SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ घटं भिन्द्यात् पटं छिन्द्यात् कुर्याद्रासभरोहणम्। येन केन प्रकारेण प्रसिद्धः पुरुषो भवेत्॥ [ઘરના વાસણ ફોડીને, પોતે પહેરેલા કપડાં ફાડીને, ગધેડા ઉપર સવારી કરીને કે એક યા બીજી કોઈ રીતે (પ્રસિદ્ધિ ભૂખ્યા) માણસો પ્રસિદ્ધિ મેળવે છે જ.] घृष्टं घृष्टं पुनरपि पुनश्चन्दनं चारुगन्धम्। छिन्नं छिन्नं पुनरपि पुनः स्वादु चैवेक्षुकाण्डम्। दग्धं दग्धं पुनरपि पुनः काञ्चनं कान्तवर्णम्। प्राणान्तेऽपि हि प्रकृतिविकृतिर्जायते नोत्तमानाम्॥ [ચંદનને ગમે તેટલી વાર ઘસો પણ તે દરેક વખતે મનોહર સુગંધ જ આપશે. શેરડીમાં ગમે તેટલાં કાપા મૂકો પણ દરેક વખતે તેનો રસ મીઠો ને મીઠો જ રહેશે, સોનાને ચાહે તેટલી વાર તપાવો પણ તેનો સોનેરી રંગ ઝાંખો પડશે નહિ. જે ઉત્તમ પ્રકૃતિ ધરાવતા હોય તેઓ મરી જાય પણ કદી પોતાની ઉત્તમ પ્રકૃતિને ન છોડે.] चक्रवत्परिवर्तन्ते दुःखानि च सुखानि च। नीचैर्गच्छत्युपरि च दशा चक्रनेमिक्रमेण॥ [સુખ અને દુઃખ વારાફરતી આવ્યા જ કરે છે. ગોળ ગોળ ફરતા ચકડોળમાં જેમ જે નીચે હોય તે ઉપર આવે અને જે ઉપર હોય તે નીચે જાય તેવું જ સુખદુઃખનું છે. એ ચક્ર ચાલતું જ રહે છે.] चरैवेति चरैवेति। [ચાલતા રહો, ચાલતા રહો, ચાલતા રહેવામાં જ કલ્યાણ છે. ચરૈવેતિ ચરૈવેતિ સૂત્રના મૂળ પાંચ સુંદર શ્લોક આ પ્રમાણે હોવાનું મનાય છેઃ १-ॐ नाना श्रान्ताय श्रीरस्ति, इति रोहित शुश्रुम। पापो नृषद्वरो जन, इन्द्र इच्चरतः सखा। चरैवेति चरैवेति॥ 30
SR No.009085
Book TitleDadini Prasadi
Original Sutra AuthorN/A
AuthorMavjibhai Mumbaiwala
PublisherMavjibhai Mumbaiwala
Publication Year
Total Pages73
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy