SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૪૭ થી ૫૨ મત-મતાંતરોની કલુષિત ભાવનાઓથી રહિત હોય છે, તેઓને આસાનીથી સન્માર્ગગામી સંયમી, વિદ્વાન તેમજ સદ્ગુણ સંપન્ન બનાવી શકાય છે. કેમ કે તેમનામાં કુસંસ્કાર હોતા નથી. એવા સરલહૃદયી શ્રોતાઓની પરિષદને અવિજ્ઞ-અજ્ઞાત પરિષદ કહેવાય છે. (૩) જે અભિમાની, અવિનીત, દુરાગ્રહી અને વાસ્તવમાં મૂર્ખ હોય તો પણ પોતાની જાતને પંડિત સમજે છે અને લોકો પાસેથી પોતાની પ્રશંસા સાંભળીને ૪૫ વાયુપૂરિત મશકની જેમ ફૂલી ઊઠે છે એવા શ્રોતાઓના સમૂહને મિથ્યાભિમાની પરિષદ કહેવાય છે. અહીં વિવા શબ્દનો અર્થ પંડિત છે, તે વિદ્= જાણવું ધાતુથી બનેલ છે અને સાથે 'ૐ' ઉપસર્ગ લાગવાથી ખોટા પંડિત કે ખરાબ પંડિત અર્થ થાય છે તેનો સાર એ છે કે અલ્પજ્ઞ છે છતાં પંડિત તરીકે પોતાને સમજતા મિથ્યાભિમાની - લોકો 'ટુમ્બ્રિયના' દુર્વેદજ્ઞ પરિષદમાં ગણાય છે. ઉપરની ત્રણે ય પરિષદમાં વિજ્ઞપરિષદ સૂત્રજ્ઞાન પ્રાપ્ત કરવા માટે સર્વ પ્રકારે પાત્ર છે, બીજી પરિષદ પણ સંસ્કાર દેવાથી શાસ્ત્રજ્ઞાનને પ્રાપ્ત કરી શકે છે પરંતુ ત્રીજી દુર્વેદજ્ઞ પરિષદ શાસ્ત્રજ્ઞાનને માટે અયોગ્ય છે અર્થાત્ અપાત્ર છે. • સૂત્ર-૧૩ : જ્ઞાન પાંચ પ્રકારના પ્રતિપાદિત કરેલ છે, જેમકે – (૧) આભિનિબોધિકજ્ઞાન (મતિજ્ઞાન) (૨) શ્રુતજ્ઞાન (૩) અવધિજ્ઞાન (૪) મનઃપવિજ્ઞાન (૫) કેવળજ્ઞાન. • વિવેચન-૧૩ : જ્ઞાન :- જ્ઞાન મોક્ષનું મુખ્ય અંગ છે. જ્ઞાન અને દર્શન એ આત્માના નિજગુણ છે અર્થાત્ અસાધારણ ગુણ છે. વિશુદ્ધ દશામાં આત્મા પરિપૂર્ણ જ્ઞાતા દૃષ્ટા હોય છે. જ્ઞાનના પૂર્ણ વિકાસને મોક્ષ કહે છે. માટે જ્ઞાનનું અહીં પ્રતિપાદન કરેલ છે. જ્ઞાન શબ્દનો અર્થ :- જેના દ્વારા તત્ત્વનું યથાર્થ સ્વરૂપ જણાય તે જ્ઞાન કહેવાય. જે જ્ઞેયને જાણે છે તે જ્ઞાન કહેવાય અથવા જાણવું તેને જ્ઞાન કહેવાય છે. અનુયોગદ્વાર સૂત્રમાં જ્ઞાન શબ્દની વ્યુત્પત્તિ સાથે અર્થ કરેલ છે. નંદીસૂત્રના વૃત્તિકારે જિજ્ઞાસુ આત્માઓને સુગમતાથી બોધની પ્રાપ્તિ થાય એટલા માટે જ્ઞાન શબ્દનો અર્થ આ પ્રમાણે કરેલ છે – ‘‘જ્ઞાતિન’' અથવા વતે પરિાિતે ચસ્વનેનેતિ જ્ઞાનમ્ અર્થાત્ જાણવું તે જ્ઞાન છે અથવા જેના દ્વારા વસ્તુ તત્ત્વ જણાય છે તે જ્ઞાન છે. સારાંશ એ છે કે આત્માને જ્ઞાનાવરણીય કર્મના ક્ષય અને ક્ષયોપશમથી જે તત્ત્વનો બોધ થાય તે જ્ઞાન છે. જ્ઞાનાવરણીય કર્મના સંપૂર્ણ ક્ષયથી ઉત્પન્ન થનાર જ્ઞાનને કેવળજ્ઞાન કહેવાય છે, તે ક્ષાયિક છે અને ક્ષયોપશમથી થનારા જ્ઞાન ચાર છે, તેને ક્ષયોપશમિક જ્ઞાન કહેવાય છે. આ રીતે જ્ઞાનના કુલ પાંચ ભેદ છે. પળñ (પ્રજ્ઞપ્ત) :- કહીને શાસ્ત્રકારે બતાવ્યું છે કે આ કથન હું મારી બુદ્ધિથી અથવા કલ્પનાથી કરતો નથી. તીર્થંકર ભગવાને જ પ્રતિપાદન કર્યું છે. (૧) આભિનિબોધિકજ્ઞાન :- આત્મા દ્વારા પ્રત્યક્ષ અર્થાત્ સામે આવેલ પદાર્થને જાણનાર જ્ઞાનને આભિનિબોધિક જ્ઞાન કહેવાય છે અથવા જે જ્ઞાન પાંચ “નંદી” ચૂલિકાસૂમ - સાનુવાદ વિવેચન ૪૬ ઈન્દ્રિય અને છટ્ઠા મન દ્વારા ઉત્પન્ન થાય તેને આભિનિબોધિકજ્ઞાન-મતિજ્ઞાન કહેવાય છે. (૨) શ્રુતજ્ઞાન :- કોઈ પણ શબ્દનું શ્રવણ કરવાથી વાચ્ય-વાચકભાવ સંબંધના આધાર વડે અર્થની જે ઉપલબ્ધિ થાય છે તેને શ્રુતજ્ઞાન કહેવાય છે. તેની ઉત્પત્તિમાં ઈન્દ્રિયોની અપેક્ષાએ મનની મુખ્યતા હોય છે. (૩) અવધિજ્ઞાન :- આ જ્ઞાન ઈન્દ્રિય અને મનની સહાયતા વિના કેવલ આત્મા દ્વારા જ રૂપી મૃતં પદાર્થનો સાક્ષાત્કાર કરી લે છે. આ જ્ઞાન ફક્ત રૂપી પદાર્થોને પ્રત્યક્ષ કરવાની ક્ષમતા ધરાવે છે, અરૂપીને નહીં. આ તેની અવધિ-મર્યાદા છે. “અવ'નો અર્થ છે નીચે નીચે, “ધિ”નો અર્થ છે જાણવું. જે જ્ઞાન અન્ય દિશાઓની અપેક્ષાએ અધોદિશામાં અધિક જાણે છે તેને અવધિજ્ઞાન કહેવાય છે. બીજા શબ્દોમાં કહીએ તો આ જ્ઞાન દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવની અપેક્ષાએ મૂર્ત દ્રવ્યોને અમુક મર્યાદામાં પ્રત્યક્ષ કરવાની શક્તિ ધરાવે છે. (૪) મન:પર્યવજ્ઞાન :- સમનસ્ક સંજ્ઞી જીવોના મનના પર્યાયોને જે જ્ઞાન દ્વારા જાણી શકાય તેને મનઃપર્યવજ્ઞાન કહેવયા છે. પ્રશ્ન એ થાય છે કે મનના પર્યાય કોને કહેવાય? ઉત્તર જ્યારે ભાવ મન કોઈ પણ વસ્તુનું ચિંતન કરે ત્યારે તેને ચિંતનીય વસ્તુ અનુસાર ચિંતનકાર્યમાં સંલગ્ન દ્રવ્ય મન પણ ભિન્ન-ભિન્ન પ્રકારની આકૃતિઓ ધારણ કરે છે, તે આકૃતિને મનની પર્યાય કહેવાય છે. મન:પર્યવજ્ઞાન મન અને તેની પર્યાયને જ્ઞાન દ્વારા સાક્ષાત્ કરી લે છે પરંતુ ચિંતનીય પદાર્થને તે અનુમાન દ્વારા જ જાણે છે, પ્રત્યક્ષ નહીં. = (૫) કેવળજ્ઞાન :- “કેવલ” શબ્દના વિવિધ અર્થ આ પ્રમાણે છે – એક, અસહાય, વિશુદ્ધ, પ્રતિપૂર્ણ, અનંત અને નિરાવરણ. તેની વ્યાખ્યા આ પ્રમાણે છે— એક ઃ- જે જ્ઞાન ઉત્પન્ન થતાં પહેલાંના ક્ષયોપશમજન્ય જ્ઞાન તે એકમાં વિલીન થઈ જાય અને કેવલ એક જ શેષ બચે તેને કેવળજ્ઞાન કહેવાય છે. અસહાય :- જે જ્ઞાન મન, ઈન્દ્રિય, દેહ અથવા કોઈ અન્યની સહાયતા વિના રૂપી-અરૂપી, મૂર્ત-અમૂર્ત વૈકાલિક સર્વ જ્ઞેય પદાર્થને હાથમાં રાખેલ આંબળાની જેમ જાણવાની ક્ષમતા ધરાવે છે, તેને કેવળજ્ઞાન કહે છે. વિશુદ્ધ :- ચાર ક્ષયોપશમિક જ્ઞાન શુદ્ધ બની શકે છે પરંતુ વિશુદ્ધ બની શકે નહીં. વિશુદ્ધ એક કેવળજ્ઞાન જ હોય છે. કેમકે તે શુદ્ધ આત્માનું સ્વરૂપ છે. પ્રતિપૂર્ણ :- ક્ષયોપશમિક જ્ઞાન કોઈ પણ પદાર્થની સર્વ પર્યાયોને જાણી શકે નહીં. જે જ્ઞાન સર્વ દ્રવ્યની સમસ્ત પર્યાયને જાણે તેને પ્રતિપૂર્ણ જ્ઞાન કહેવાય છે. અનંત :- જે જ્ઞાન અન્ય દરેક જ્ઞાન કરતા શ્રેષ્ઠતમ, અનંતાનંત પદાર્થને જાણવાની શક્તિ ધરાવે છે અને ઉત્પન્ન થયા પછી ક્યારેય જે જ્ઞાન નષ્ટ થતું નથી, તેને અનંત કહેવાય છે. નિરાવરણ ઃ- આ જ્ઞાન ઘાતિકર્મોના સંપૂર્ણ ક્ષયથી ઉત્પન્ન થાય છે માટે તે નિરાવરણ છે.
SR No.009081
Book TitleAgam 44 Nandi Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 44, & agam_nandisutra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy