SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ આ નગરમાં ઘરોની શ્રેણિ શોભાયમાન છે. એ ઘરો સમગ્ર સમૃદ્ધિને લીધે પ્રખ્યાત છે, પૃથ્વીના મુગટ જેવા ભવ્ય છે, પ્રકૃષ્ટ વિદ્યાની ભૂમિ છે, દુઃખ અને ચિન્તાથી પર છે. આસમાનની છત તેમનાં શિરે શોભે છે. ૬ ૧. આ નગરીમાં રડવાનો ઝેરીલો અવાજ આવતો નથી (રાવણ નથી, માટે આ નગરી લંકા કરતા સુંદર છે, આ નગરીમાં રહેનારી રામાઓને સ્ત્રીઓને વનવાસ મળતો નથી (રામને વનવાસ નથી) માટે આ નગરીએ અયોધ્યાને જીતી લીધી છે, આ નગરીના દરવાજા ભવ્ય છે અને આ નગરી ઉજ્વળ છે (કૃષ્ણ નથી, માટે આ નગરીએ દ્વારકાને જીતી લીધી છે. આમ આ નગરીએ ત્રણ મહાનગરને હરાવ્યા છે. ૬ ૨. બગીચામાં સુગંધ અને સુંદરતા ધરાવતું ગુલાબ રહે, તારાઓની વચ્ચે સફેદ રંગે ઝળહળતો શુક્ર રહે, પૂનમની ગોદમાં સ્વચ્છ ચાંદની રેલાવતો ચંદ્ર રહે તે રીતે આ નગરીમાં પ્રભાવશાળી અને પુણ્યવાનું એવા માણિક્યસિંહ નામના શ્રેષ્ઠી વસે છે. ૬૩. શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૧
SR No.009095
Book TitleManibhadrakavyam
Original Sutra AuthorN/A
AuthorPrashamrativijay
PublisherPravachan Prakashan Puna
Publication Year2008
Total Pages209
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Literature
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy