SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર૧૧૫ ૧૫૯ છે અતિ એક સમયમાં સામાન્યાર્થાવગ્રહના બોધ રૂપ પરિણાને શ્રવણતા કહેવાયા છે. (૪) અવલંબનતા :- અર્થને ગ્રહણ કરે તેને અવલંબનતા કહેવાય છે. જે સામાજ્ઞાનથી વિશેષ તરફ અગ્રસર થાય તેમજ ઉત્તરવર્તી ઈહા, અવાય અને ધારણા સુધી પહોંચે તેને અવલંબનતા કહેવાયા છે. (૫) મેધા :- મેધા સામાન્ય અને વિશેષ બન્નેને ગ્રહણ કરે છે. ‘ક્રિા* એ પાંચ નામ શબ્દનયની દૃષ્ટિથી એક જ અર્થવાળા પાંચ પર્યાય નામ સમજવાના છે. સમભિરૂઢનય તથા એવંભૂતનયની દૃષ્ટિએ પાંચેયનો અર્થ સૂક્ષ્મતાએ જુદો જુદો છે. • સૂત્ર-૧૧૬ - પ્રશ્ન :- ઈહાના કેટલા પ્રકાર છે ? ઉત્તર :- ઈહાના છ પ્રકાર છે – (૧) શ્રોએન્દ્રિય ઈહ (૨) ચક્ષુરિન્દ્રિય ઈહા (૩) ઘાણેન્દ્રિય ઈહા (૪) જિન્દ્રિય ઈહા (૫) પશેન્દ્રિય ઈહા અને (૬) નોઈન્દ્રિય ઈહા. dહાના એકાઈક વિવિધ પ્રકારના ઘોષ અને વિવિદ પ્રકારના વ્યંજનયુક્ત પાંચ નામ છે તે આ પ્રમાણે છે – (૧) આભોગણતા (૨) માગણતા (3) ગવેષણતા (૪) ચિંતા (૫) વિમર્શ. આ રીતે ઈહાનું વર્ણન છે. • વિવેચન-૧૧૬ - નાનાપના :- વાહના જે પાંચ પર્યાયાંતર બતાવ્યા છે તે શબ્દોનું ઉચ્ચારણ ભિન્ન ભિન્ન છે. નાના નાT :- અવગ્રહના ઉક્ત પાંચ નામો કહ્યા છે એમાં સ્વર અને વ્યંજન ભિન્ન ભિન્ન છે. સ્વર અને વ્યંજનથી શબ્દ શાસ્ત્ર બને છે. ખોજાનતા :- અર્થાવગ્રહના અનંતર સબૂત અર્થ વિશેષતા અભિમુખ પર્યાલોચનને આભોગણતા કહેવાય છે. ટીકાકાર કહે છે - જfunતા - અન્વય અને વ્યતિરેક ધર્મો દ્વારા પદાર્થોનું અન્વેષણ કરવાને માર્ગણા કહેવાય છે. જવાતા :- વ્યતિરેક ધર્મનો ત્યાગ કરીને અન્વય ધર્મની સાથે પદાર્થોનું પર્યાલોચન ક્રિયાને ગવેષણા કહેવાય છે. fધતા :- પુનઃ પુનઃ વિશિષ્ટ પ્રકારના ક્ષયોપશમથી સ્વધર્મ અનુગત સભૂતાના વિશેષ ચિંતનને ચિંતા કહેવાય છે. fail :- ક્ષયોપશમ વિશેષથી સ્પષ્ટતર સદભૂતાઈના અભિમુખ વ્યતિરેક ધર્મનો ત્યાગ કરીને, અવય ધર્મનો સ્વીકાર કરીને, સ્પષ્ટપણે વિચાર કરવો, તેને વિમર્શ કહેવાય છે. • સૂત્ર-૧૧૩ - પ્રશ્ન :- અવાય મતિજ્ઞાનના કેટલા પ્રકાર છે? ઉત્તર : અવાયના છ પ્રકાર છે, જેમકે – (૧) બ્રોન્દ્રિયઆવાય ૧૬૦ નંદી” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન (૨) ચારિન્દ્રિયવાય (૩) ધાણેન્દ્રિયવાય (૪) રસનેન્દ્રિયવાય (૫) અશેન્દ્રિયવાય (૬) નોઈન્દ્રિયઅવાય. વાયના એકાઈક વિવિધ પ્રકારના ઘોષ અને વિવિધ પ્રકારના વ્યંજનવાળા પાંચ નામ છે – (૧) વનિતા () પ્રત્યાવર્તનતા (3) અવાય (૪) બુદ્ધિ (૫) વિજ્ઞાન. આ રીતે અવારનું વર્ણન થયું. • વિવેચન-૧૧૩ : સૂત્રકારે આ સત્રમાં અવાય અને તેના ભેદ, પર્યાયાંતર નામ આપેલ છે, કેમકે ઈહા પછી વિશિષ્ટ બોધનો નિર્ણય કરાવનાર અવાય છે. તેના પણ પહેલાની જેમ છે. ભેદ બતાવ્યા છે. ત્યારબાદ તેના એકાઈક શબ્દો કહેલ છે. માવર્તનત :- ઈહા પછી નિશ્ચય-અભિમુખ બોધરૂપ પરિણામથી પદાર્થોનું વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરાવે તેને આવર્તનતા કહેવાય છે. પ્રત્યાવર્તનતા :- આવર્તના પછી નિશ્ચયની સબ્રિકટ પહોંચાડનાર ઉપયોગને પ્રત્યાવર્તનતા કેહવયા છે. અવાવ :- પદાર્થના પૂર્ણ નિશ્ચયને અવાય કહેવાય છે. દ્ધિ :- નિશ્ચયાત્મક જ્ઞાનને ક્ષયોપશમ વિશેષથી સ્પષ્ટતર જાણે તેને બુદ્ધિ કહેવાય છે. વિન - વિશિષ્ટતર નિશ્ચય કરેલ જ્ઞાન જે તીવ્ર ધારણાનું કારણ બને છે તેને વિજ્ઞાન કહેવાય છે. બુદ્ધિ અને વિજ્ઞાનથી જ પદાર્થનો સમ્યક્ પ્રકારે નિશ્ચય થઈ શકે છે. • સૂત્ર-૧૧૮ :પ્રશ્ન :- ધારા કેટલા પ્રકારની છે ? ઉત્તર :- ધારણા છ પ્રકારની છે -(૧) શ્રોએન્દ્રિય ધારણા () ચક્ષુરિન્દ્રિય ધારણા (૩) ધાણેન્દ્રિય ધારણા (૪) રસનેન્દ્રિય ધારણા (૫) સ્પર્શેન્દ્રિય ધારણા (૬) નોઈન્દ્રિય ધારણા. ધારણાના એક અવાળા વિવિધ પ્રકારના ઘોષ અને વિવિધ પ્રકારના વ્યંજન યુક્ત પાંચ પયય નામ છે – (૧) ધારણા (૨) સાધારણા (3) સ્થાપના (૪) પ્રતિષ્ઠા (૫) કોઠ. આ રીતે ધારણા મતિજ્ઞાનનું વર્ણન છે. • વિવેચન-૧૧૮ : ધારણા:- જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળ વ્યતીત થવા પર પણ યોગ્ય નિમિત્ત મળવાથી જે સ્મૃતિ જાગી ઊઠે, તેને ધારણા કહેવાય છે. સાધારણા :- જાણેલ અર્થને અવિસ્મૃતિ સ્મરણપૂર્વક તમુહૂર્ત સુધી ધારણ કરીને રાખે, તેને સાધારણા કહેવાય છે. સ્થાપના :- નિશ્ચય કરેલ અને હૃદયમાં ધારણ કીરને રાખવો અથ સ્થાપના કરીને રાખવો, તેને સ્થાપના કહેવાય છે. કોઈ કોઈ તેને વાસના કહે છે. પ્રતિષ્ઠા :- અવાય દ્વારા નિર્ણત કરેલ અર્થના ભેદ અને પ્રભેદને હદયમાં
SR No.009081
Book TitleAgam 44 Nandi Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 44, & agam_nandisutra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy