SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ સૂ-૬૬ (3) અપર્યાપ્ત બાદર (૪) પર્યાપ્ત બાદર. આ જીવોની ઉત્કૃષ્ટ સંખ્યા જે હોય તે જીવોમાંથી પ્રત્યેક જીવને તેની અવગાહના અનુસાર આકાશપ્રદેશો પર લગાતાર એક પંક્તિમાં રાખીને તેની શ્રેણી બનાવવામાં આવે તો તે શ્રેણી બાજુ ઘુમાવવામાં આવે તો તેની પરિધિમાં જેટલો લોકાકાશ અને લોકાકાશનો સમાવેશ થશે. તેટલો વિષય પરમ અવધિજ્ઞાનનો છે. જો કે સમસ્ત અગ્નિકાયના જીવોની શ્રેણી-સૂચિ ક્યારે ય કોઈએ બનાવી નથી અને બની શકે તેમ પણ નથી. આ તો અસલ્કાનાથી સમજાવવાની રીત માત્ર છે. સંખ્યાતીત દ્રવ્ય, ક્ષેત્ર, કાળને સમજાવવા માટે એવી અસકથનાના દષ્ટાંતો શારામાં ઘણી જગ્યાએ છે. અલોકાકાશમાં કોઈ મૂર્ત પદાર્થ પણ નથી કે જેને અવધિજ્ઞાની જાણી શકે પરંતુ પરમાવધિજ્ઞાનનું સામર્થ્ય પ્રદર્શિત કરવા માટે તેનો આ ઉત્કૃષ્ટ વિષય બતાવેલ છે. પ્રશ્ન :- લોક જેટલું ફોગ દેખનાર અને અલોક જેટલું ફોત્ર દેખવાની ક્ષમતાવાળા અવધિજ્ઞાનીઓમાં પરસ્પર શું વિશેષતા હોય છે ? ઉત્તર :- લોક જેટલું ક્ષેત્ર દેખનાર અવધિજ્ઞાની કરતાં અલોક જેટલું ફોન દેખવાની ક્ષમતાવાળા અવધિજ્ઞાનીનું જ્ઞાન વિશિષ્ટ કે વિશિષ્ટતર હોય છે. તે વધારે સૂક્ષમ, સૂક્ષ્મતમ તત્વોને જાણી શકે છે. ભૂત ભવિષ્યકાળની અપેક્ષાઓ પણ વધારે જાણે અને પદાર્થોના પર્યાયો પણ વધારે જાણે છે. આમ તેની બહુ વિશેષતાઓ છે. ક્ષયોપશમ પણ તેનો વધારે હોય છે. • સૂત્ર-૬૭ થી 3 - (૬૭) જે અવધિજ્ઞાન ક્ષેત્રથી આંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ હોય તે કાળથી આવલિકાના અસંખ્યાતમાં પ્રમાણ હોય છે. જે સ્ત્રથી અમુલના સંખ્યાતમાં ભાગ પ્રમાણ હોય તે કાળથી આવલિકાના સંખ્યામાં ભાગ પ્રમાણ હોય છે. જે ક્ષેત્રથી ગુલ પ્રમાણ હોય તે કાળથી આવલિકાથી કંઈક જૂન હોય છે અને જે કાળથી સંપૂર્ણ આવલિકા પ્રમાણે હોય તે ક્ષેત્રથી અનેક આંગુલ પ્રમાણ હોય છે. (૬૮) જે અવધિજ્ઞાન ક્ષેત્રથી એક હાથ પ્રમાણ હોય તે કાળથી એક મુહૂર્તથી કંઈક ન્યૂન હોય છે. જે ક્ષેત્રથી એક ગાઉ હોય છે, તે કાળથી કંઈક જૂન એક દિવસ હોય છે. જે ક્ષેત્રથી જોજન પ્રમાણે હોય તે કાળથી અનેક દિવસ હોય છે. જે ગ્રાથી પચ્ચીસ યોજન પચત હોય છે તે કાળથી કિંચિત જૂન પક્ષ સુધી હોય છે.. " (૬૯) જે અવધિજ્ઞાન ક્ષેત્રથી સંપૂર્ણ ભરતક્ષેત્ર પ્રમાણ હોય તે કાળથી અઈમાસ પ્રમાણ હોય છે. જે ક્ષેત્રથી જંબૂદ્વીપ પ્રમાણ હોય તે કાળથી એક મારાથી કંઈક અધિક હોય છે. જે ક્ષેત્રથી મનુષ્યલોક પ્રમાણ હોય તે કાળથી એક વર્ષ પર્યત હોય છે. જે ક્ષેત્રથી મ્યક ક્ષેત્ર પર્યત હોય તે કાળથી અનેક વર્ષ હોય છે. “નંદી” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન (90) જે અવધિજ્ઞાન કાળથી સંખ્યાત કાળનું હોય તે ક્ષેત્રથી સંખ્યાત હીષ સમુદ્ર પતિનું હોય છે. જે અવધિજ્ઞાન કાળથી અસંખ્યાત કાળ પ્રમાણ હોય તે ક્ષેત્રથી સંખ્યાત કે અસંખ્યાત દ્વીપ અને સમુદ્રની ભજનાવાળું હોય છે. અથતિ દ્વીપસમુદ્ર ક્યારેક સંખ્યાત પણ હોય ક્યારેક અસંખ્યાત પણ હોય છે. (૧) અવધિજ્ઞાનીના કાળની વૃદ્ધિ થવા પર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ ચારેયની આવશ્ય વૃદ્ધિ થાય છે. ક્ષેત્રની વૃદ્ધિ થવા પર કાળની ભજની હોય છે અથતિ કાળની વૃદ્ધિ થાય અથવા ન પણ થાય. દ્રવ્ય અને પર્યાયિની વૃદ્ધિ થવા પર ક્ષેત્ર અને કાળની વૃદ્ધિ થાય કે ન પણ થાય. (કાળ સૂમ છે પરંતુ ક્ષેત્ર, કાળથી સૂક્ષ્મતર છે કેમ કે એક ગુલ પ્રમાણ શ્રેણીરૂપ ક્ષેત્રમાં આકાશના પ્રદેશો અસંખ્યાત અવસર્પિણીના સમય જેટલા હોય છે અથતિ અસંખ્યાત કાળ ચક્ર તેની ગણતરીમાં થાય છે. (૩) આ રીતે વર્ધમાન અવધિજ્ઞાનનું વર્ણન છે. • વિવેચન-૬૭ થી ૩ : ગાથાર્થ સુગમ છે, વિશેષ એ કે – ક્ષેત્ર અને કાળમાં કોણ કોનાથી સૂક્ષ્મ છે એ વાત સૂત્રકાર અહીં બતાવે છે. કાળ સૂક્ષ્મ છે પણ તે ક્ષેત્રની અપેક્ષાએ સ્કૂલ છે. ફોન કાળની અપેક્ષાએ સૂમ છે. કેમકે અંગુલ પ્રમાણ આકાશ શ્રેણીમાં આકાશ પ્રદેશ એટલા છે કે જો તે પ્રદેશોનું પ્રતિસમય અપહરણ કરવામાં અથ કાઢવામાં આવે તો નિર્લેપ થવામાં અસંખ્યાત અવસર્પિણી અને ઉત્સર્પિણી કાળ વ્યતીત થઈ જાય છે. તેનાથી દ્રવ્ય સૂક્ષ્મતમ છે કારણ કે ઝના દરેક આકાશ પ્રદેશ પર અનંતપદેશી અનંતસ્કંધ અવસ્થિત છે. દ્રવ્યની અપેક્ષાએ ભાવ સૂક્ષ્મ છે, કેમકે તેના સ્કંધોમાં અનંત પરમાણુઓ છે અને તે પ્રત્યેક પરમાણુ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શની અપેક્ષાએ અનંત પર્યાયથી યુક્ત હોય છે. આ રીતે કાળ, ક્ષેત્ર, દ્રવ્ય અને ભાવ ક્રમશઃ સૂક્ષ્મ અને સૂક્ષ્મતર છે. અવધિજ્ઞાની રૂપી દ્રવ્યોને જ જાણી શકે છે, અરૂપીને તે ન જાણી શકે, માટે મૂળ પાઠમાં જ્યાં ક્ષેત્ર અને કાળને જાણવાનું કહેલ છે ત્યાં એટલા ક્ષેત્ર અને કાળમાં અવસ્થિત રૂપી દ્રવ્યો સમજવાના છે, કારણ કે ક્ષેત્ર અને કાળ અરૂપી છે. પરમાવધિજ્ઞાન પરમાણુને પણ જાણી શકે છે. તે કેવળજ્ઞાન થવાના અંતમુહd પહેલાં ઉત્પન થાય છે. આ રીતે ઉત્કૃષ્ટ અવધિજ્ઞાનના વિષયનું શોત્ર કાળના માધ્યમથી વર્ણન કરેલ છે. • સૂત્ર-૩૪ :પ્રથન - હીયમાન (હાસમાન) અવધિજ્ઞાન કેવા પ્રકારનું છે ? ઉત્તર :- અપશd વિચારોમાં વર્તતાં અવિરતિ સમ્યગૃËષ્ટિ જીવ તથા આપશસ્ત અધ્યવસાયમાં વર્તમાન દેશવિરતિ શ્રાવક અને સર્વવિરતિ ચારિત્ર્યવાન સાધુ જ્યારે શુભ વિચારો વડે સંકલેશને પ્રાપ્ત થાય છે અને તેના ચાસ્ત્રિમાં પણ સંક્લેશ પ્રાપ્ત થાય છે ત્યારે ચારે બાજુથી અને દરેક પ્રકારે તેના
SR No.009081
Book TitleAgam 44 Nandi Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 44, & agam_nandisutra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy