SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ એનાં દંતશૂળના અગ્રભાગ પર સોનું મઢેલું હતું. એ દંતશૂળ વૃક્ષોને અને પર્વતોને ઉખાડી નાંખવાનું સામર્થ્ય ધરાવતા હતા. દંતશૂળ લાંબા હોવાથી ધારદાર તલવાર જેવા દેખાતા હતા. આ દંતશૂળ જાણે સઘળી આપત્તિઓને ઉખેડી નાખવા ઉત્સુક બન્યા હતા. ૬૧. એ પૂંછડીને બેફામ ઉછાળતો હતો. પોતાની સ્વતંત્રતા, પોતાનું બળ, પોતાની વિજયશક્તિની જાહેરાત એ પુચ્છનાં નર્તન દ્વારા કરી રહ્યો હતો. એને ચાર પગ હતા. કયારેક કેવળ ત્રણ ૫૨ જ ઊભો રહીને, તે આરામ કરતો હતો. તે આ રીતે પોતાના પગ બદલતો રહેતો હતો. ૬૨. તીર્થંકરની માતાઓ જે ચૌદ સપના જુએ છે તેમાંનું પ્રથમ સપનું જાણે પૃથ્વીપર સાક્ષાત્ અવતરણ પામ્યું હોય તેવો આ હસ્તિરાજ શોભતો હતો. આ હસ્તિરાજ જાણે મંગલઘટનાની યશગાથા ગાવા આવ્યો હતો. આવા ગજરાજને સૂરિવરે જોયો. આ હાથીના ખભા પર સૂર્ય જેવા તેજસ્વી દેવને સૂરિજીએ જોયો અને તેને ‘ધર્મલાભ’ આપ્યા. ૬૩. શ્રીમાણિભદ્રમહાકાવ્યમ્ ૯ ૧૫૧
SR No.009095
Book TitleManibhadrakavyam
Original Sutra AuthorN/A
AuthorPrashamrativijay
PublisherPravachan Prakashan Puna
Publication Year2008
Total Pages209
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Literature
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy