SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૯૭ થી ૧૦૦ કરવાનું કહ્યું. રથ વાના થયો ત્યારપછી પેલી સ્ત્રી લઘુશંકા નિવારીને આવી તો થ ચાલતો થઈ ગયો હતો. પરંતુ પેલી સ્ત્રી તીવ્ર ગતિએ ચાલીને સ્થ પાસે પહોંચી ગઈ, તેને જોઈને થમાં બેઠેલી પેલી સ્ત્રીએ કહ્યું – જે બાઈ ચાલી આવી છે એ વ્યંતરી છે, તેણે મારા જેવું રૂપ ધારણ કર્યું છે માટે તમે સ્થ શીઘ્ર ચલાવો. ૧૦૩ પેલા પુરુષે રથની ગતિ વધારી તો પણ પેલી સ્ત્રી થ પાસે દોડતી દોડતી આવી અને રડતી રડતી કહેવા લાગી, હે સ્વામી ! તમે રચને રોકો આપની પાસે જે સ્ત્રી બેઠી છે તે વ્યંતરી છે. એની વાત સાંભળીને પેલો પુરુષ એક નજરે જોવા લાગ્યો. તે સમજી ન શક્યો કે આમાં મારી પત્ની કોણ છે. પણ તેણે રથની ગતિ ધીમી કરી નાખી. એટલામાં ગામ આવ્યું બન્ને સ્ત્રીઓનો ઝગડો ગ્રામપંચાયતમાં પહોંચ્યો. ન્યાયાધીશે બન્નેની વાત સાંભળીને પોતાની બુદ્ધિથી બન્ને સ્ત્રીઓને તેના પતિથી દૂર દૂર એકને ડાબી બાજુ અને બીજીને જમણી બાજુ ઊભી રાખી દીધી પછી કહ્યું – જે સ્ત્રી પહેલાં આ પુરુષને અડશે તેને એ પુરુષની પત્ની માનવામાં આવશે. ન્યાયાધીશની વાત સાંભળીને અરાલી સ્ત્રી દોડીને પતિને અડવા જાય તેની પહેલા વ્યંતરીએ વૈક્રિય શક્તિ દ્વારા પોતાના સ્થાનેથી લાંબા હાય બનાવીને પેલા પુરુષને અડી ગઈ. ન્યાયાધીશ તેણીના લાંબા હાથ જોઈને સમજી ગયો કે આ સ્ત્રી જ વ્યંતરી છે. પછી તેણે અસલી સ્ત્રી તેના પતિને સોંપી દીધી અને વ્યંતરીને ભગાડી મૂકી. આ છે ન્યાયાધીશની ઔત્પાતિક બુદ્ધિનું ઉદાહરણ. (૧૫) સ્ત્રી :- એક વખત મૂળદેવ અને પુંડરીક બન્ને મિત્રો અન્ય સ્થળે જઈ રહ્યા હતાં. એ જ માર્ગમાં કોઈ બીજો પુરુષ પોતાની પત્નીની સાથે જઈ રહ્યો હતો. પુંડરીક તે સ્ત્રીને જોઈને તેના પર મોહિત થઈ ગયો. પછી પોતાના મિત્ર મૂળદેવને તેણે કહ્યું – જો આ સ્ત્રી મને મળશે તો જ હું જીવિત રહીશ અન્યથા મારું મૃત્યુ નિશ્ચિત છે, ત્યારે કામાસક્ત પુંડરીકને મૂળદેવે કહ્યું – તું આતુર ન બન. હું એક એવો ઉપાય કરીશ જેથી તે સ્ત્રી તને મળી જશે. મૂળદેવે પુંડરીકને એક વનકુંજમાં બેસાડી દીધો. પછી તે પેલું યુગલ ચાલ્યું જતું હતું ત્યાં ગયો. ત્યાં જઈને મૂળદેવે પેલા પુરુષને કહ્યું – અત્યારે હું એક મુસીબતમાં આવી ગયો છું. આ બાજુની ઝાડીમાં મારી પત્નીએ બાળકને જન્મ આપ્યો છે તેને જોવા માટે આપની સ્ત્રીને થોડીવાર મોકલો. પેલા પુરુષે દયા લાવીને પોતાની પત્નીને થોડીવાર માટે મૂળદેવની સાથે મોકલી. મૂળદેવે કહ્યું – આ વનકુંજમાં મારી પત્ની છે ત્યાં તું જા. પેલી પત્ની વનકુંજમાં ગઈ તો તેણીએ પુંડરીકને જોયો તેથી તેણી તરત જ ત્યાંથી પાછી ફરી અને મૂળદેવને હસતા હસતા કહેતી ગઈ “આપને વધાઈ, બહુ સુંદર બાળકનો જન્મ થયો છે હો' આ કટાક્ષ સાંભળીને મૂળદેવ શરમાઈ ગયો. પેલી સ્ત્રી તેના પતિ પાસે ચાલી ગઈ અને મૂળદેવ ત્યાંથી ભાગી ગયો. આ છે મૂળદેવ અને પેલી સ્ત્રીની ઔત્પાતિક બુદ્ધિનું ઉદાહરણ. (૧૬) પતિ ઃ- કોઈ એક ગામમાં બે ભાઈઓ રહેતા હતા. તે બન્નેની પત્ની એક “નંદી” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન જ હતી. તેની પત્ની બહુ ચતુર હતી. એ ક્યારે ય કોઈને ખબર પડવા દેતી ન હતી કે બન્ને પતિમાંથી એક પર તેને અધિક અનુરાગ છે. લોકો વારંવાર તેની પ્રશંસા કરતા હતા. ધીરે ધીરે આ વાત રાજાના કાન સુધી પહોંચી ગઈ. રાજાએ વિસ્મિત થઈને મંત્રીને કહ્યું – આ વાત સાચી છે? મંત્રીએ કહ્યું – મહારાજ! એવું બની શકે નહીં. એ સ્ત્રીને બે માંથી એક પર વધારે અનુરાગ હશે જ. રાજાએ કહ્યું – એ કેમ જાણી શકાય? મંત્રીએ કહ્યું – હું તેનો ઉપાય કરીશ, જેથી જાણવા મળી જશે. એક દિવસ મંત્રીએ પેલી સ્ત્રી પર એક સંદેશ લખીને મોકલ્યો – તું તારા બન્ને પતિને જુદા જુદા ગામ મોકલી દે. એકને પૂર્વદિશામાં અને બીજાને પશ્ચિમ દિશામાં મોકલજે પણ સાંજે બન્ને ઘરે આવી જવા જોઈએ. પેલી પત્નીએ જેના પર ઓછો અનુરાગ હતો તેને પૂર્વ દિશામાં મોકલ્યો અને જેના પર અધિક રાગ હતો તેને પશ્ચિમ દિશામાં મોકલ્યો. જેને પૂર્વ દિશામાં મોકલ્યો હતો તેને જતાં અને આવતાં બન્ને વખત સૂર્યનો તાપ સામે રહ્યો જેથી તેને કષ્ટ પડ્યું. જેને પશ્ચિમદિશામાં મોકલ્યો હતો તેને જતાં અને આવતાં સૂર્ય પીઠ પાછળ રહ્યો તેથી જરાય કષ્ટ ન પડ્યું. સાંજે તેઓ બન્ને ઘરે આવી ગયા. મંત્રીએ રાજાને કહ્યું – પેલી સ્ત્રીને પશ્ચિમ તરફ જનાર પતિ પર અધિક પ્રેમ છે. રાજાને કહ્યું – એ વાત મને માનવામાં આવતી નથી. આપણે જ એકને પૂર્વ તરફ અને બીજાને પશ્ચિમ તરફ જવાનું કહ્યું હતું. આ વાત બરાબર નથી. મંત્રીએ બીજો ઉપાય શોધ્યો. ૧૦૮ એક દિવસ ફરી મંત્રીએ પેલી પત્ની પર સંદેશો મોકલ્યો કે તું તારા બન્ને પતિને આજે એક જ સમયે પૂર્વ અને પશ્ચિમ દિશામાં મોકલજે. પત્નીએ પૂર્વવત્ કર્યું. થોડીવાર પછી મંત્રીએ પેલી પત્ની પાસે બે માણસો મોકલ્યા. તેઓએ આવીને કહ્યું – તમારા બન્ને પતિના શરીરમાં કોઈ વ્યાધિ થયો છે માટે તમે પ્રથમ પૂર્વદિશામાં જાઓ. પેલી પત્નીએ કહ્યું – પૂર્વ દિશામાં જનાર મારા પતિ સદાય બીમાર જ હોય છે, એની પાસે જવા કરતા મને પશ્ચિમ દિશામાં ગયેલા મારા પતિ પાસે જવા દો. તેણી પશ્ચિમ દિશામાં જ ગઈ. પછી મંત્રીએ રાજાને સર્વ વાત કરીને નિવેદન કર્યું. રાજા મંત્રીની વાત સાંભળીને અત્યંત ખુશ થયા. મંત્રીની ઔત્પાતિક બુદ્ધિનું આ ઉદાહરણ છે. (૧૭) પુત્ર ઃ- કોઈ એક નગરમાં એક વ્યાપારી રહેતો હતો. તેને બે પત્ની હતી. એક સ્ત્રીને એક પુત્ર હતો. બીજી સ્ત્રી વંધ્યા હતી પરંતુ તે પણ બાળક પર અત્યંત પ્રેમ રાખતી હતી. તેથી બાળકને ખબર ન પડી કે મારી અસલી માતા કોણ છે. એક વાર વ્યાપારી બન્ને પત્ની તથા બાળકને લઈને પરદેશ જવા નીકળ્યો. રસ્તામાં તેનું મૃત્યુ થઈ ગયું. ત્યારબાદ બન્ને સ્ત્રીઓ પુત્ર માટે વિવાદ કરવા લાગી. એક કહે કે આ દીકરો મારો છે તેથી ઘરની સર્વ સંપત્તિની હું માલિક થઈશ. બીજી કહે દીકરો મારો છે તેથી પતિની સર્વ સંપત્તિ પર મારો હક્ક રહેશે. વાત વાતમાં ઝગડો બહુ વધી ગયો. છેવટે બન્ને સ્ત્રીઓ ન્યાયાલયમાં પહોંચી ગઈ. તેઓએ ન્યાયાધીશને પોતાની વાત કરી. ન્યાયાધીશ ચિંતામાં પડી ગયા કે આ બાળકની અસલી માતા કોણ હશે ?
SR No.009081
Book TitleAgam 44 Nandi Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 44, & agam_nandisutra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy