SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૯૭ થી ૧૦૦ ૧૦૧ પુણથી શેઠની સંપત્તિમાં દિન પ્રતિદિન વૃદ્ધિ થવા લાગી તેથી શેઠની પ્રતિષ્ઠા વધી ગઈ. આ રીતે કેટલાક દિવસો વ્યતીત થઈ ગયા. શેઠે ધીરે ધીરે વાતચીત કરીને પોતાની પુત્રી નંદાના લગ્ન શુભદિવસે અને શુભદિવસે અને શુભ મુહૂર્તે શ્રેણિકની સાથે કરી આપ્યા. શ્રેણિક સ્વયુગૃહે પોતાની પનીની સાથે રહેવા લાગ્યા. થોડા સમય બાદ નંદાદેવી ગર્ભવતી બની અને યથાવિધિ ગર્ભનું પાલન કરવા લાગી. બીજી બાજુ રાજકુમાર શ્રેણિક કહ્યા વગર ચાલ્યા ગયા હોવાથી સજા પ્રસેનજિત બહુ ચિંતાગ્રસ્ત બની ગયા. તેણે ચારે દિશામાં શ્રેણિકની શોધ કરવા માટે માણસોને મોકલ્યા. થોડા દિવસ બાદ શોધ કરતાં કરતાં થોડાક માણસો બેનાતટ આવ્યા. ત્યાં પહોંચતા તેઓને શ્રેણિકની ખબર મળી જતાં તેઓ શ્રેણિક પાસે પહોંચી ગયા અને શ્રેણિકને પ્રાર્થના કરી કે મહારાજા આપના વિયોગથી બહુ જ દુઃખી છે, કૃપા કરીને આપ શીઘ રાજગૃહ પધારો. શ્રેણિકે રાજપુરુષોની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો અને રાજગૃહ જવા માટે નિશ્ચય કર્યો. પોતાની પત્ની નંદાને વાકેફ કરી. તેની સંમતિ લઈને પોતાનો વિસ્તૃત પશ્ચિય લખીને આપ્યો, પછી તેમણે રાજગૃહ તરફ પ્રસ્થાના કર્યું. રાજગૃહ પહોંચતા પ્રસેનજિત રાજાએ શ્રેણિકને રાજયપદ આપ્યું. આ બાજુ નંદાના ગર્ભમાં દેવલોકચી વીને આવેલા જીવના પુચપ્રભાવથી નંદા દેવીને એક દોહદ ઉત્પન્ન થયો. હું એક મોટા હાથી પર આરૂઢ થઈને ધનદાન તથા અભયદાન આપું. એવા તેના મનમાં વિચારો આવ્યા. પછી તેણીએ પોતાના પિતાને પોતાની ઈચ્છા પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરી. પિતાએ સહર્ષ પોતાની પુત્રીનો દોહદ પૂર્ણ કર્યો. સમય વીતતાં સવા નવ માસે પુત્રરત્નનો જન્મ થયો. પિતાયો પ્રાતઃકાલીન સુર્ય સમાન તેજસ્વી અને દશે દિશાઓને પ્રકાશિત કરનાર બાળકનો જન્મ મહોત્સવ મનાવ્યો. પછી દોહદાનુસાર તેનું નામ “અભયકુમાર” રાખ્યું. તે સુકુમાર બાળક દિન પ્રતિદિન વૃદ્ધિ પામવા લાગ્યો. સમય પસાર થવા પર તેને શાળાએ મોકલ્યો. પ્રારંભિક જ્ઞાનથી લઈને અનેક શાસ્ત્રનો અભ્યાસ કરીને ૨ કળાઓમાં તે પ્રવીણ થયો. એક દિવસ અકસ્માત અભયકુમારે તેની માતાને પૂછયું - મા, મારા પિતાજી કોણ છે અને તે ક્યાં રહે છે ? પુત્રના આ પ્રશ્નથી માતાએ તેના પિતા વિષેની સર્વ વાત કરી અને શ્રેણિકે લખેલ વિગતનો પત્ર પણ વંચાવ્યો. માતાની વાત સાંભળીને તેમજ પોતાના પિતાએ લખેલો પરિચય બ વાંચીને તેણે જાણ્યું કે મારા પિતા રાજગૃહના રાજા છે. તે જાણીને અભયકુમારને અતિ પ્રસન્નતા થઈ. પછી તેણે પોતાની માતાને કહ્યું - માતાજી ! આપ આજ્ઞા આપો તો હું સાથીદારોને લઈને રાજગૃહ જાઉં ? માતાએ કહ્યું - જો તું કહે તો હું પણ તારી સાથે આવું. અભયકુમારે હા પાડી તેથી માતા અને પુત્ર તેમજ સાથીદારો બધાં રાજગૃહ તરફ રવાનાં થયાં. ચાલતાં ચાલતાં તેઓ રાગૃહ નગરની બહાર પહોચ્યા. પોતાની માતાને સાથીદારોની પાસે એક સુંદર સ્થાન પર રાખીને અભયકુમાર નગરમાં ગયો. ત્યાંનું ૧૦૨ “નંદી” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન વાતાવરણ કેવું હશે ? રાજાજીના મને દર્શન કેવી રીતે થશે ? વગેરે વિચાર કરતો કરતો તે ચાલ્યો જતો હતો. ત્યાં નગરની અંદર એક જળરહિત કૂવાની આસપાસ માણસોની ભીડ દેખી. અભયકુમારે કોઈ એક વ્યકિતને પૂછયું - બધા કૂવાના કાંઠે શા માટે ભેગા થયા છો ? તેણે કહ્યું પાણી વગરના આ સૂકા કૂવામાં અમારા રાજાની સુવર્ણ મુદ્રિકા (વીંટી) પડી ગઈ છે. રાજાએ ઘોષણા કરી છે જે કોઈ માણસ કૂવામાં ઊતર્યા વગર અને કુવાના કાંઠે જ ઊભા રહીને પોતાના હાથથી વીંટી કાઢી આપશે તેને મહારાજ બહુ સુંદર પારિતોષિક આપશે પરંતુ અહીં ઊભેલાઓમાંથી કોઈને પણ વીંટી કાઢવાનો ઉપાય સૂઝતો નથી. અભયકુમારે તે જ ક્ષણે - જો તમે મને અનુમતિ આપો તો હું વીંટી કાઢી આપું. આ વાત જાણીને સજના કર્મચારીઓએ અભયકુમારને વીંટી કાઢી આપવાનો અનુરોધ કર્યો. અભયકુમારે સર્વપ્રથમ કૂવાના કાંઠા પર રહીને એકવાર વીંટીને બરાબર જોઈ લીધી. ત્યારબ્બાદ થોડેક દૂર રહેલા છાણને તે લઈ આવ્યો પછી કૂવામાં પડેલી વીંટી પર તે છાણ તેણે નાંખી દીધું. વીંટી છાણમાં ચોંટી ગઈ. બે ચાર કલાક પછી છાણ સુકાઈ ગયા બાદ તેણે કૂવામાં પાણી ભરાવ્યું. કૂવો પાણીથી છલોછલ ભરાઈ જવાથી પેલું સુકાઈ ગયેલું છાણ ઉપર આવતાં કૂવાના કાંઠે ઊભા રહીને તેણે હાથ વડે લઈ લીધું, પછી તેમાંથી સોનાની વીંટી કાઢી લીધી. ત્યાં ઊભેલા લોકો આ યુવકની કળા જોઈને આશ્ચર્યચકિત બની ગયા. વીંટી બહાર નીકળી ગયાના સમાચાર રાજા સુધી પહોંચી ગયા. રાજાએ અભયકુમારને રાજમહેલમાં બોલાવ્યો અને પૂછયું - બેટા ! તું કોણ છો ? અભયકુમારે રાજાના હાથમાં વીંટી આપીને કહ્યું - હું આપનો પુત્ર છું. રાજાએ પૂછ્યું - કેવી રીતે ? ત્યારે અભયકુમારે બધો વૃતાંત કહી સંભળાવ્યો. એ સાંભળીને સજા અત્યંત ખુશ થયા. તરત જ તેણે પોતાના પુત્રને વાત્સલ્ય આપીને મસ્તક પર હાથ ફેરવ્યો અને પૂછ્યું - બેટા ! તારી માતા ક્યાં છે ? પુણે કહ્યું તે નગરની બહાર મારા સાથીઓ સાથે છે. અભયકુમારની વાત સાંભળીને રાજા ખુદ પોતાના પરિજનોની સાથે સણી નંદાને લેવા માટે ગયા. રાજા પહોંચે તેની પહેલા અભયકુમારે સંપૂર્ણ વૃતાંત માતાને કહી સંભળાવ્યો અને એમ પણ કહ્યું - રાજાજી ખુદ આપને રાજમહેલમાં લેવા માટે પઘારે છે. એ સમાચાર સાંભળીને રાણી નંદા ખૂબ જ હર્ષઘેલી બની ગઈ. એટલામાં મહારાજા શ્રેણિક ત્યાં આવી પહોંચ્યા. સમગ્ર જનતા સણીના દર્શન કરીને હર્ષવિભોર બની ગઈ. રાજાજી ગણીને ઉત્સાહ અને સમારોહ પૂર્વક અથ વાજતે ગાજતે રાજમહેલમાં લઈ ગયા. રાજાએ ઔત્પાતિક બુદ્ધિના ધણી પોતાના પુત્ર અભયકુમારને મંત્રીપદે સ્થાપિત કર્યો. પચી લોકો આનંદ પૂર્વક દિવસો વ્યતીત કરવા લાગ્યા. (૫) પટ :- એક સમયની વાત છે. બે વ્યક્તિ કોઈ સ્થળે જઈ રહી હતી. રસ્તામાં એક સુંદર મોટું સરોવર આવ્યું. તેનું ઠંડુ પાણી જોઈને તેઓને સરોવરમાં સ્નાન કરવાનું મન થયું. બરોએ પોતપોતાનાં વસ્ત્રો ઉતારીને સરોવરના કાંઠે રાખી દીધા. પછી સ્નાન કરવા માટે સરોવરમાં ગયા. સરોવરમાં સ્નાન કરીને એક માણસ
SR No.009081
Book TitleAgam 44 Nandi Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 44, & agam_nandisutra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy