SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ સૂગ-૧૩૩ ૧૫ જઈને મકરંદનું પાન કરીને ફરી પોતાના સ્થાને આવી જાય છે. મચ્છર આદિ દિવસમાં છુપાઈ જાય છે અને એ બહાર નીકળે છે. માખીઓ સાયંકાળે સુરક્ષિત સ્થાને બેસી જાય છે. તેઓ ઠંડી ગરમીથી બચવા માટે તડકામાંથી છાયામાં અને છાયામાંથી તડકામાં આવજા કરે, દુ:ખથી બચવાનો પ્રયાસ કરે તેને સંશી કહેવાય અને જે જીવો બુદ્ધિપૂર્વક ઈષ્ટ અનિષ્ટમાં પ્રવૃત્તિ તથા નિવૃત્તિ ન કરી શકે તેને અસંડી કહેવાય. જેમકે - વૃક્ષા, લતા, પાંચ સ્થાવર ઈત્યાદિ. બીજી રીતે કહીએ તો હેતુ - ઉપદેશની અપેક્ષાએ પાંચ સ્થાવર જ અસંજ્ઞી છે. બાકી બધા સંજ્ઞી છે. ઈહા આદિ ચેષ્ટાઓથી યુક્ત કૃમિ, કીડા, પતંગિયા આદિ ત્રસ જીવો સંજ્ઞી છે અને પૃથ્વીકાય આદિ પાંચ સ્થાવર જીવો અસંજ્ઞી છે. માટે હતોપદેશથી ત્રસ જીવોનું શ્રત સંજ્ઞીશ્રુત કહેવાય અને સ્થાવર જીવોનું શ્રુત સંજ્ઞીશ્રુત કહેવાય છે. (3) દષ્ટિવાદોપદેશઃ- દષ્ટિની અપેક્ષાએ વિચારણા. જે સમ્યગૃષ્ટિ ાયોપસમ જ્ઞાનથી યુક્ત હોય તે દૃષ્ટિવાદોપદેશથી સંજ્ઞી કહેવાય છે. વસ્તુતઃ યથાર્થ રૂપથી હિતાહિતમાં પ્રવૃત્તિ કે નિવૃત્તિ સમ્યગૃષ્ટિ વિના થઈ શકે નહીં. એનાથી વિપરીત જે સમ્યગૃષ્ટિ નથી અર્થાત્ મિથ્યાર્દષ્ટિ છે તેનું શ્રુત દૈષ્ટિવાદોપદેશની અપેક્ષાએ અસંજ્ઞીશ્રુત કહેવાય છે. આ રીતે દષ્ટિવાદોપદેશની અપેક્ષાએ સંજ્ઞી અને અસંતી શ્રુતનું પ્રતિપાદના કરેલ છે. સૂગ-૧૩૪ - પન - સમ્યફશુત કોને કહેવાય? ઉત્તર :- સમ્યકકૃત ઉત્પન્ન થયેલ કેવળજ્ઞાન અને કેવળદનને ધારણ કરનાર, ત્રિલોકવર્તી જીવોએ અદ-સન્માન અને ભક્તિભાવથી જોયેલ, કીનિ રેલ, ભાવયત નમસ્કાર કરેલ એવા અતીત, વર્તમાન અને અનાગતને જાણનાર, સર્વજ્ઞ અને સર્વદર્શ તીર્થકર ભગવંતો દ્વારા પ્રણીત-થિી કથન કરાયેલ આ દ્વાદશાંગ રૂપ ગણિપિટક છે. જેમકે – (૧) આચારાંગ (૨) સૂત્રકૃતાંગ (૩) સ્થાનાંગ (૪) સમવાયાંગ (૫) વ્યાખ્યાપાતિ (૬) જ્ઞાતાધર્મકથા () ઉપાશકદશા (૮) અંતકૃદશા (૨) અનુત્તરોપણતિકદશાણ (૧૦) પ્રવનવ્યાકરણ (૧૧) વિપક અને (૧૨) દષ્ટિવાદ, આ સમ્યફત છે.. આ દ્વાદશાંગ ગણિપિટક ચૌદ પૂર્વધારીનું સમ્યફશુત જ હોય છે. સંપૂર્ણ દશ પૂવઘારીનું પણ સમ્યફત જ હોય છે. દશ પૂર્વમાં કંઈક જૂન અને નવ આદિ પૂર્વનું જ્ઞાન હોય તો વિકલ્પ છે અથતિ સભ્યશ્રત હોય અને ન પણ હોય. આ પ્રમાણે સમ્યફથુતનું વર્ણન છે. • વિવેચન-૧૩૪ : આ સૂત્રમાં સમ્યકશ્રુતનું વર્ણન કરેલ છે. સમ્યકશ્રુત વિષે અનેક પ્રશ્નો ઉપસ્થિત થાય છે, જેમકે - ૧૭૬ “નંદી” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન (૧) સમ્યકકૃતના પ્રણેતા કોણ થઈ શકે ? (૨) સમ્યકકૃત કોને કહેવાય ? (3) ગણિપિટકનો અર્થ શું થાય ? (૪) આપ્તપુરુષ કોને કહેવાય ? આ દરેકનો ઉત્તર આ સૂત્રમાં આપેલ છે. - સભ્યશ્રતના પ્રણેતા દેવાધિદેવ અરિહંત ભગવાન છે. અરિહંત શબ્દ ગુણનો વાચક છે, વ્યક્તિ વાચક નથી. જો કોઈનું નામ અરિહંત હોય તો તેનો નામનિક્ષેપ અહીં અભિપ્રેત નથી. કેવળ ભાવનિફોપથી જે અરિહંત છે તે જ સમ્યકકૃતના પ્રણેતા હોય છે, ભાવ અરિહંત કોણ થઈ શકે ? એ વાતને સ્પષ્ટ કરવા માટે સૂત્રકારે સાત વિશેષણો બતાવ્યાં છે, જેમકે - (૧) સત્તિ :- જે રાગદ્વેષ, વિષયકષાય આદિ અઢાર દોષોથી રહિત હોય અને ચાર ઘનઘાતિ કર્મનો નાશ કર્યો હોય, તેવા ઉત્તમ પુરુષને ભાવ અરિહંત કહેવાય છે. એને બીજા શબ્દોમાં ભાવ તીર્થંકર પણ કહેવાય છે. (૨) પાર્વતૈf :- ભગવાન શબ્દ સાહિત્યમાં બહુ ઉચ્ચકોટિનો કહેવાય છે થતું જે મહાન આત્મામાં સંપૂર્ણ ઐશ્વર્ય, નિઃસીમ ઉત્સાહ-શક્તિ, બિલોકવ્યાપી યશ, સંપૂર્ણ શ્રી રૂ૫ સૌંદર્ય, સોળ કળાયુક્ત ધર્મ, ઉદ્દેશ્યપૂર્તિ માટે કરવામાં આવેલ અથાગ પરિશ્રમ અને સમસ્ત ઉત્તમોત્તમ ગુણના ધારક હોય તેને જ અહીં ભગવાન કહેવામાં આવેલ છે. સિદ્ધ ભગવાનને અહીં ભગવાન શબ્દમાં સમાવેશ કરેલ નથી. કારણ કે તે અશરીરી હોવાના કારણે શ્રુતજ્ઞાનના પ્રરૂપક હોતા નથી. (૩) ૩HUT-નાળાdark :- અરિહંતનું ત્રીજું વિશેષણ છે – ઉત્પન્ન જ્ઞાનદર્શનના ધારક, જ્ઞાનદર્શન તો અધ્યયન અને અભ્યાસથી પણ થઈ શકે છે પરંતુ એવા જ્ઞાનદર્શનમાં પૂર્ણતા હોતી નથી. અહીં સંપૂર્ણ જ્ઞાનદર્શનની વાત છે. માટે અહીં ઉત્પન્ન વિશેષણ આપેલ છે. કેટલાક લોકો ઈશ્વરને અનાદિ સર્વજ્ઞ માને છે. તેના મતનો નિષેધ કરવા માટે પણ આ વિશેષણ આપેલ છે. કેમકે તેમાં ઉત્પન્ન જ્ઞાનદર્શનનું વિશેષણ હોતું નથી. માટે ત્રીજું વિશેષણ ભગવંતમાં જરૂરી છે. (૪) તૈrfrffમgયyfé:- ત્રણે લોકમાં રહેનાર અસુરેન્દ્રો, નરેન્દ્રો અને દેવેન્દ્રો દ્વારા તીવ્ર શ્રદ્ધા ભક્તિથી જે અવલોકિત છે. અસાધારણ ગુણોના કારણે તે પ્રશંસનીય છે. તેમજ પ્રશસ્ત મન, વચન અને કાયા દ્વારા વંદનીય અને નમસ્કરણીય છે. સર્વોત્કૃષ્ટ સન્માન તેમજ બહુમાન આદિ વડે પૂજિત છે. (૫) તીથT TUEUTTયનાખrufk:- જે ત્રણે કાળને જાણનાર છે. આ વિશેષણ માયાવીઓમાં તો નથી હોતું પણ કેટલાક વ્યવહાર નયનું અનુસરણ કરતાં કહે છે કે વિશિષ્ટ જ્યોતિષી, તપસ્વી અને અવધિજ્ઞાની પણ ત્રણે કાળને ઉપયોગૂપર્વક જાણી શકે છે. પરંતુ વાસ્તવમાં તે અપૂર્ણજ્ઞાની જ હોય છે. (૬) મળvufk:- જે સર્વજ્ઞાની અર્થાત લોક અલોક આદિ સર્વ પદાર્થને જાણે છે, વિશ્વમાં રહેલ સંપૂર્ણ પદાર્થોને જે હસ્તામલકવતુ જાણે છે, જેના જ્ઞાનરૂપી દણમાં દરેક દ્રવ્ય અને પયય પ્રતિબિંબિત થાય છે, જેનું જ્ઞાન નિઃસીમ છે, માટે
SR No.009081
Book TitleAgam 44 Nandi Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 44, & agam_nandisutra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy