રસ્તાને રોકીને ગંગા આડી પડી હતી એટલે રસ્તાને વાળવો પડેલો. એ વળાંક પરથી પાણી દેખાશે તેમ ધાર્યું. કાંઈ ન દેખાયું. કોરી રેતી હતી. અમદાવાદની સાબરમતી જેવી. રોડ પર ચાલતા રહીએ તો જમણા હાથે રેતાળ કાંઠો સાથે ચાલે, એવી દિશા હતી. પણ ગામ આવ્યું. ગંગાને ઝૂંપડાઓથી ઢંકાઈ જવું પડ્યું. ન્યાયગ્રંથોમાં ગંગાયાં ધોષઃ દાખલો આવે છે. રેતી પર પ્રભુનાં પગલાં પડ્યાં હતાં. સામુદ્રિક એનાથી પ્રભાવિત થયો હતો. પ્રભુને જોયા ત્યારે એને લક્ષણશાસ્ત્ર ખોટું લાગ્યું. આ જ સમયે ઇન્દ્ર મહારાજાએ આ રેતી પર ડગ ભર્યા હતાં. સામુદ્રિકને પ્રભુ માટે પ્રીતિ જાગી, ગંગા એની સાક્ષી. આજે એ ગંગા જોવી હતી. રેતીના ટીંબા સુધી પહોંચ્યા ત્યાં સુધી પાણી નહોતું. ટીંબાની ઉપર પહોંચ્યા પછી અવાચક, માટી રેતની ભેખડથી માંડ આઠ દસ ફૂટ નીચે દરિયાનાં ઘમસાણ લઈને પાણી ભાગતાં હતાં. કાંઠે બાંધેલી નાવના તળિયે એની થપાટો વાગતી તેનો તમાચો ગાલસમાણો સંભળાતો હતો. પાણી ઊંડાં હતાં તે અનુભવવિહોણી આંખે પણ સમજાતું હતું. ત્રિષષ્ટિ, દિગ્વિજય, ગંગાલહરીનાં વર્ણનો વાંચ્યાં છે. એમાં અતિશયોક્તિ જ છે, તેમ લાગતું હતું. આજે ગંગાને જોયા બાદ લાગ્યું કે એ વર્ણનોમાં ગંગા સમાઈ ન શકે. પડછાયામાં આખા આકાશને ઝીલીને એ ખળભળાવતી હતી. કિનારા તો મુઢ લાગે, સામો કિનારો તો ખંભાતના અખાતની જેમ એક રેખા જેવો જરી તરી દેખાતો હતો. પાણીનો ઘુઘવાટ, લોખંડી છાપરા પર ઝીંકાતા તોફાની વરસાદની જેમ કાને પડતો હતો. સાગર પર ચઢાઈ કરવાની હોય તેવા જુસ્સાથી એની વિશાળ સેના ઉપડી હતી. તેનાં તોફાની જળને કોઈની પરવા નહોતી. વચ્ચે પહાડ આવે તો એનેય ફોડી નાંખે. પ્રભુવીર આ નદીને પાર કરવા નાવમાં બેસેલા. આ નદી ભગવાનનેય આડી આવી. એનો દમામ જ જુદો છે. કંબલ શંબલે પ્રભુની નાવ તારી, તે ગંગાનાં નીરમાં. આ જ આકર્ષણથી ગંગાને જોયા કરી. ભગવાન ભક્તોને તારે તે નિયમ ગંગાએ બદલ્યો. બડી માથાભારે નદી. માગસર વદ ચૌદસ : ગંગટા મોડ બિહારના શિયાળામાં ડામરિયો રસ્તો કાળા બરફના અખૂટ ચીલા જેવો લાગતો હતો. ટાઢોડું નામનું ગાડું એના પર ગબડ્યા કરતું હતું. આસમાન થીજતું હતું. ઉનાળામાં છાંયડો ને ચોમાસામાં ઓછાડ ધરનાર વૃક્ષો, શિયાળામાં કોઈને સહાય નથી કરી શકાતી તેના રંજથી ટૂંઠવાતાં હતાં. ખેતરોમાં છોડવાઓ એકબીજાને હૂંફ દેવા નાજુક ડોક ઝૂકાવતા હતા. રસ્તા પર તાપણાનો તડફડ અવાજ સાંભળી ઠંડીને ઔર ખુન્નસ ચડતું હતું. પંખીઓના કલરવમાં સોપો પડી ગયો હતો. વરસભર સૂરજની ઈર્ષામાં દાઝતા તારલાઓ ગેલમાં આવી મોં ચમકાવતા હતા. સાંજ વહેલી ઢળતી હતી. વૃંદાવન નામનાં ગામડાની સૂરજ આભના છેવાડે હતો ત્યારે ગંગાના પટ પર પગલાં માંડ્યાં. આ
SR No.009103
Book TitleSadhu to Chalta Bhala 1
Original Sutra AuthorN/A
AuthorPrashamrativijay
PublisherPravachan Prakashan Puna
Publication Year2004
Total Pages107
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy