SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૯૭ થી ૧૦૦ ચાલીને પણ ન આવે, માર્ગથી ન આવે, ઉન્માર્ગથી ન આવે, સ્નાન કરીને ન આવે, સ્નાન કર્યા વગર પણ ન આવે પરંતુ રોહકને રાજા પાસે અવશ્ય આવવાનું છે. રાજાની એવી નિરાલી આજ્ઞા સાંભળીને રોહકની પાસે ઊભેલા માણસોના શ્વાસ અદ્ધર ચડી ગયા. સૌ વિચારમાં પડી ગયા કે આવી કઠિન શત શી રીતે પૂરી થશે ? પરંતુ રોહક કાંઈ હારે એમ ન હતો. સેહકે રાજદરબારમાં જવાની તૈયારી કરી. સુઅવસર જોઈને રોહકે ગળા સુધી સ્નાન કર્યું, અમાવસ્યા અને એકમની, સંધિમાં સંધ્યા સમયે, શિર પર ચારણીતું છત્ર ધારણ કરીને, બકરી પર બેસીને ગાડીના પૈડાના ચિલાનો રસ્તો છોડીને વચલા રસ્તેથી રાજાની પાસે ગયો. રાજદર્શન, દેવદર્શન અને ગુરુદર્શને ખાલી હાથે ન જવાય એ નીતિ વચનને ધ્યાનમાં રાખીને રોહકે હાથમાં એક માટીનું ઢેકુ સાથે લીધું હતું. સજાની સેવામાં પહોંચીને રોહકે યોગ્ય રીતે વિનયપૂર્વક નમસ્કાર કર્યા. પછી માટીનું ઢેકુ રાજાની સમક્ષ રાખી દીધું. રાજાએ આશ્ચર્યચકિત થઈને પૂછયું - આ શું છે ? રોહકે નમભાવે ઉત્તર આપ્યો, દેવ! આપ પૃથ્વીપતિ છો એટલે હું આપના ચરણે ધરવા માટે પૃથ્વી લાવ્યો છું. પ્રથમ દર્શને જ એવા પ્રકારનું માંગલિક વચન સાંભળીને રાજા અતિ પ્રમુદિત થયા. રોહકની સાથે આવનાર ગ્રામીણ લોકોની રોમરાય હર્ષથી ઊભી થઈ ગઈ. રોહકે આજ્ઞાનું પાલન કર્યું તેથી રાજાએ ગ્રામીણ લોકોને મોકલી દીધા પણ રોહકને પોતાની પાસે રાખી લીધો. રાત્રે રાજાએ રોહકને પોતાની પાસે સૂવડાવ્યો. રાત્રિના બીજા પહોરે રાજાએ રોહકને સંબોધન કરીને કહ્યું - રોહક ! તું જાણે છે કે ઊંઘે છે ? રોહકે જવાબ આપ્યો - જાણું છું મહારાજ, રાજાએ પૂછયું - જાગીને તું શું વિચારે છે ? રોહકે કહ્યું - હું વિચારું છું કે બકરીના પેટમાં ગોળ ગોળ લીંડીઓ કેમ બનતી હશે ? રોહકની આશ્ચર્યચકિત વાત સાંભળીને રાજ પણ વિચારમાં પડી ગયા પણ રાજાને ઉત્તર મૂક્યો નહીં. તેણે ફરી રોહકને પૂછયું - જો તું એ જવાબ જાણતો હો તો મને બતાવ. રોહકે કહ્યું – દેવા બકરીના પેટમાં સંવર્તક નામનો વાયુ વિશેષ હોય છે, તેથી તેની લીંડીઓ ગોળ ગોળ બનીને બહાર આવે છે. એમ કહીને થોડી વારમાં જ ોહક ઊંઘી ગયો. (૧૨) પત્ર :- રાત્રિના ત્રીજા પહોરે રાજાએ કહ્યું - રોહક ! જાગે છે કે ઊંધે છે ? રોકે શીઘ જવાબ આપ્યો - જાણું છું સ્વામી ! રાજાએ ફરી કહ્યું - રોહક! તું શું વિચારે છે ? રોહકે કહ્યું - હું એમ વિચારું છું કે પિપળાના પાંદડાની ડાંડલી મોટી હોય કે તેની શિખા ? આ વાત સાંભળીને રાજા સંશયમાં પડી ગયા. પછી તેણે રોહકને પૂછયું - બેટા તું આ વિષે શું જાણે છે ? રોકે કહ્યું – દેવ ! જ્યાં લગી શિખાનો અગ્રભાગ સૂકાય ન જાય ત્યાં સુધી બને તુલ્ય હોય છે. પછી શા ઊંધી ગયા અને રાહક પણ ઊંધી ગયો. રાજાએ કોઈ અનુભવીને પૂછયું- ત્યારે તેણે કહ્યું કે રોહકની વાત [40/7] ૯૮ “નંદી” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન સાચી છે. (૧૩) ખિસકોલી :- રાત્રિનો ચોથો પ્રહર ચાલતો હતો. તે સમયે અચાનક રાજાએ રોહકને પૂછયું - તું જાણે છે કે ઊંધે છે ? રોહકે કહ્યું - જાણું છું સ્વામી ! રાજાએ કહ્યું - તું શું વિચારે છે ! રોહકે કહ્યું - હું વિચારું છું કે ખિસકોલીની પૂંછડી એના શરીરસી મોટી હશે કે નાની ? રોહકની વાત સાંભળીને રાજા ખુદ વિચારમગ્ન બની ગયા. જ્યારે તે કોઈ નિર્ણય ન કરી શક્યા ત્યારે તેણે રોહકને પૂછયું – બેટા ! તું આ વિષે શું જાણે છે ? રોહકે કહ્યું - દેવ ખિસકોલીનું શરીર અને પૂંછ બન્ને બરાબર હોય છે. એમ કહીને રોહક ફરી ઊંઘી ગયો. (૧૪) પંચપિયરો (પાંચ પિતા) - સત્રિ વ્યતીત થઈ ગઈ. સૂર્યોદયથી પહેલા જ્યારે મંગલ વાજિંત્રો વગાડવામાં આવ્યા ત્યારે રજા જાગ્યા પરંતુ રોહક ગાઢ નિદ્રામાં સૂતો હતો. રાજાએ રોહકને અવાજ દીધો પરંતુ રોહક જાગ્યો નહીં. તેથી રાજાએ પોતાની છડી જરાક મેકના શરીરને અડાડી, તેથી રોહક તરત જ જાગી ગયો. રાજાએ કુતૂહલપૂર્વક પૂછ્યું - રોહક તું શું વિચાર કરતો હતો ? રોહકે કહ્યું - હું વિચારતો હતો કે આપને પિતા કેટલા છે ? રોહકની વાત સાંભળીને રાજા ચક્કરમાં પડી ગયા પરંતુ તેની બુદ્ધિ પ્રબળ હોવાના કારણે ક્રોધને શાંત કરીને કહ્યું – બેટા ! તું જ બતાવ કે હું કેટલા પિતાનો પુત્ર છું? રોહકે કહ્યું – મહારાજ ! આપ પાંચ પિતાથી ઉત્પન્ન થયા છો. એક તો વૈશ્રમણથી કેમ કે આપ કુબેર સમાન ઉદાર છો. બીજા ચાંડાલથી કેમ કે દુશ્મનો માટે આપ ચાંડાલ સમાન કૃર છો. ત્રીજા ધોબીથી, ધોબી જેમ ભીના કપડાને ખૂબ નીચોવીને બધું પાણી તેમાંથી કાઢી નાંખે છે એ જ રીતે આપ પણ દેશદ્રોહી અને રાજદ્રોહીનું સર્વસ્વ લૂંટી લો છો. ચોથા વિંછીથી, જેમ વિંછી ડંખ મારીને બીજાને પીડા પહોંચાડે છે એ જ રીતે મારા જેવા નિદ્રાધીન બાળકને છડીના અગ્રભાગથી જગાડીને વિંછીની જેમ કષ્ટ પહોંચાડ્યું છે. પાંચમા આપના પિતાશ્રી કેમ કે આપ આપના પિતા સમાન ન્યાયપૂર્વક પ્રજાનું પાલન કરો છો. રોહકની ઉપર્યુક્ત વાત સાંભળીને રાજા અવાક બની ગયા. પ્રાત:કાળે શૌચસ્નાનાદિથી નિવૃત્ત થઈને પોતાની માતાને પ્રણામ કરવા માટે ગયા. પ્રણામ કરીને રોહકે બતાવેલી પાંચ પિતાની વાત તેણે માતાને કહી સંભળાવી અને પછી કહ્યું - માતાજી ! આ વાત કેટલી સત્ય છે ? રાજમાતાએ કહ્યું - પુત્ર ! વિકારી ઈચ્છાથી જોવું એ જ જો તારા સંસ્કારનું કારણ હોય તો એવું અવશ્ય બન્યું છે. જ્યારે તું ગર્ભમાં હતો ત્યારે હું એક દિવસ કુબેરની પૂજા કરવા માટે ગઈ હતી. કુબેરની સુંદર મૂર્તિને જોઈને મારી ભાવના વિકૃત થઈ હતી, પાછા ફરતી વખતે એક ધોબી અને એક ચાંડાલ યુવકને જોઈને મારી ભાવના વિકૃત થઈ હતી. ત્યાર બાદ ઘર તરફ આવતી વખતે એક વિંછી યુગલને
SR No.009081
Book TitleAgam 44 Nandi Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 44, & agam_nandisutra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy