SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ મૂર્તિ જો જડ હોવાને લીધે મનને આનંદ આપતી નથી તો વાંસળી અને વીણા પણ જડ છે, તેમાંથી કોયલનો પંચમસૂર કેવી રીતે નીકળે છે ? ૧૩. તું સુંદરમૂર્તિનાં દર્શન કરવાનો આનંદ લે. જિનાલયમાં પૂજા કરવાનું શરૂ કર. તું આટલું કરીશ તો ભગવાનું અનહદ કૃપા કરીને તને અઢળક શાંતિ આપશે. ૧૪. ગુરુ બોલ્યા તેમાં હૃદયને આનંદિત કરવાનું સામર્થ્ય હતું, પાપનું નિવારણ કરવાની શક્તિ હતી, ચારિત્રાની પ્રેરણા હતી, સંશયને દૂર કરવાની ક્ષમતા હતી. ઉત્તમગુણોને ધારણ કરનારા ગુરુભગવંતની વાણી દ્વારા શ્રેષ્ઠીનું અજ્ઞાન દૂર થયું. તેણે ગુરુભગવંતમાં અખૂટ શ્રદ્ધા બાંધી લીધી. ૧૫. હું જો મારા મનની વાત જણાવીશ તો મારા સંશય દૂર થઈ જશે આવો વિચાર કરીને તેમણે જગતના શ્રેષ્ઠ મહાપુરુષને પોતાની વાત જણાવી. ૧૬. ગુરુભગવંતોએ અને સંઘમહાજને આશ્ચર્યથી વિશાળ બનેલી આંખો સાથે તેમના અવાજને સાંભળ્યો અને આ ગંભીર ધ્વનિ સમુદ્રના ઘોષ જેવો છે તેની સરખામણી કરી. ૧૭. શ્રેષ્ઠીએ કહ્યું :-આપ મધુર વચનોને લીધે સહજ વાત્સલ્યમયી માતા જેવા જ છો. આપ પુણ્યનો અવતાર છો. આપ મારા અપરાધી હોઠોની રમતને સહન કરી લેવા કૃપાવંત થશોજી. ૧૮. શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૬ ૧૦૧
SR No.009095
Book TitleManibhadrakavyam
Original Sutra AuthorN/A
AuthorPrashamrativijay
PublisherPravachan Prakashan Puna
Publication Year2008
Total Pages209
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Literature
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy