________________
જરૂર વિના ખાવું અને જરૂર વગરનું ખાવું એ શરીર બગાડનારા પરિબળો છે.
જરૂર વિના વિચારો કરવા
અને જરૂર વગરના વિચારો કરવા એ મન બગાડનારા પરિબળો છે.
એક ડગલું આગળ... જરૂર વિના કષાયો કરવા
અને જરૂર વગરના કષાયો કરવા
શરીરનાં બળ કરતા બુદ્ધિનું બળ ચઢે. બુદ્ધિનાં બળ કરતા મનનું બળ ચઢે. મનનાં બળ કરતા સંકલ્પનું બળ ચઢે સંકલ્પના બળ કરતા શ્રદ્ધાનું બળ ચઢે શ્રદ્ધાનાં બળ કરતા આત્માનું બળ ચઢે આત્માનાં બળને જન્માવવાની અને વધારવાની એકમાત્ર તાકાત “સમર્પણ'માં છે.
ભગવાનનું સમર્પણ. ભગવાનની વાતોનું સમર્પણ. ભગવાનના ભક્તનું સમર્પણ.
આત્માને બગાડનારા
પરિબળો છે....
ક ૧૯s
બળ દ્વારા અન્યના શરીરને
જીતી શકાય કળ દ્વારા અન્યના મનને
જીતી શકાય. પણ દિલને ન જીતી શકાય અન્યના દિલને જીતવાની ચાવી છે
સદ્ભાવ. સદ્ભાવનું જળ એવું છે જેનાથી હૈયાની ભલભલી આગને શાંત
કરી શકાય.
પથ્થરમાંથી મૂર્તિ બનાવવા તેને
ઘડવો પડે છે. માટીમાંથી ઘડો બનાવવા તેને ઘડવો પડે છે. ઉકરડામાંથી બગીચો બનાવવા
તેને સમારવો પડે છે. અશાંત મનને શાંત બનાવવા તેને ઘડવું અને સમારવું પડે છે.
મન વિચારોથી ઘડાય છે.
મન સંસ્કારોથી ઘડાય છે. વિચારો શ્રવણથી પ્રાપ્ત થાય છે. સંસ્કાર, ક્રિયા દ્વારા પ્રાપ્ત થાય છે.
ક ૧૮૪
=
૨/૪