SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૯૭ થી ૧૦૦ ૧૧૩ મોકલ્યા. સરળ મિત્રે બન્નેને ખૂબ પ્રેમથી જમાડ્યા પછી અન્ય સ્થાન પર સુખપૂર્વક સંતાડી દીધા. સાંજનો સમય થતાં કપટી મિત્ર પોતાના બન્ને બાળકોને લેવા માટે આવ્યો, તેને આવતો જોઈને ભોળા મિત્રે જે જગ્યાએ પેલાની મૂર્તિ રાખી હતી એ ત્યાંથી લઈ લીધી અને એ જ જગ્યાએ શેસંજી પાથરીને તેને ત્યાં બેસાડ્યો. પછી ઘરમાં જઈને બો વાંદરાઓને તેણે છૂટા કર્યા. બન્ને વાંદરાઓ સીધા કપટી મિત્રના મસ્તક પર, હાથ પર, પીઠ પર, પગ પર ચડીને મસ્તી કરવા લાગ્યા. કપટી મિત્રે કહ્યું - આ વાંદરાઓ મારા પર અત્યંત પ્રેમ કેમ કરે છે ? સરળ મિત્રે કહ્યું - એ બો આપના પુણો છે. મારા ઘેર આવીને જમ્યા પછી એ બન્ને વાંદરાઓ બની ગયા છે. એ આપના પુત્રો હોવાથી પરિચિત છે માટે આપના શરીર પર નાચ-કૂદ કરે છે. માયાવીએ કહ્યું - શું મનુષ્ય પણ વાંદસ બની શકે ? ભોળા મિત્રે કહ્યું - જે સુવર્ણ કોલસા બની શકે તો માણસ પણ વાંદરા બની શકે છે. | માયાવીએ વિચાર્યું કે મારા આ ભોળા મિત્રને મારી ચાલની ખબર પડી ગઈ છે. જો હું શોર મચાવીશ તો તે રાજાને કહી દેશે. રાજા મને પકડી લેશે, દંડ કરશે, બધું ધન લઈ જશે અને મારા દીકરાઓ પણ ફરી મનુષ્ય નહીં થાય. એમ વિચારીને તેણે પોતાના મિત્રને બધી સત્ય વાત કરી દીધી અને ધનનો અર્ધો ભાગ પણ તેને આપી દીધો. સરળ મિત્રે બન્ને વાંદરાઓને ઘરમાં જઈને બાંધી દીધા અને જે સ્થળે કપટી મિત્રના બે પુત્રો રાખ્યા હતા ત્યાંથી લાવીને તેને સોંપી દીધા. આ સરળ મિત્રની ત્પાતિક બુદ્ધિનું ઉદાહરણ છે. (૨૪) શિક્ષા-ધનુર્વેદ - કોઈ એક ગામમાં એક માણસ ધનુષ્ય વિધામાં બહુ નિપુણ હતો. એક વખત ચાલતાં ચાલતાં તે કોઈ એક શહેરમાં પહોંચ્યો. ત્યાંના લોકોને તેની કળા તથા હોંશિયારીની ખબર પડી એટલે ઘણા શ્રીમંત લોકોના દીકરાઓ તેની પાસે ધનુર્વિદ્યા શીખવા માટે આવ્યાં. કલાચાર્યે તે બધાંને પ્રેમપૂર્વક ધનુર્વિદ્યા શીખડાવી. વિદ્યા શીખી લીધા પછી બધા ધનિક પુત્રોએ કલાચાર્યને ઘણું ધન દક્ષિણામાં આપ્યું. વિધાર્થીઓના પારિવારિકજનોને આ વાતની જાણ થતાં, તેઓને ક્રોધ આવ્યો. તેઓએ મળીને નક્કી કર્યું કે કલાચાર્ય જ્યારે અહીંથી તેના ઘરે જવા માટે નીકળે ત્યારે આપણે તેને માર મારીને બધું ધન લઈ લેવું આ વાતની કોઈપણ પ્રકારે ધનુર્વિધાના ધારક કલાચાર્યને ખબર પડી ગઈ. પછી તેણે એક યોજના બનાવી. પ્રથમ તેમણે પોતાના ગામમાં રહેનાર બંધુઓને સમાચાર મોકલ્યા કે હું અમુક દિવસે અથવા અમુક સગિના થોડાક છાણના ગોળ ગોળ પિંડાઓ નદીમાં રવાના કરીશ. એને તમે કાઢીને ઘરમાં રાખી દેજો. ત્યારબાદ તેમણે પોતાનું સઘળું દ્રવ્ય છાણમાં નાખીને થોડાક પિંડો બનાવ્યા. પછી તેને સૂકવીને રાખી દીધા. એક દિવસ તેણે વિધાર્થીઓને બોલાવીને કહ્યું- અમારા કુળની એવી પરંપરા છે કે જ્યારે શિક્ષા સમાપ્ત થઈ જાય ત્યારે કોઈ પર્વના શુભ દિવસે સ્નાન કરીને [40/8] ૧૧૪ “નંદી” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન મંત્ર ઉચ્ચારણ કરતાં કરતાં છાણના સૂકા પિંડને નદીમાં પ્રવાહિત કરવામાં આવે છે માટે અમુક સગિના આ કાર્ય કરવામાં આવશે. નિશ્ચિત કરેલી સમિએ કલાચાર્યો અને સર્વે વિધાર્થીઓએ મંત્રોચ્ચારણ કરતાં કરતાં સૂકા છાણના પિંડોને નદીમાં રવાના કરી દીધા. એ પિંડાઓ નિશ્ચિત સ્થાન પર પહોંચ્યા એટલે કલાચાર્યના બંધુજનોએ તેને સુરક્ષિત રીતે કાઢીને પોતાના ઘરમાં રાખી દીધા. થોડો સમય વ્યતીત થયા બાદ એક દિવસ કલાચાર્યે વિધાર્થીઓને તથા તેના સંબંધીઓને કહ્યું - આજે હું મારા ઘરે જવા માટે સ્વાના થાઉં છું. કલાચાર્યના શરીર પર ફક્ત એક જ વર જોઈને વિધાર્થીઓના અભિભાવકોએ વિચાર્યું કે તેમની પાસે કાંઈ છે નહીં માટે તેને લૂંટવા કે મારવા જેવું કાંઈ છે નહીં. કલાચાર્ય પોતાની ત્પાતિક બુદ્ધિના પ્રભાવે સકુશળ પોતાના ઘરે પહોંચી ગયા. તેમણે ઘેર જઈને પેલા છાણના પિંડોનો ભૂકો કરીને જોયું તો પોતાનું ઘન બરાબર નીકળ્યું. (૨૫) અર્થશાસ્ત્ર નીતિશાસ્ત્ર - એક વણિકને બે પની હતી. એકને એક પુત્ર હતો અને બીજી સ્ત્રી વંધ્યા હતી. બન્ને માતાઓ પુત્રનું પાલન પોષણ બરાબર કરતી હતી. તેથી બાળકને ખબર ન હતી કે મારી સગી માતા કોણ છે? એકવાર વણિક પોતાની બન્ને પત્ની તથા બાળકને લઈને ભગવાન સુમતિનાથના નગરમાં ગયા. પરંતુ ત્યાં ગયા પછી વણિકનું મૃત્યુ થઈ ગયું. તેથી બન્ને પનીઓમાં સંપૂર્ણ ધન વૈભવ તથા પુત્ર માટે વિવાદ થવા લાગ્યો. કેમકે જેનો પુત્ર હતો એ જ માતાનો સંપૂર્ણ વૈભવ તથા બાળક પર અધિકાર હતો પણ વંધ્યા તેને દેવા ઈચ્છતી ન હતી. તેઓ બન્ને સ્ત્રીઓનો વિવાદ આગળ વધતાં વધતાં રાજ દરબારમાં પહોંચ્યો પણ કાંઈ ફેંસલો ન થયો. પરંતુ એ વિવાદ મહારાણી સુમંગલાએ સાંભળ્યો. એ સમયે તે ગર્ભવતી હતી. તેણીએ બન્ને વણિક પનીઓને પોતાની પાસે બોલાવીને કહ્યું - થોડા સમય બાદ મારા ઉદરમાંથી પુનો જન્મ થશે તે અમુક અશોક વૃક્ષની નીચે બેસીને તમારો વિવાદ દૂર કરશે. ત્યાં સુધી તમે બન્ને આનંદપૂર્વક અહીં રહો. ભગવાન સુમતિનાથની માતા સુમંગલાની વાત સાંભળીને વણિકની વંધ્યા એ વિચાર્યું કે “હજુ તો મહારાણીએ પુત્રનો જન્મ પણ નથી આપ્યો, પુત્ર જન્મ થશે પછી એ મોટો થશે. ત્યાં સુધી તો અહીં આનંદથી રહી શકાશે. પછી જે થશે તે જોઈશું." આમ વિચારીને તેણીએ તરત જ સુમંગલાની વાતનો સ્વીકાર કરી લીધો. તેની મુખાકૃતિ જોઈને મહારાણી સુમંગલાએ જાણી લીધું કે બાળકની માતા આ નથી. પછી તે વંધ્યા સ્ત્રીને તિરસ્કૃત કરીને ત્યાંથી કાઢી મૂકી અને બાળક અસલી માતાને સોંપી, તેણીને ગૃહસ્વામિની બનાવી દીધી. આ ઉદાહરણ માતા સુમંગલાદેવીની અર્થશાસ્ત્ર વિષયક ઔત્પાતિક બુદ્ધિનું છે. (૨૬) ઈચ્છાયમહં :- કોઈ એક નગરમાં એક શેઠ રહેતા હતા. ઓચિંતાનું તેનું મૃત્યુ થયું. તેથી શેઠાણી બહુ પરેશાન થઈ ગઈ. કેમકે શેઠ દ્વારા વ્યાજે આપેલી કમ તે વસુલ કરી શકતી ન હતી. એકવાર તેણીએ શેઠના મિત્રને બોલાવીને કહ્યું
SR No.009081
Book TitleAgam 44 Nandi Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 44, & agam_nandisutra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy