________________
પ્રવેશ...
-શ્રુતપ્રેમી
ડૉ. દીપકભાઈ કામદાર શ્રીમતી હીનાબેન કામદાર રોહિત જિનલ નાગપુર
નિશ્ચયની ગહન યાત્રા. જ્ઞાનયોગનો અનુભૂતિખંડ. દેહભાવથી નિર્લેપ થનારો વિચારપથ. અધરું અને ઊંચું છે આ બધું.
સાધારણ કક્ષાનો ધર્માત્મા ન સમજી શકે તેવી આ ચિંતનધારા છે. પદ એટલે પગલું. વિરાટનું એક પગલું આસમાનને આંબે. અહીં આઠ પગલાં છે. પ્રત્યેક પગલાની પાછળ પાછળ ચાલવાનો પ્રયાસ કર્યો છે. અષ્ટપદીનો નિગૂઢ રહસ્યાર્થ સાધકને જ સમજાય. આ અષ્ટપદીને સારા સંગીતકારના કંઠે ગવાતી સાંભળીને જે ભાવો જાગ્યા તે આલેખ્યા છે. અષ્ટપદીનો પરમાર્થ આઠહજાર પાનામાંય સમાય તેમ નથી. કેવળ ૮૦ પાનાની પુસ્તિકામાં શું સમાય ? છતાં દંતકથાનુસાર શ્રીઆનંદઘનજી મહારાજા અને શ્રીસુ સજી મહારાજાની મિલનકથાની આ રચનાને ભક્તિભાવે શબ્દોથી પારખવાનો પ્રયત્ન કર્યો છે.
મારી સંયમસાધના અને સાહિત્યસાધના પર જેમનો અનહદ ઉપકાર છે, વાચક જસ-ની લગની જેમના થકી લાગી છે તેવા પરમશાસનપ્રભાવક પૂજયપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયકીર્તિયશસૂરીશ્વરજી મહારાજાને આ આસ્વાદનું અર્પણ. ફાગણ સુદ ૬ | વિ.સં. ૨૦૬૫
પ્રશમરતિવિજય અમરાવતી