SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૧૮,૧૯ હોતા નથી. કારણ કે તે સ્વયં બુદ્ધ હોય છે. તેઓની સાધનામાં કોઈ સહાયક હોતા નથી. તેઓને જન્મતાં જ ત્રણ જ્ઞાન હોય છે. તેઓ દીક્ષિત થાય કે તરત જ તેઓને વિપુલમતિ મનઃ પર્યવજ્ઞાન થાય છે. ઘાતિકર્મનો સર્વથા નાશ થતાં તેઓને કેવળજ્ઞાન થાય છે. ત્યારબાદ તેઓ ધર્મતીર્થની સ્થાપના કરે છે તેથી તેમને તીર્થંકર કહેવાય છે. ! ૨૯ • સૂત્ર-૨૦,૨૧ : ભગવાન મહાવીરના અગિયાર ગણધરો હતા. તે આ પ્રમાણે છે – (૧) ઈન્દ્રભૂતિ (૨) અગ્નિભૂતિ (૩) વાયુભૂતિ (૪) વ્યક્ત (૫) સુધમસ્વિામી (૬) મંડિતપુત્ર (૭) મૌર્યપુત્ર (૮) અપિત (૯) અચલભાતા (૧૦) મેતાર્ય (૧૧) ભાસ. • વિવેચન-૨૦,૨૧ : શ્રમણ ભગવાન મહાવીરના નવ ગણોના વ્યવસ્થાપક અગિયાર ગણધર હતા. અગિયાર પૈકી ઈન્દ્રભૂતિ, અગ્નિભૂતિ અને વાયુભૂતિ એ ત્રણે ય સહોદર ભાઈઓ હતા. ભગવાન મહાવીરને વૈશાખ સુદ દસમના દિવસે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી. તે સમયે અપાપા નગરીમાં સોમિલ નામના બ્રાહ્મણે પોતાના યજ્ઞ સમારોહમાં એ અગિયારે ય મહામહોપાધ્યાયોને તેના શિષ્ય સમુદાય સાથે આમંત્રિત કર્યા હતા. એ જ અપાપા નગરીની બહાર મહાસેન નામના ઉધાનમાં ભગવાન મહાવીરનું પદાર્પણ થયું. દેવકૃત સમવસરણ અને જનસમૂહના મેળાને જોઈને સર્વપ્રથમ મહોપાધ્યાય ઈન્દ્રભૂતિ અને તેની પાછળ વારાફરતી અન્ય સર્વ મહોપાધ્યાય પોતપોતાના શિષ્ય સમુદાય સહિત ભગવાન મહાવીરના સમવસરણમાં પહોંચ્યા, તેઓ દરેકના મનમાં જુદી જુદી એકેક શંકા હતી. પોતાની શંકા તેઓ કોઈને કહેતા ન હતાં. તોપણ સર્વજ્ઞ દેવ પ્રભુ મહાવીરે પોતાના જ્ઞાન વડે તેમની શંકાઓ બતાવીને સમાધાન કર્યુ. તેથી પ્રભાવિત થઈને દરેક બ્રાહ્મણો થઈને કુલ ૪૪,૦૦૦ના સમુદાય સાથે પ્રભુ મહાવીર સ્વામીના શિષ્યો બની ગયા. તેઓએ ગણની સ્થાપના કરી. તે ગણોને ધારણ કરનાર થયા તેથી તેઓને ગણધર કહેવાય છે. ગણ-ગચ્છનું દરેક કાર્ય ગણધરોની જવાબદારી પર હોય છે. તે અગિયાર ઉપાધ્યાયોને ગણધરપદ પર સ્થાપિત કરવામાં આવ્યા. સૂત્રાનુસાર ગણધરો કેવળજ્ઞાની તીર્થંકર ભગવાનની પ્રથમ દેશનામાં દીક્ષિત થઈ જાય છે અને દીક્ષિત થતાં તેઓને છ જીવનીકાય અને મહાવ્રતોનું વિસ્તૃત સ્વરૂપ ભગવાન પાસે સાંભળતાં સમજતાં ગણધર લબ્ધિના કારણે શ્રુતજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થતાં દ્વાદશાંગીનું જ્ઞાન ઉપલબ્ધ થઈ જાય છે. તેથી તેઓનું શ્રુતજ્ઞાન આત્માગમ કહેવાય છે. આત્મગમ જ્ઞાન પણ કોઈને કોઈ નિમિત્તથી થઈ જાય છે. ગણધરોને પણ તીર્થંકરોની પાસે બોધ પામતાં અને દીક્ષિત થતાં દ્વાદશાંગીનું જ્ઞાન આત્માગમ થાય છે. ખ્ખોફ વા વિશમેડ઼ વા વેડ્ યા :- જગતના પ્રત્યેક પદાર્થ પર્યાય દૃષ્ટિથી ઉત્પન્ન થાય છે અને નષ્ટ થાય છે પરંતુ દ્રવ્ય દૃષ્ટિથી દરેક પદાર્થ ધ્રુવ-નિત્ય છે. “નંદી” ચૂલિકાસૂમ - સાનુવાદ વિવેચન પ્રત્યેક તીર્થંકરો પ્રથમ દેશનામાં દીક્ષિત શિષ્યોને સંક્ષેપમાં આ ત્રણ તત્ત્વની વ્યાખ્યા સમજાવે છે. તેના નિમિત્તથી, પોતાની બીજ બુદ્ધિ વડે, શ્રુતજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી અને ગણધર લબ્ધિના પુણ્ય પ્રભાવથી દ્વાદશાંગીનું જ્ઞાન વિશિષ્ટ શિષ્યોને તે જ સમયે ઉપલબ્ધ થઈ જાય છે. એવા શિષ્યો તીર્થંકર પ્રભુની શ્રમણ સંપદાના ગણોને ધારણ કરે છે. તેથી તેઓ ગણધર કહેવાય છે અને તે ગણધર 30 દેવ સૂત્રરૂપે દ્વાદશાંગી શ્રુતની રચના કરે છે. આ પ્રમાણે જિનશાસનમાં ગણધરોનો પરમ ઉપકાર હોય છે. • સૂત્ર-૨૨ : સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ અથવા પાપની નિવૃત્તિરૂપ નિણિપણના પ્રદર્શક, જીવાદિ સર્વે પદાર્થોના પ્રરૂપક અર્થાત્ સર્વભાવોના પ્રરૂપક અને કુદર્શનીઓના અહંકારના નાશક, જિનેન્દ્ર ભગવાન મહાવીરનું શાસન સદાસર્વા જયવંતુ થાઓ. • વિવેરાન-૨૨ : તીર્થંકર અને ગણધરોની સ્તુતિ પછી આ ગાથામાં જિન પ્રવચન તથા જિન શાસનની સ્તુતિ કરવામાં આવી છે. જેમકે – (૧) આ શાસનમાં સાચા મોક્ષમાર્ગની નિવૃત્તિપ્રધાન આચાર સાધના દર્શાવેલ છે. (૨) હેય, જ્ઞેય, ઉપાદેય જીવાદિ તત્વોનું સ્વરૂપ પ્રરૂપેલ છે અને વિવિધ મતમતાંતરના કુસિદ્ધાંતોના મદને તર્કપૂર્ણ સમાધાનોથી દૂર કરવામાં આવે છે. જેમ સૂર્યના પ્રકાશથી અંધકાર નષ્ટ થઈ જાય છે તેમ જિનશાસન કુત્સિત માન્યતાઓનું નાશક છે અને આ શાસન પ્રાણીમાત્રનું હિતૈષી હોવાથી સદૈવ ઉપાદેય છે તેમજ મુમુક્ષુ દ્વારા ગ્રાહ્ય છે. આ કારણે જિનશાસન સર્વોત્કૃષ્ટ છે. માટે યજ્ઞ ક્રિયાપદ આપેલ છે. આ શાસન સંપૂર્ણ વિશ્વમાં સર્વોપરિ અતિશયવાન હોવાથી તેનો સદા જય થાઓ એવી શુભકામના સાથે સ્તુતિ કરેલ છે. • સૂત્ર-૨૩ ઃ ભગવાન મહાવીર સ્વામીના પંચમ ગણધર અગ્નિવેશ્યાયન ગૌત્રી શ્રી સુધર્માવામી હતા. તેના શિષ્ય કાશ્યપ ગોત્રીય જંબુસ્વામી થયા. તેના શિષ્ય કાત્યાયન ગૌત્રીય પ્રભવવામી થયા અને તેના શિષ્ય વત્સગોત્રીય શ્રી શસંભવ સ્વામી થયા. તે દરેક યુગપ્રધાન આચાર્ય પ્રવરોને હું (દેવવાચક) વંદન કરું છું. • વિવેચન-૨૩ : આ ગાથામાં દેવવાચક ગણિશ્રીએ ભગવાન મહાવીર નિર્વાણપદ પામ્યા પછીના ગણાધિપતિ સુધર્માસ્વામી આદિ કેટલાક પટ્ટઘર આચાર્યોનું અભિવાદન કરેલ છે. કાલિકશ્રુત અને તેના અનુયોગધરની સ્તુતિ સુધર્મા સ્વામીથી પ્રારંભ થાય છે. કારણ કે તેમના સિવાય શેષ ગણધરોની શિષ્ય પરંપરા ચાલી નથી. (૧) સુધર્માસ્વામી ૫૦ વર્ષ ગૃહસ્થાવસ્થામાં રહ્યા, ત્રીસ વર્ષ પર્યંત ગણધરપદવીએ રહ્યા, બાર વર્ષ સુધી આચાર્ય પદે રહ્યા અને આઠ વર્ષ સુધી કેવળી પર્યાયમાં રહ્યા. આ રીતે ૧૦૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને નિર્વાણ પામ્યા.
SR No.009081
Book TitleAgam 44 Nandi Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 44, & agam_nandisutra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy