SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૧૩૫ ૧૩૯ (9) HI[Y HI[HT :- અસાધુને સાધુ માને. જે વ્યક્તિ ધન-વૈભવ, સ્ત્રી-પુત્ર કે જમીન-મકાન વગેરે પરિગ્રહ રાખનાર હોય પરંતુ તેનો ત્યાગી ન હોય એવા, માત્ર વેષધારીને સાધુ માને તેને મિથ્યાત્વ કહેવાય. (૮) HR અHI[HT :- સાધુને અસાધુ માને. શ્રેષ્ઠ, સંયત, પાંચ મહાવ્રત તેમજ સમિતિ અને ગુપ્તિના ધાક મુનિઓને અજ્ઞાન કે કુસંગતના કારણે અસાધુ સમજે અને તેને ઢોંગી, પાખંડી સમજે તેને મિથ્યાત્વ કહેવાય. | (૯) અમુમુ પુરાણvwT :- અમુક્તને મુક્ત સમજે. જે જીવોએ કર્મ બંધનથી મુક્ત થઈને સિદ્ધપદ પ્રાપ્ત કર્યું નથી. તેઓને કર્મ બંધનથી રહિત અને મુક્ત સમજે તેને મિથ્યાત્વ કહેવાય. (૧૦) મુકુ ઉમુHT :- જે આત્મા કર્મબંધનથી મુક્ત થઈ ગયા છે, તેને અમુકત સમજે. આત્મા ક્યારે ય પણ પરમાત્મા નથી બનતો, કોઈ જીવ સર્વજ્ઞ બની શકતો નથી, આત્મા કર્મ બંધનથી મુક્ત થયો નથી અને થશે પણ નહીં, એવી માન્યતાને મિથ્યાત્વ કહેવાય. એ જ રીતે અને સત્ સમજે અને સને ચાસ સમજે તેને મિથ્યાત્વ કહેવાય. થા જિસ બિછાપરnfધ્યારું મિરઝામુ :- ઉપરોકત મિથ્યાદષ્ટિ દ્વારા રચાયેલ ગ્રંથ મિથ્યાશ્રત છે. મિથ્યાષ્ટિમાં ભાવ મિથ્યાશ્રત હોય છે. તેઓની દષ્ટિ મલિન હોવાથી જ્ઞાનધારા પણ મલિન બની જાય છે અર્થાત્ તેનું જ્ઞાન સત્ય નથી હોતું. થT$ ચેય સમજીન સમતત્વરિયા HHI :- એ જ ગ્રંથોને જો સમ્યગ્દષ્ટિ યથાર્થ રૂપે ગ્રહણ કરે તો તે જ મિથ્યાશ્રુત તેને માટે સમ્યક શ્રત રૂપે પરિણત થઈ જાય છે, જેમકે - ચતુર વૈધ વિશિષ્ટ ક્રિયા વડે વિષને પણ અમૃત બનાવી દે છે. હંસ દુધને ગ્રહણ કરી લે છે અને પાણીને છોડી દે છે. સુવર્ણને શોધનાર માટીમાંથી સુવર્ણના કણો શોધી લે છે અને માટીને છોડી દે છે. એ જ રીતે સમ્યગ્દષ્ટિ નય-નિક્ષેપ આદિ વડે મિથ્યાશ્રુતને સમ્યકકૃતમાં પરિણત કરી દે છે. મવા fષaffgfa gયારે વેવ સમુસુથે, 1 ? :- મિથ્યાશ્રુત મિથ્યાર્દષ્ટિ માટે સમ્યકૃત પણ બની શકે છે. જ્યારે મિથ્યાર્દષ્ટિ, પોતાની સમ્યક્ બુદ્ધિ કે સમ્યક વિચારણા વડે પોતાના ગ્રંથોમાં રહેલ પૂર્વાપરવિરોધી તેમજ અસંગત વાતોને જાણીને પોતાના ખોય પક્ષને છોડી દે અથવા તે ગ્રંથોમાં રહેલ કોઈ પણ સત્ય તત્ત્વ પર ચિંતન કરતાં પૂર્ણ સત્ય સિદ્ધાંતને પામી જાય. મિથ્યાત્વનો, મિથ્યા સમજનો ત્યાગ કરી સમ્યક્ શ્રદ્ધાન્ પામી જાય, તો તે સગર્દષ્ટિ બની જાય છે. ત્યારે સમ્યકત્વનું કારણ હોવાથી તે મિથ્યાશ્રુત પણ તેને સમ્યકશ્રુતમાં પરિણત થઈ જાય છે. • સૂત્ર-૧૩૬ - પ્રશ્ન :- સાદિ સાવસિત અને અનાદિ અપરિસિત કૃતનું સ્વરૂપ કેવું છે? ઉત્તર :- આ દ્વાદશાંગ ૫ ગણિપિટક, વિચ્છેદ થવાની અપેક્ષાઓ સાદિ-સાંત છે અને વિચ્છેદ નહીં થવાની અપેક્ષાએ આદિ સંત રહિત છે. આ શુતજ્ઞાનનું સંપelી ચાર પ્રકારે વર્ણન કરેલ છે, જેમ કે - દ્રવ્યથી, હોળી, ૧૮૦ “નંદી” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન કાળથી અને ભાવથી. તેમાં (૧) દ્રવ્યથી સમ્યકકૃત એક પુરુષાની અપેક્ષાએ સાદિ અને સાંત છે. ઘણા પુરુષોની અપેક્ષાએ આદિ અને અંતથી રહિત છે. () ફોઝથી સમ્યકકૃત પાંચ ભરત અને પાંચ ઐરાવત ક્ષેત્રની અપેક્ષાએ સાદિ સાંત છે. પાંચ મહાવિદેહની અપેક્ષાએ અનાદિ અનંત છે. - a) કાળથી સમ્યફકૃત ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળની અપેક્ષાઓ સાદિ સાંત છે. નોઅવસર્પિણી અથતિ અવસ્થિતકાળની અપેક્ષાઓ અનાદિ અનંત છે. (૪) ભાવથી સર્વજ્ઞ સર્વદર્શી તીર્થકરો દ્વારા જે ભાવ જે સમયે સામાન્ય રૂપથી કહેવાય છે, જે નામ આદિ ભેદ દશર્વિવા માટે વિશેષ રૂપે કત કરાય છે હg eતના ઉપદનિથી જે સ્પષ્ટતા કહેવાય અને ઉપનય તથા નિગમનથી જે સ્થાપિત કરાય, તે ભાવોની અપેક્ષાએ સાદિ-સાંત છે. ક્ષયોપશમ ભાવની અપેક્ષાએ સમ્યકકૃત અનાદિ અનંત છે. અથવા ભવસિદ્ધિક (ભવ્ય) જીવોનું કૃત સાદિ સાંત છે, અભયસિદ્ધિક (અભવ્ય) જીવોનું મિથ્યાશ્રુત અનાદિ અનંત છે. | સંપૂર્ણ આકાશ પ્રદેશોની સંખ્યાને સમરસ આકાશ પ્રદેશોની સંખ્યા સાથે અનંતવાર ગુણાકાર કરવાથી પયય અક્ષર-ગુણોની પર્યવ (પયયિ) સંખ્યા નિuઝ થાય છે. દરેક જીવોના પર્યાય-અક્ષરનો અથતિ શ્રુતજ્ઞાનની પર્યાયિોનો અનંતમો ભાગ સદા ઉઘાટિત (નિરાવરણ) રહે છે. જે તે પણ આવરણને પ્રાપ્ત થઈ જાય તો તેનાથી જીવાત્મા આજીવભાવને પ્રાપ્ત થઈ જાય છે. કેમકે ચેતના એ જીવનું લક્ષણ છે. પરંતુ એમ થાય નહીં. જેમકે વાદળોના અત્યધિક પડળો ચંદ્ર અને સૂર્યની ઉપર આવી જાય છે પણ તેની પ્રભા કંઈક તો દેખાય જ છે. તેમ જીવના શતગુણ પર્યવ (પર્યાય) પણ કર્મોના કેટલાં ય આવરણ આવી જાય તો પણ કંઈક નિરાવરણ રહે છે, પૂર્ણ આવરિત થતા નથી. આ રીતે સાદિ-સાંત અને અનાદિ અનંત કૃતનું વર્ણન છે. • વિવેચન-૧૩૬ : ના સપના , મUTUર્વે ૩૪પ નવસ:- સપર્યવસિતને સાંત કહેવાય છે. અને અપર્યવસિતને અનંત કહેવાય છે. આ દ્વાદશાંગ ગણિપિટક ભૂચ્છિતિ નયની અપેક્ષાએ સાદિ સાંત છે પરંતુ અભુચ્છિત્તિ નયની અપેક્ષાએ અનાદિ અનંત છે. વ્યસ્થિતિ અને અવ્યસ્થિતિનું સ્પષ્ટીકરણ આ સૂત્રમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, બાવના ભેદથી કરેલ છે. વ્યક્ઝિતિ એટલે વિચ્છેદ જવું, સંપૂર્ણ રીતે ભૂલાઈ જવું. દ્રવ્યતઃ - એક જીવની અપેક્ષાએ સમ્યકકૃત સાદિ-સાંત છે. જ્યારે સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે ત્યારે સમ્યકશ્રતની આદિ કહેવાય અને જ્યારે તે પહેલા અને બીજા ગુણસ્થાનમાં પ્રવેશ કરે છે ત્યારે ફરી મિથ્યાત્વનો ઉદય થવાથી સમ્યકત્ત પણ લુપ્ત થઈ જાય છે. પ્રમાદ, મનોમાલિન્ય, તીવવેદના અથવા વિસ્મૃતિના કારણે અથવા
SR No.009081
Book TitleAgam 44 Nandi Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 44, & agam_nandisutra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy