SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ sabada\2nd proof ૨૯ ૩૦ સારી વાત આચરણમાં આવે તો સારપ દૂર નથી શ્વાસ ક્રતા વિશેષ હોય તે વિશ્વાસ સંસારમાં ધર્મ પામવાની તક વારંવાર નથી મળતી. ધર્મની સમજણ અતિ દુર્લભ છે. માનવ જન્મમાં મળેલા સંયોગોએ આપણને સમજણના શિખર સુધી પહોંચાડ્યા છે. નિમિત્તોનાં વાવાઝોડા વચ્ચે આ શિખર પર લાંબો સમય સ્થિર રહેવું, શક્ય નથી. એક બાજુ પતનની ખીણ છે, બીજી બાજુ પરમાત્માનું અનંત આકાશ છે. માનવ પાસે ત્રીજી પસંદગી નથી, પરમાત્મા અનંત સુખના આકાશમાં આવવાનું આમંત્રણ આપે છે. પણ માણસ પાસે સાહસ નથી. તેને ભય છે આધારરહિત બની જવાનો. પરમાત્માનું આકાશ દુનિયાના આકાશ કરતા જુદું છે, એવો વિશ્વાસ નથી. જ્યાં વિશ્વાસ નથી ત્યાં જ ભય પેદા થાય છે. પરમાત્મા પર વિશ્વાસ જન્મતો નથી, તેનું કારણે ભૌતિકતાનું આકર્ષણ છે. પદાર્થનો પ્રેમ પરમાત્મા પર વિશ્વાસ જનમવા ન દે. પ્રેમમાં સાગર જેટલું ઊંડાણ અને એટલી જ ગંભીરતા આવે ત્યારે વિશ્વાસ જન્મે. જે શ્વાસ કરતા પણ વિશેષ હોય તેને વિશ્વાસ કહેવાય. પ્રેમ પાણી જેવો છે. વિશ્વાસ શ્વાસ જેવો છે. પાણી વિના જીવી શકાય પણ શ્વાસ વિના જીવી ન શકાય, સંસારનો પ્રેમ ગમે તેટલો મજબૂત હોય પણ પરમાત્મા પર વિશ્વાસ હોય તો કલ્યાણ નિશ્ચિત છે. પ્રેમમાં આકર્ષણ હોય, વિશ્વાસમાં સમર્પણ હોય. મારાં જીવન કરતાં પરમાત્મા વધારે મહત્વના છે. આ પ્રતીતિ વિશ્વાસ છે. માણસ સુખની શોધમાં છે પણ સરનામું ભૂલી ગયો છે. સરનામાં વિનાની ટપાલની જેમ જગતમાં આમથી તેમ ભટક્યા કરે છે. સુખનું સાચું સરનામું પરમાત્મા છે. પરમાત્મા મળે છે, અપેક્ષા વિનાના પ્રેમથી. આવો પ્રેમ કરતા ધર્મ શીખવે છે. વિશ્વાસ, ધર્મની પાત્રતાનું પ્રથમ પગથિયું છે. જ્યાં સુધી સંસાર ઉપર વિશ્વાસ છે ત્યાં સુધી ધર્મ ઉપર વિશ્વાસ જનમતો નથી. ધર્મ ઉપર વિશ્વાસ હોય તેને સંસાર ઉપર વિશ્વાસ હોય તે શક્ય નથી. બાદશાહ અકબરે કવિ ગંગને પાદપૂર્તિ માટે કાવ્યની પંક્તિ આપી. સો મણ રે ૩/કવરી, ગંગે જવાબ આપ્યો, ‘નિસ ર જે વિશ્વાસ નહિ, सो आस करे अकबर की.' અકબર આપણા સંસારનું પ્રતીક છે. ધર્મની ક્રિયા અને ધર્મનો વિશ્વાસ આ બન્નેનો સમન્વય થાય તો પરમાત્મા બનવાની પાત્રતાનું અવતરણ થાય. ધર્મની ઇચ્છાથી ધર્મક્રિયા જન્મે તો ધર્મની જિજ્ઞાસાથી ધર્મનો વિશ્વાસ જન્મે. નાના બાળકને જેમ જગત વિશે અપાર જિજ્ઞાસા હોય છે એવી જિજ્ઞાસા દરેક સાધકમાં હોવી ઘટે. જિજ્ઞાસા વિનાનો સાધક ઉદ્વેગ પામે છે. જિજ્ઞાસા એટલે સાંભળેલી વાત જીવનમાં ઉતારવાની ઇચ્છા. સારી વાત જ્યાં સુધી આચરણમાં ન આવે ત્યાં સુધી અજંપો રહેવો જોઈએ. આ અજંપો જ સારા માણસ બનવાની અને સારા માણસ હોવાની નિશાની છે. Re~
SR No.009100
Book TitleShabde Shabde Shata
Original Sutra AuthorN/A
AuthorVairagyarativijay
PublisherPravachan Prakashan Puna
Publication Year2006
Total Pages48
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy