SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૮૯ ક્ષમાશ્રમણ કૃત વિશેષાવશ્યક ભાષ્યમાં પણ આ વિષય પર ચર્ચા કરેલ છે. • સૂત્ર-૯૦ : આ કેવળજ્ઞાન સંપૂર્ણ દ્રવ્યપરિણામનું ઔદયિક આદિ સર્વ ભાવોનું અથવા વર્ણ, ગંધ, રસ આદિ સર્વ ગુણોનું જ્ઞાન કરાવનાર છે, ત રહિત છે, શાશ્વત-સદાકાળ સ્થાયી છે અને પતિપાતી છે. એવું આ કેવળજ્ઞાન એક પ્રકારનું છે. ૮૫ • વિવેચન-૯૦ : ૪ :- (૧) આ શબ્દનો અનંતર અર્થમાં પ્રયોગ થાય છે. અહીં મનઃ પર્યવજ્ઞાનના અનંતર કેવળજ્ઞાનનું નિરૂપણ કરેલ છે. (૨) આ શબ્દનો પ્રયોગ ગાથામાં શબ્દોની પૂર્તિ માટે કે વાક્યાલંકાર માટે પણ થાય છે. (૩) આ ગાથામાં કેવળજ્ઞાનના વિષયનો ઉપસંહાર કરેલ છે. સાથે કેવળજ્ઞાનનું આંતસ્કિ સ્વરૂપ પણ બતાવેલ છે. સૂત્રકારે કેવળજ્ઞાનને પાંચ વિશેષણો આપીને આ વિષયને સ્પષ્ટ કરેલ છે. (૧) સવ્વલન્ત્ર-પરિમ-માવિત્તિજારળ :- સર્વ દ્રવ્ય અને તેના સર્વ પર્યાયોને તેમજ ઔદયિક આદિ ભાવોને જાણનાર, - (૨) અનંત :- તે અનંત છે કેમ કે ોય અનંત છે અને કેવળજ્ઞાન તે સર્વને વિષયભૂત કરે છે તેથી તેને અનંત કહેલ છે. (૩) સામર્થ :- કાળની અપેક્ષાએ સાદિ અનંત હોવાથી કેવળજ્ઞાન શાશ્વત છે. (૪) મડિવાર્ફ :- આ જ્ઞાન ક્યારે ય પણ પ્રતિપાતિ થાય નહીં અર્થાત્ જેની મહાજ્યોત કોઈ પણ ક્ષેત્ર અને કાળમાં બુઝાતી નથી. અહીં શંકા ઉત્પન્ન થાય છે કે જો શાશ્વત કહેવાથી કેવળજ્ઞાનની નિત્યતા થતી હોય તો પછી અપ્રતિપાતિ વિશેષણ પૃથક્ શા માટે આપેલ છે ? સમાધાન :- જે જ્ઞાન શાશ્વત હોય તે અપ્રતિપાતિ હોય જ પરંતુ જે અપ્રતિપાતિ હોય છે તે શાશ્વત હોય અથવા ન હોય માટે અપ્રતિપાતિ વિશષણ આપેલ છે. (૫) વિર :- જે જ્ઞાન ભેદ પ્રભેદથી રહિત છે, સર્વ પ્રકારની તરતમતા અને વિસશતાથી રહિત છે તેમજ સદાકાળ અને સર્વદેશમાં એક સરખું જ રહે છે. માટે તે કેવળજ્ઞાન એક પ્રકારનું જ હોય છે. - સૂત્ર-૯૧,૯૨ - [૧] કેવળજ્ઞાન દ્વારા સર્વ પદાર્થોને જાણીને તેમાં જે પદાર્થ વર્ણન કરવા યોગ્ય હોય તેને તીર્થંકર દેવ પોતાના પ્રવચનોમાં પ્રતિપાદન કરે છે. તીર્થંકર દેવનો તે સંપૂર્ણ વચનયોગ શ્રુત કહેવાય છે અર્થાત્ કેવળજ્ઞાનથી જાણીને કહેવાયેલ વચનો સાંભળનાર માટે શ્રુતજ્ઞાનરૂપ થઈ જાય છે. [૨] આ રીતે કેવળજ્ઞાનનું વર્ણન પૂર્ણ થયું. તેમજ નોઈન્દ્રિયપત્યક્ષજ્ઞાનનું પ્રકરણ પૂર્ણ થયું. • વિવેચન-૯૧, ૯૨ 1 આ ગાથામાં સૂત્રકારે સ્પષ્ટ કહ્યું છે કે તીર્થંકર ભગવાન કેવળજ્ઞાન દ્વારા ૬ “નંદી” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન જેટલા પદાર્થોને જાણે છે તેમાં પણ જેટલું કથનીય છે એ જ કહે છે. દરેક પદાર્થોનું કે સર્વ પર્યાયનક છે, આયુષ્ય પરિમિત છે, પદાર્થો અનંત છે, તેના ગુણ, ધર્મ, પર્યાય અનંતાનંત છે, માટે તીર્થંકર પ્રભુ પદાર્થોની અનંતમો ભાગ જ બતાવી શકે છે. તેનાથી અતિરિક્ત અર્થ વાણીથી અવર્ણનીય છે. કેવળજ્ઞાની જે પ્રવચન કરે છે તે વચન યોગથી કરે છે પણ શ્રુતજ્ઞાનથી નહીં અર્થાત્ ભાષા પર્યાપ્તિ નામકર્મના ઉદયથી કરે છે. તેઓશ્રીના પ્રવચનને સાંભળનાર માટે તે પ્રવચન શ્રુતનું કારણ બને છે. તેથી એમ સિદ્ધ થાય છે કે તીર્થંકર ભગવાનનો વચનયોગ શ્રુતજ્ઞાનનું નિમિત્ત હોવાને કારણે દ્રવ્યશ્રુત છે. તે કેવળજ્ઞાનપૂર્વક વચન પ્રયોગ છે. વર્તમાન કાળમાં જે આગમજ્ઞાન કરાય છે તે ભાવશ્રુત છે અને પુસ્તકોમાં લિપિબદ્ધ જે હોય તે પણ ભાવદ્યુતનું નિમિત્ત કારણ હોવાથી દ્રવ્યશ્રુત છે. ગણધરોને જે શ્રુતજ્ઞાન થાય છે તે ભગવાનના વચનયોગ રૂપ દ્રવ્યશ્રુતથી હોય છે. કારણ કે તેઓને શ્રુતજ્ઞાન ઉત્પન્ન થવાનું નિમિત્ત ભગવાનના મુખ્ય વચનો જ હોય છે. કેવળજ્ઞાનથી જાણીને તીર્થંકર પ્રભુ જે પ્રજ્ઞાપના યોગ્ય હોય તેની પ્રરૂપણા કરે છે. તેઓશ્રીનો અમાં - સમસ્ત સંપૂર્ણ વચનયોગ શ્રોતાઓને માટે શ્રુતરૂપ થઈ જાય છે. • સૂત્ર-૯૩ : પન્ન :- પરોક્ષજ્ઞાન કેટલા પ્રકારનું છે ? ઉત્તર ઃ- પરોક્ષજ્ઞાન બે પ્રકારનું છે, જેમકે – (૧) આભિનિબોધિક જ્ઞાન પરોક્ષ (મતિજ્ઞાન) (૨) શ્રુતજ્ઞાન પરોક્ષ. જ્યાં આભિનિબોધિક જ્ઞાન હોય ત્યાં શ્રુતજ્ઞાન પણ હોય છે અને જ્યાં શ્રુતજ્ઞાન હોય ત્યાં આભિનિબૌધિક જ્ઞાન હોય, એ બન્ને જ્ઞાન સાથે જ રહેનારા છે, અન્યોન્ય અનુગત છે તો પણ એ બન્નેમાં તીર્થંકરોએ આ પ્રમાણે વિશેષતા ફરમાવેલ છે – (૧) સન્મુખ આવેલા પદાર્થોને જે પ્રમાણપૂર્વક અભિગત કરે, જાણે તેને આભિનિબોધિક જ્ઞાન કહેવાય, સાંભળવામાં આવે તેને શ્રુતજ્ઞાન કહેવાય અર્થાત્ શ્રુતજ્ઞાન એ શ્રવણનો વિષય છે. (૨) શ્રુતજ્ઞાન મતિજ્ઞાનપૂર્વક જ હોય છે પરંતુ મતિજ્ઞાન શ્રુતપૂર્વક જ હોય એવો નિયમ નથી. • વિવેચન-૯૩ : આ સૂત્રમાં પરોક્ષજ્ઞાન વિષે પૃચ્છા કરેલ છે. (૧) આભિનિબોધિક જ્ઞાન પરોક્ષ અને (૨) શ્રુતજ્ઞાન પરોક્ષ. એમ બે ભેદ છે. જ્યાં આભિનિબોધિક જ્ઞાન હોય ત્યાં શ્રુતજ્ઞાન પણ હોય છે. આ બન્ને જ્ઞાન એક બીજાની સાથે રહે છે. આ બન્ને જ્ઞાન અન્યોન્ય અનુગત (સાથે જ રહેનારા) છે. છતાં આ બન્નેમાં સ્વરૂપની અપેક્ષાએ ભિન્નતા છે. પાંચ ઈન્દ્રિય અને છઠ્ઠું મન, એના માધ્યમથી થનાર જ્ઞાનને પરોક્ષજ્ઞાન કહેવાય છે. આ જ્ઞાનના બે ભેદ છે – આભિનિબોધિકજ્ઞાન અને શ્રુતજ્ઞાન. મતિ શબ્દનો પ્રયોગ આગમમાં જ્ઞાન અને અજ્ઞાન બન્ને માટે કરેલ છે પરંતુ
SR No.009081
Book TitleAgam 44 Nandi Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 44, & agam_nandisutra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy