SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ sabada\2nd proof ૪૪ ૪૫ મનને એકાગ્ર ક્રવા ધર્મ બહુ ઉપયોગી છે એકાગ્રતાથી વિચારશક્તિ મજબૂત બને છે એકાગ્રતા મનની શક્તિને વધારનારો ગુણ છે. માણસનું મન આમેય નબળું છે અને આકર્ષણ મનને વધુ નબળું બનાવે છે. મન ધા જેવું છે અને વિચારો હવા જેવા છે. વિચારોની હવા મનના ધર્મને ફંગોળીને અસ્થિર કરે છે. મંદિરના શિખર પર ધ્વજા અને ધ્વજાદંડ બન્ને હોય છે. પવન ધ્વજાને ફંગોળી શકે છે, ધ્વજાદંડને નહીં. કારણકે ધ્વજાદંડ સ્થિર અને મજબૂત છે. મન ધ્વજા જેવું નિર્બળ હોય તો વિચારો તેને અસ્થિર કરી શકે છે. મન જો ધ્વજાદંડ જેવું મજબૂત અને બદ્ધમૂળ હોય તો વિચારોનું વાવાઝોડું પણ તેને કાંઈ ન કરી શકે, એકાગ્રતા મનની મજબૂતી છે. આકર્ષણ મનની નબળાઈ છે. જે વિચાર સાથે આકર્ષણ જોડાય તે વિચાર બીજા સો વિચારને જન્મ આપે છે. પદાર્થોની દુનિયા અસીમ છે. અને આકર્ષણ આગ જેવું છે. તૃણાની આગને પદાર્થો દ્વારા શાંત કરી શકાતી નથી. વિચારોની આ શૃંખલા અટકાવવા આકર્ષણથી વિરુદ્ધ સમજણના વિચારો કરવા જોઈએ. સાચી સમજણથી આકર્ષણ ઘટે છે. આકર્ષણ ઘટે તો મન એકાગ્ર બને. આકર્ષણ વાળો નાનો પણ વિચાર કેન્સરના જીવાણુ જેવો છે. પ્રતિકારક શક્તિ નબળી પડતા સવાર થઈ જાય છે. એકાગ્રતાવાળો નાનો પણ વિચાર રાઈના દાણા જેવો છે. મનને એકાગ્ર બનાવવા ધર્મ ખૂબ સહાયક બને. ધર્મ, વિચારોના બોજને હલકો કરવાની કળા શીખવે છે. ધર્મ ભરપૂર પોઝિટીવ થીંકિગ આપે છે. વિચારોની સામે લડવાથી શક્તિનો વ્યય થાય છે. વિચારોના વાવાઝોડા સામે અડોલ રહેવાથી આપણી શક્તિ અકબંધ રહે છે. આ ટેકનિક એકાગ્રતાથી સાધી શકાય છે. માણસને મળેલી અદ્ભુત શક્તિઓમાં વિચારશક્તિ શ્રેષ્ઠ છે. ભાવનાઓને આકાર આપીને શબ્દોમાં અભિવ્યક્ત કરવાની અજોડ શક્તિ માણસના મગજમાં છે. માણસનું મગજ કૉપ્યુટર જેવું છે. જે ડેટા ભર્યો હોય તે મુજબના પ્રોગ્રામથી એ ચાલે છે. ડેટા એન્ટ્રી ખોટી થઈ હોય તો ચિત્ર ખોટું આવશે. ચિત્તમાં ખોટા સંસ્કારો સ્થિર થયા હશે તો વિચારો ખરાબ આવશે. સારા સંસ્કારો સ્થિર થયા હશે તો વિચાર સારા આવશે. સારા વિચારો દ્વારા વિચારશક્તિનું નિયંત્રણ થઈ શકે છે. નિયંત્રણ દ્વારા એકાગ્રતા આવે છે. એ એકાગ્રતાથી વિચારોના માલિક બની શકાય છે. વિચાર શક્તિના નિમંત્રણ માટે ત્રણ સૂત્રો છે. પહેલુંએક સમયે એક જ વિચાર કરવો. એક સાથે ઘણા બધા વિચારોને મહત્ત્વ આપવાથી વિચારોનો બોજ વધી જાય છે. નિર્ણય સુધી પહોંચી શકાતું નથી. બીજું - નક્કી કરતાં પહેલાં વિચાર કરવો. મોટા ભાગના માણસો નિર્ણય થઈ ગયા પછી વિચારવાની શરૂઆત કરે છે. તેને કારણે વિચારો એક જ દિશામાં જાય છે. ત્રીજું - વિચારના મૂળને શોધો. પરિણામ વિષે અજ્ઞાત રહેવાથી નિર્ણયો ગલત થાય છે. વિચાર કલ્પનાનો સહારો લઈને વાસ્તવિકતાથી દૂર લઈ જાય છે. તેવું ન બને તે માટે વિચારોના મૂળને શોધવાનો અભ્યાસ કરવો જોઈએ. વિચારો દ્વારા વિચારોને પકડવાની આ પ્રેક્ટિસ નકામા વિચારોથી દૂર થવામાં બહુ જ ઉપકારી છે. વિચારોમાં એકાગ્રતા ભળે છે ત્યારે વિચારોની તાકાત વધી જાય છે. બિલોરી કાચમાંથી કેન્દ્રિત થયેલા પ્રકાશ કિરણોની દાહકશક્તિ અનેક ગણી વધી જાય છે. વાંચન, વિચારશક્તિના ઘડતર માટે ઉપયોગી પરિબળ છે.
SR No.009100
Book TitleShabde Shabde Shata
Original Sutra AuthorN/A
AuthorVairagyarativijay
PublisherPravachan Prakashan Puna
Publication Year2006
Total Pages48
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy