SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मलदंसणस्स ૫.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ ૧૭ --ભાગ-૪૦ ૦ આ ભાગમાં અમે “નંદીસૂત્ર” નામક આગમને સમાવેલ છે. આ આગમને સંસ્કૃત કે પ્રાકૃત બંને ભાષામાં સંરીસૂત્ર જ કહે છે. વ્યવહારમાં તે ‘નંદી' નામથી પ્રસિદ્ધ જ છે. નંદીસૂત્રમાં પણ ઉત્કાલિક સૂત્રોની ગણનામાં તેનો ઉલ્લેખ ‘મંત્રી' નામથી જ થયેલો છે. (જુઓ સૂત્ર-૧૩૭] આ સૂત્રનો મુખ્ય વિષય ‘જ્ઞાન’” છે. તેમાં જ્ઞાનના ભેદો-પેટાભેદો, દ્વાદશાંગનો વિશાળ પરીચય તથા આરંભમાં મંગલસ્તુતિ અને સંઘની ઓળખ આપીને ગણધર ભગવંત તથા અનુયોગના ધાસ્ક સ્થવિરોની વંદનાવલી છે, પછી શ્રોતા અને પરિષદની સદૃષ્ટાંત સમજુતી છે. નંદીસૂત્ર ઉપર કોઈ નિયુક્તિ કે ભાષ્ય રચાયાનો ઉલ્લેખ અમોને પ્રાપ્ત થયેલ નથી. ૭૦૦ શ્લોક પ્રમાણવાળા આ આગમ ઉપર ચૂર્ણિ, બે (વ્યાખ્યા) વૃત્તિઓ, વિષમપદ પર્યાય અને અવચરી ઉપલબ્ધ છે. જેમાં જિનદાસગણિ કૃત્ ચૂર્ણિ, તેની સાથે સામ્યતા ધરાવતી છતાં વિશેષતાને પ્રગટ કરતી શ્રી હરિભદ્રસૂરિજીની વૃત્તિ છે. અતિ અદ્ભૂત, ઘણી વિશાળ, વાદ અને પ્રતિવાદોથી યુક્ત, પદાર્થોનું સુંદર સ્પષ્ટીકરણ આપતી, ૭૭૩૨-શ્લોક પ્રમાણ એવી શ્રી મલયગિકૃિત્ વૃત્તિ તથા તેનો સંક્ષેપ હોય તેવી લાગતી અવસૂરી તો હાલ પણ મુદ્રિત સ્વરૂપે ઉપલબ્ધ છે. આ સૂત્રને ‘ચૂલિકાસૂત્ર’ રૂપે ગણવામાં આવે છે. બે ચૂલિકા સૂત્રોમાં એક નંદી અને બીજું અનુયોગદ્વાર છે. જેમાં અહીં નંદી ચૂલિકા સૂત્ર લીધેલું છે, પણ અમોએ અમારી “અનુવાદ પદ્ધતિ''માં અહીં ફેરફાર કરેલ છે. અત્યાર સુધી ૪૩-આગમોમાં “સટીક અનુવાદ’ને સ્થાન આપેલ હતું. પણ અહીં અમે “સાનુવાદ વિવેચન'' શબ્દ દ્વારા આ પરિવર્તનને દર્શાવેલ છે. કેમકે આ સૂત્રમાં અમે મૂળ નંદીસૂત્રના સૂત્રોનો ભાવાર્થ અને કંઈક સ્પષ્ટીકરણ કરતાં વિવેચનને અમારી ભાષામાં ગોઠવેલ છે. કોઈ એક ટીકા, ચૂર્ણિ કે નિયુક્તિનો સીધો અનુવાદ કરેલો નથી. તો પણ અમે અભ્યાસુઓને શ્રી મલયગિસ્કૃિત્ વૃત્તિ જરૂરથી વાચવા ભલામણ કરીએ છીએ. હૃદય પુલકીત થઈ જાય તેવી એ વૃત્તિ છે. 40/2 ૧૮ “નંદી” ચૂલિકાસૂમ - સાનુવાદ વિવેચન ૪૪-નંદી-ચૂલિકાસૂત્ર સાનુવાદ - વિવેચન ૦ ભૂમિકા ૦ ૦ નંદીસૂત્ર વિષયવસ્તુ : આ નંદીસૂત્રમાં આરંભે મંગલિક સ્વરૂપે પરમાત્મા ઋષભદેવ ભગવંત અને ભગવંત મહાવીરની સ્તુતિ કરી છે. ત્યારપછી નગરની સ્થની, ચક્રની ઈત્યાદિ ઉપમાઓ વડે સંઘની મહત્તા પ્રગટ કરાયેલી છે. આઠ ઉપમાઓ વડે સંઘની વંદના કરીને અનુત્તર જ્ઞાનના દારક ચોવીશે જિનવરોની વંદના કરી છે. ત્યારપછી ભગવંત મહાવીરના ગણધરોને દ્વાદશાંગીના ધાસ્ક હોવાથી નામોચ્ચારપૂર્વક જણાવી શાસનનો મહિમા ગાઈને સુધર્માસ્વામીથી આરંભીને પોતાના ગુરુવર્ય એવા દૃષ્યગણીને આ સૂત્રના કર્તા શ્રી દેવવાચક ક્ષમાશ્રમણે ગુણસ્તુતિ સહ પ્રણમ્યા છે. એ પ્રમાણે અનુત્તરજ્ઞાની, શ્રુતકેવલી, જ્ઞાનસ્થવિર અને શ્રુતના વાચના દાતા ગુરુવર્યોને વાંધા કે સ્તવ્યા પછી જેમને આ સૂત્રની અર્થાત્ આગમની વાણીની વાચના આપવાની છે, તેના શ્રવણકર્તા અર્થાત્ શ્રોતા કેવા હોવા જોઈએ ? તેને ચૌદ દૃષ્ટાંતો વડે પ્રગટ કરી શ્રોતાના સ્વરૂપની સદૃષ્ટાંત છણાવટ કરાઈ છે. ત્યારપછી શ્રોતાના સમૂહરૂપ એવી પર્ષદા અર્થાત્ શ્રોતાપર્ષદાનું સ્વરૂપ બતાવેલ છે. એ પ્રમાણે શ્રુતદાતા મહાપુરુષો અને શ્રવણકર્તા શ્રોતાનું દર્શન કરાવ્યા પછી સૂત્રકાર મહર્ષિ મોક્ષમાર્ગના અભિન્ન અંગ એવા સમ્યક્ જ્ઞાનની પ્રરૂપણા કરે છે જેમાં મુખ્યત્વે આભિનિબોધિક આદિ પાંચ જ્ઞાનોને તેના પેટા ભેદો સહિત ઘણાં જ વિસ્તારથી આ સૂત્રના મુખ્ય વિષયવસ્તુ સ્વરૂપે રજૂ કરે છે. તન્મધ્યે મતિજ્ઞાન અંતર્ગત્ બુદ્ધિના સ્વરૂપને પ્રગટ કરતી વખતે ફરી પ્રચુર દૃષ્ટાંતો કે કથાનકનો આધાર લઈને કથારસિક શ્રોતાઓને પણ સૂત્ર વાચનામાં આકર્ષિત કરેલા છે. શ્રુતજ્ઞાનના વિષયને અતિ વિસ્તારીને આગમ શાસ્ત્રો, તેના વિભાગો, અંગપવિષ્ટ અને અંગ બાહ્ય સૂત્રોના નામો ઇત્યાદિ વડે શ્રોતાને સમ્યજ્ઞાન પ્રતિ વિશેષ અભિમુખ કરીને દ્વાદશાંગીનો વિસ્તૃત પરીચય આપેલ છે. જે આગમ શાસ્ત્રો કેટલા વિશાળ, ગહન, વૈજ્ઞાનિક ક્રમબદ્ધ, વિવિધ વિષયોને સાંકળી લેનારા હતા તેનું દર્શન કરાવી જાય છે.
SR No.009081
Book TitleAgam 44 Nandi Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 44, & agam_nandisutra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy