SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૮૬ ૮૦ (૧) ક્ષેત્રદ્વાર :- સમુચ્ચ અઢીદ્વીપમાં જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છે માસ સુધી વિરહ પડે છે. જંબૂદ્વીપના મહાવિદેહ અને ધાતકીખંડના મહાવિદેહમાં ઉત્કૃષ્ટ પૃથકત્વ અનેક વર્ષનો, પુકરાદ્ધ દ્વીપમાં એક વર્ષથી કંઈક અધિક કાળ સુધીનો વિરહ પડે છે. (૨) કાળદ્વાર :- જન્મની અપેક્ષાએ પાંચ ભરત પાંચ ઐસવતમાં ૧૮ ક્રોડાકોડી સાગરોપમથી કંઈક ન્યૂન સમયનું અંતર પડે છે કેમકે ઉત્સર્પિણી કાળનો ચોથો આરો બે ક્રોડાકોડી સાગરોપમ, પાંચમો આરો ત્રણ ક્રોડાકોડી સાગરોપમ, છઠ્ઠો આરો ચાર ક્રોડાકોડી સાગરોપમનો હોય છે. અવસર્પિણી કાળનો પહેલો આરો ચાર ક્રોડાકોડી સાગરોપમ, બીજો આરો ગણ અને ત્રીજો આરો બે ક્રોડક્રોડી સાગરોપમનો હોય છે. આ રીતે બધા મળીને ૧૦ ક્રોડાકોડી સાગરોપમ થાય છે. એમાં ઉત્સર્પિણી કાળના ચોથા આરાની આદિમાં ૨૪મા તીર્થંકરનું શાસન સંખ્યાત કાળ સુધી ચાલે છે ત્યારપછી વિચ્છેદ જાય છે. અવસર્પિણીકાળના ત્રીજા આરાના અંતિમ ભાગમાં પહેલા તીર્થકરનો જન્મ થાય છે. તેનું શાસન ત્રીજા આરામાં એક લાખ પૂર્વ સુધી ચાલે છે. આ રીતે અઢાર ક્રોડાકોડીથી કંઈક ન્યૂન કહેલ છે. તે શાસનમાંથી સિદ્ધ થઈ શકે છે. તેનો વ્યવચ્છેદ થવા પર તે ક્ષેત્રમાં જેનો જન્મ થયો હોય તે પણ સિદ્ધ થઈ ન શકે. સંહરણની અપેક્ષાએ બધા ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ અંતર સંખ્યાત હજાર વર્ષનું કહેલ છે. (3) ગતિદ્વાર :- નકથી નીકળેલા સિદ્ધ થયા હોય તેનું ઉત્કૃષ્ટ અંતર અનેક હજાર વર્ષ, તિર્યચથી નીકળેલા સિદ્ધ થયા હોય તેનું ઉત્કૃષ્ટ અંતર અનેક ૧૦૦ વર્ષનું, તિર્યંચાણી અને સૌધર્મ ઈશાન દેવલોકના દેવો છોડીને શેષ સર્વ દેવોથી અને દેવી, મનુષ્ય, મનુષ્યાણી, તિર્યંચાણીથી આવેલ સિદ્ધોનું અંતર ઉત્કૃષ્ટ ૧ વર્ષથી કંઈક અધિક હોય છે. પૃથ્વી, પાણી, વનસ્પતિ, સૌધર્મ-ઈશાન દેવલોકના દેવ અને બીજી નકભૂમિમાંથી નીકળેલા સિદ્ધોનું ઉત્કૃષ્ટ અંતર સંખ્યાત હજાર વર્ષનું હોય છે. જઘન્ય સર્વ સ્થાનોમાં એક સમયનું અંતર જાણવું જોઈએ. (૪) વેદદ્વાર :- પુરુષવેદીચી અવેદી થઈને સિદ્ધ થયેલનો ઉત્કૃષ્ટ વિરહ એક વર્ષથી કંઈક અધિક, સ્ત્રીવેદી અને નપુંસકવેદીથી અવેદી થઈને સિદ્ધ થનારનો ઉત્કૃષ્ટ વિરહ સંખ્યાત હજાર વર્ષનો છે. પુરુષ મરીને ફરી પુરુષ બને તેને સિદ્ધિ પ્રાપ્તિનો ઉત્કૃષ્ટ અંતર એક વર્ષથી કંઈક અધિક છે. શેષ આઠ ભંગોના પ્રત્યેક ભંગમાં સંખ્યાત હજાર વર્ષનું અંતર છે. પ્રત્યેક બુદ્ધનું પણ એટલું જ અંતર હોય છે. જઘન્ય અંતર સર્વ સ્થાનોમાં એક સમયનું છે. (૫) તીર્થંકરદ્વાર :- તીર્થકરનું મુકિપાપ્તિનું ઉત્કૃષ્ટ અંતર અનેક હજાર પૂર્વ અને સ્ત્રી તીર્ષકનું ઉત્કૃષ્ટ અંતર અનંતકાળ, અતીર્થકરોનો ઉત્કૃષ્ટ વિરહ એક વર્ષથી કંઈક અધિક, નોતીર્થસિદ્ધો (પ્રત્યેક બુદ્ધો)નું અંતર સંખ્યાત હજાર વર્ષનું અને જઘન્ય દરેકનો એક સમય વિરહ પડે છે. (૬) લિંગદ્વાર - સ્વલિંગી સિદ્ધ થનારનું જઘન્ય અંતર એક સમય, ઉતકૃષ્ટ એક વર્ષથી કંઈક અધિક, અલિંગી અને ગૃહલિંગીનું ઉત્કૃષ્ટ સંખ્યાત હજાર વર્ષનું “નંદી” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન અંતર પડે છે. (9) ચાસ્ત્રિદ્વાર - પૂર્વભાવની અપેક્ષાથી સામાયિક, સૂમ સંપરાય અને યથાખ્યાત ચાત્રિનું પાલન કરીને સિદ્ધ થનારનું અંતર પડે તો એક વર્ષથી કંઈક અધિક કાળનું. છેદોપસ્થાપનીય અને પરિવાર વિશુદ્ધ ચાત્રિનું અંતર ૧૮ ક્રોડાકોડી સાગરોપમથી કંઈક અધિક અંતર પડે છે. આ બન્ને ચાત્રિ ભરત અને ઐરાવત ક્ષેત્રમાં પહેલા અને અંતિમ તીર્થંકરના સમયમાં હોય છે. (૮) બુદ્ધહાર - બુદ્ધબોધિત થયેલ સિદ્ધોનું અંતર ઉત્કૃષ્ટ એક વર્ષથી કંઈક અધિક અંતર પડે છે. પ્રત્યેક બુદ્ધ તથા સાધ્વીથી પ્રતિબોધિત થયેલ સિદ્ધોનું અંતર સંખ્યાત હજાર વર્ષનું અને સ્વયંબુદ્ધનું અનેક હજાર પૂર્વનું અંતર હોય છે. (૯) જ્ઞાનદ્વાર :- મતિ-શ્રુત જ્ઞાનપૂર્વક કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને સિદ્ધ થનારનું અંતર પલ્યોપમનાં અસંખ્યાતમાં ભાગ પ્રમાણનું છે. મતિ, શ્રત અને અવધિજ્ઞાનથી કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને સિદ્ધ થનારાનું અંતર વર્ષથી કંઈક અધિક હોય છે. મતિ, શ્રત મન:પર્યવ જ્ઞાનથી કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને સિદ્ધ થયેલાનું ઉત્કૃષ્ટ અંતર સંખ્યાતા (હજારો) વર્ષનું જાણવું. (૧૦) અવગાહનાદ્વાર :- ૧૪ રાજલોકને ઘન બનાવવામાં આવે તો છે રાજલોક બને છે તેમાંથી એક પ્રદેશની શ્રેણી સાત રાજ લાંબી છે. તેના અસંખ્યાતમાં ભાગમાં જેટલા આકાશ પ્રદેશ છે તેમાંથી એક એક સમયમાં એક એક આકાશ પ્રદેશનું અપહરણ કરે તો તેને જેટલો કાળ લાગે એટલું ઉત્કૃષ્ટ અવગાહનાવાળાનું ઉત્કૃષ્ટ પાંતર હોય છે. મધ્યમ અવગાહનાવાળાનું ઉત્કૃષ્ટ અંતર એક વર્ષથી કંઈક અધિક છે. જઘન્ય અંતર સર્વસ્થાનોમાં એક સમયનું છે. (૧૧) ઉત્કૃષ્ટદ્વાર :- અપતિપાતિ સિદ્ધોનું અંતર સાગરોપમનો અસંખ્યાતમો ભાગ, સંખ્યાત કાળ અને અસંખ્યાતકાળના પ્રતિપાતિ થયેલા સિદ્ધોનું અંતર ઉત્કૃષ્ટ સંખ્યાત હજાર વર્ષનું તથા અનંતકાળના પ્રતિપાતિ થયેલા સિદ્ધોનું અંતર ૧ વર્ષથી કંઈક અધિક છે. જઘન્ય અંતર સર્વ સ્થાનોમાં એક સમયનું છે. (૧૨) અનુસમયદ્વાર - બે સમયથી લઈને આઠ સમય સુધી નિરંતર સિદ્ધ થાય છે.. (૧૩) ગણનાદ્વાર - એક અથવા અનેક સિદ્ધોનું અંતર ઉત્કૃષ્ટ સંખ્યાત હજાર વર્ષનું છે. (૧૪) અ૫બહુdદ્વાર :- પૂર્વવત્ જાણવો. (૩) ભાવઢાર - ભાવ છ છે. ઔદયિક, ઔપથમિક, ક્ષાયોપથમિક, ક્ષાયિક, પારિણામિક અને સHિપાતિક, ક્ષાયિકભાવથી જ સર્વે જીવો સિદ્ધ થાય છે. આ દ્વારમાં ૧૫ ઉપદ્વારોનું વિવરણ પૂર્વવત્ જાણવું. (૮) અથબહુdદ્વાર :ઉર્વલોકથી સર્વથી થોડા ૪ સિદ્ધ થાય છે. અકર્મભૂમિના ક્ષેત્રોમાં ૧૦ સિદ્ધ
SR No.009081
Book TitleAgam 44 Nandi Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 44, & agam_nandisutra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy