SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ दुर्जनः परिहर्तव्यः विद्यया अलङ्कृतोऽपि सन् । मणिना भूषितः सर्पः किम् असौ न भयङ्करः॥ [દુર્જન માણસ પાસે વિદ્યા ને જ્ઞાનનો ભંડાર હોય તો પણ તેનાથી દૂર રહેવું. નાગની ફેણ પર મણિ હોય એટલે તે કંઈ ઓછો ભયંકર થઈ જતો નથી.] दुर्जनः प्रियवादीति नैतद्विश्वासकारणम्। मधु तिष्ठति जिव्हाग्रे हृदये तु हलाहलम्॥ [દુર્જન માણસ મીઠી મીઠી વાત કરે એટલે તેનાપર ભરોસો મૂકી ન દેવાય કેમકે તેની જીભ પર ભલે મધ પાથરેલું હોય પણ તેના દિલમાં નકરું ઝેર જ ભરેલું હોય છે.] दुर्जनस्य च सर्पस्य वरं सर्पो न दुर्जनः । सर्पो दशति कालेन दुर्जनस् तु पदे पदे ॥ [દુર્જન અને સર્પ એ બન્નેમાં સર્પ વધુ સારો કેમકે સર્પ તો ક્યારેક દંશ આપે પણ દુર્જન ડગલે પગલે ડંખ્યા જ કરે.] दुर्जनेन समं सख्यं द्वेषञ्चापि न कारयेत्। उष्णो दहति चाङ्गारः शीतः कृष्णायते करम्॥ [દુર્જનો સાથે દોસ્તી કે દુશ્મની કંઈ ન કરાય. કોલસો ગરમ થાય તો હાથ દઝાડે અને ઠંડો થાય તો હાથ કાળા કરે.] दुर्बलस्य बलं राजा बालानां रोदनं बलम् । बलं मूर्खस्य मौनित्वं, चौराणाम् अनृतम् बलम्॥ [દુબળા માણસનું બળ રાજા છે. બાળકોનું બળ રૂદન છે. મુર્ખ માણસનું બળ મૌન છે અને જુઠાણું ચોરનું બળ છે.] 36
SR No.009085
Book TitleDadini Prasadi
Original Sutra AuthorN/A
AuthorMavjibhai Mumbaiwala
PublisherMavjibhai Mumbaiwala
Publication Year
Total Pages73
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy