SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ रात्रिर्गमिष्यति भविष्यति सुप्रभातं भास्वानुदेष्यति हसिष्यति पंकजश्रीः। इत्थं विचिन्तयति कोषगते द्विरेफे हा हन्त हन्त नलिनी गज उज्जहार॥ [સાંજ પડ્યે કમળનું પુષ્પ બીડાઈ જતાં રસનો લોભી ભમરો અંદર કેદ થઈ જાય છે અને વિચાર કરે છે કે રાત પૂરી થઈ જશે, સુંદર સવાર પડશે, સૂર્ય ઊગશે, કમળ હસતું હસતું ખીલશે પણ અરેરે, ત્યાં હાથી આવીને કમળને ઉખાડી ફેંકી દે છે. આ શ્લોકનો ભાવાર્થ એવો છે કે આપણાં સપનાઓ અને જીવનની કડવી વાસ્તવિકતા તદ્દન જુદા હોય એવું પણ બને છે.] लभेत सिकतासु तैलमपि यत्नतः पीडयन् पिबेच्च मृगतृष्णिकासु सलिलं पिपासार्दितः। कदाचिदपि पर्यटन् शशविषाणमासादयेत् न तु प्रतिनिविष्टमूर्खजनचित्तमाराधयेत्॥ [ખૂબ મહેનત કરીએ તો કદાચ રેતીમાંથી તેલ કાઢી શકાય. શક્ય છે કે તરસ્યો મુસાફર મૃગજળનું પાણી પી શકે, કદાચ ફરતાં ફરતાં કોઈ સસલાને માથે શિંગડાં ઊગેલા જોવા મળે પરંતુ ગમે તે કરવા છતાં મૂરખ માણસને ખુશ ન કરી શકાય.] लालयेत् पंचवर्षाणि दशवर्षाणि ताडयेत्। प्राप्ते तु षोडशे वर्षे पुत्रे मित्रवदाचरेत्॥ [સંતાન પ્રથમ પાંચ વર્ષ સુધી લાડકોડનું અધિકારી ગણાય તેને તેની ભૂલની કોઈ સજા ન હોય. પછીના દશ વર્ષ સુધી તેને નિયમપાલનનું મહત્વ સમજાવવું રહે છે અને તેનું ખોટું વર્તન સજાપાત્ર બને છે. પણ સંતાન જ્યારે સોળ વર્ષનું થાય ત્યારે મા-બાપે તેને મિત્રનો દરજ્જો આપવો જોઈએ.] लोभाविष्टो नरो वित्तम् वीक्ष्यते न तु संकटम्। दुग्धं पश्यति मार्जारी न तथा लगुडाहतिम्॥
SR No.009085
Book TitleDadini Prasadi
Original Sutra AuthorN/A
AuthorMavjibhai Mumbaiwala
PublisherMavjibhai Mumbaiwala
Publication Year
Total Pages73
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy