SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ 39 વિનયના સહારે વિચારને જીતી શકાય છે જીવનને ચલાવતી ત્રણ શક્તિ છે. મનની, વચનની, કાયાની. મુખ્ય શક્તિ મનની છે. મનની શક્તિ નદીના પ્રવાહ જેવી છે. નદીનાં પાણીને ખેતર સુધી પહોંચાડવા નહેર કરવી પડે છે. મનના વિચારોને સારા માર્ગે વાળવા મહેનત કરવી પડે છે. વાણીની અને વર્તનની શક્તિ કરતાં વિચારની શક્તિ અનેક ગણી છે. વાણી અને વર્તન વિચારના આધારે જ ઘડાય છે. વિચારને કાબૂમાં લેવા કોઈ બાહ્ય પરિબળ ઉપયોગી નથી બનતું. વિનયના સહારે વિચારને જીતી શકાય. આપણી વિચારધારાનું ગુરુની વિચારધારામાં વિલીનીકરણ કરવાથી વિનય પ્રગટ છે. વિચારો સાથે જોડાયેલા અહંની બાદબાકી કરવાથી તેનું જોર નબળું પડી જાય છે. વિચારોની ભાવધારામાં આદર્શભૂત પ્રેરણામૂર્તિને ગોઠવી દો, વિચારો આપોઆપ બદલાશે. મનને વધુમાં વધુ સમય સારાં, શ્રેષ્ઠ ધાર્મિક વાતાવરણ વચ્ચે રાખો. તમારો આંતરિક સમય જેની સાથે વધુ વીતે છે તે તમારી ભાવધારા બની જાય છે. આજે જે તમારી ભાવધારા છે કાલે તે તમારું ભવિષ્ય બનવાનું છે. ભાવધારામાં સંસાર હશે તો તમારું ભવિષ્ય સંસાર છે. ભાવધારામાં પરમાત્મા હશે તો તમારું ભવિષ્ય પરમાત્મપદ છે. ઉત્તમ ભાવધારાનું નિર્માણ કરવા ઉત્તમ આદર્શોની વચ્ચે વધુ ને વધુ સમય વીતાવો. આ સમય દરમ્યાન આદર્શોને મન સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખો. લક્ષ્યની સ્પષ્ટતા અને પ્રયત્નોમાં નિરંતરતા સફળતાના પાયા છે. -39~ sabada\2nd proof ૩૮ સમયનું સમાયોજન શાંતિને નજર સામે રાખીને રો ગરીબ કે શ્રીમંત, બુદ્ધિશાળી અને મૂરખ, સાધુ કે સંસારી તમામ જનને ચોવીસ કલાક એક સરખા મળે છે. સંપત્તિની બાબતમાં ભેદભાવ જોવા મળે છે. સમયની બાબતમાં ભેદભાવ નથી. આજના માનવી પાસે સમય નથી. મેનેજમેંટ ગુરુઓ આ વાક્યને ખોટું ગણાવે છે. માનવી પાસે સમય છે પણ સમયનું મેનેજમેંટ નથી. માણસને જે કામ કરવાની ઇચ્છા ન હોય તે માટે સમય નથી એવું બહાનું કાઢે છે. જે કામ ગમતું હોય તે માટે આપોઆપ સમય નીકળે છે. સમય ઓછો હોય ત્યારે સહુથી પહેલા જેની પર કાપ મૂકાય તે કામ આપણને ઓછું ગમે છે તેમ કહી શકાય. માણસના ૨૪ કલાકમાંથી ૨૨ કલાક વિવિધ ઉત્પાદક કાર્યોમાં વીતે છે. વધારાના બે કલાક રોજ ધારે તો સારાં કામ માટે કાઢી શકે છે. સફળ માણસો આ બે કલાકનો સાચો ઉપયોગ કરી જાણે છે. જ્યારે બીજા માણસો સૂતાં હોય ત્યારે સફળ માણસો આગળ વધતા હોય છે. આયોજન સમયનું નથી કરવાનું, કાર્યોનું કરવાનું છે. જે કાર્ય દ્વારા શાંતિ મળે તેને સહુથી મહત્ત્વનાં ગણવા તેવું રિલિજિયસ ટાઈમ મેનેજમેંટ કહે છે. ધર્મના સમયને મહત્ત્વનો ગણી સંસારના સમયનું આયોજન કરવું. લોકો સંસારના સમયને અકબંધ રાખી ફાજલ સમયમાં ધર્મ કરે છે. ફાજલ ગણીને કરેલો ધર્મ શાંતિ આપવાને બદલે અવ્યવસ્થા ઊભી કરે છે. સમયનું સમાયોજન શિસ્ત, સમર્પણ અને સજ્જતા માંગે છે. *?? -
SR No.009100
Book TitleShabde Shabde Shata
Original Sutra AuthorN/A
AuthorVairagyarativijay
PublisherPravachan Prakashan Puna
Publication Year2006
Total Pages48
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy