SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ સૂઝ-૧૫૫,૧૫૬ ૨૧૫ બીજા પણ નિમિત હોય છે. જેમકે - દંડ, ચક, ચીવર તેમજ કુંભાર આદિ. એવી જ રીતે પટનું ઉપાદાન કારણ તંતુ, તાણાવાણા ખડી આદિ તેમજ વણકર વગેરે નિમિત્ત કારણો હોય છે. તેના સિવાય બીજા સાધન અકારણ હોય છે. જેમકે - ઘટ નિજ ગણોની અપેક્ષાએ કારણ અને પટના ગુણોની અપેક્ષાએ અકારણ અને પટ પોતાના નિગુણોની અપેક્ષાએ કારણ અને ઘટના ગુણોની અપેક્ષાએ અકારણ હોય છે. - સારાંશ એ છે કે દ્વાદશાંગ ગણિપિટકમાં પૂર્વોકત આ દરેકનું વિસ્તૃત વર્ણન હોય છે. • સૂત્ર-૧૫/૧ - આવા આ દ્વાદશાંગ ગણિપિટકમાં વર્ણવેલ પ્રભુ આજ્ઞાની ભૂતકાળમાં અનંત જીવોએ વિરાના કરીને ચાર ગતિરૂપ સંસાર કતારમાં ભ્રમણ કર્યું આવ આ દ્વાદશાંગ ગણિપિટકમાં વર્ણવેલ પ્રભુ અજ્ઞાની વર્તમાનકાળમાં પરિમિત જીવો વિરાધના કરીને ચાર ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરે છે. આવા આ દ્વાદશાંગ ગાણિપિટકમાં વવિલ પ્રભુ આજ્ઞાની આગામી કાળમાં અનંત જીવો વિરાધના કરીને ચતુર્ગતિરૂપ સંસાર કંતારમાં પરિભ્રમણ કરશે. • વિવેચન-૧૫/૧ - આ સૂત્રમાં વીતરાગ ઉપદિષ્ટ શાસ્ત્ર આજ્ઞાનું ઉલ્લંઘન કરવાનું ફળ બતાવ્યું છે. જે જીવોએ અતિ મનુષ્યોએ દ્વાદશાંગ ગણિપિટકની વિરાધના કરી હતી, કરે છે અને ભવિષ્યમાં કરશે તેઓ ચતુર્ગતિરૂપ સંસાર કાનનમાં અતીતકાળમાં ભટક્યાં, વર્તમાનમાં વિવિધ પ્રકારના સંકટોથી ગ્રસ્ત છે અને અનાગત કાળમાં ભવ-ભ્રમણ કરશે. માટે ‘‘માTIણ વિરાહિતા'' સૂત્રમાં આ પદ આપ્યું છે. શાસ્ત્રમાં સંસારી જીવોના હિતાર્થે જે કંઈ કથન કરાય છે તે જ આજ્ઞા કહેવાય છે, માટે દ્વાદશાંગ ગણિપિટક જ આજ્ઞા છે. આજ્ઞાના ત્રણ પ્રકાર છે, જેમકે – (૧) સૂઝ આજ્ઞા (૨) અર્થ આજ્ઞા (3) ઉભય આજ્ઞા. (૧) જે અજ્ઞાન તથા અસત્ય હઠથી અન્યથા સૂત્ર ભણે અર્થાત્ સૂત્રનો ઉલટો અર્થ લોકોને સમજાવે તેને સૂગ આજ્ઞા વિરાધક કહેવાય, જેમકે જમાલિકુમાર, . (૨) દુરાગ્રહના કારણે જે વ્યક્તિ દ્વાદશાંગની અન્યથા પ્રરૂપણા કરે થતું અભિનિવેશને વશ થઈને સૂઝ વિરૂદ્ધ પ્રરૂપણા કરે તેને અર્થ આજ્ઞા વિરાધક કહ્યા છે, જેમકે ગોઠામાહિલ આદિ. (૩) જે શ્રદ્ધાવિહીન પ્રાણી દ્વાદશાંગના શબ્દો અને અર્થ બન્નેનો ઉપહાસ કરે અર્થાત્ સૂત્રની અવજ્ઞાપૂર્વક વિપરીત કાર્ય કરે તેને ઉભય આજ્ઞા વિરાધક કહેવાય છે. એવા જીવો ચતુર્ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરે છે. આ રીતે ઉત્સત્ર પ્રરૂપણા અનંત સંસારી અથવા અભવ્યજીવ જ કરી શકે છે. • સૂત્ર-૧૫૭/ર :આવા આ દ્વાદશાંગ ગણિપિટકમાં વર્ણવેલ પ્રભુ આજ્ઞાની આરાધના ૨૧૬ “નંદી” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન ભૂતકાળમાં કરીને અનંતજીવ સંસારરૂપ અટવીનો પાર પામી ગયા છે. આ બાર અંગરૂપ ગણિપિટકમાં વર્ણવેલ પ્રભુ આજ્ઞાની વર્તમાનકાળમાં પરિમિત જીવ આરાધના કરીને ચતુતિરૂપ સંસાર કંતારને પાર કરે છે. આ દ્વાદશાંગ રૂ૫ ગણિપિટકમાં વર્ણવેલ પ્રભુ આજ્ઞાની ભવિષ્યકાળમાં આરાધના કરીને અનંત જીવ ચાર ગતિરૂપ સંસાર કંતારને પાર કરશે. વિવેચન-૧૫/૨ : પ્રસ્તુત સૂરમાં આજ્ઞાપાલનની મહત્તા બતાવેલ છે. જેમ અટવી વિવિધ પ્રકારના હિંસક જેતુઓથી તથા વિવિધ પ્રકારના ઉપદ્રવોથી યુક્ત હોય છે, તેમાં ગાઢ અંધકાર હોય છે, તેને પાર કરવા માટે તેજ પ્રકાશરૂપી પુંજની અતિ આવશ્યકતા રહે છે, તેમ સંસારરૂપ અટવી પણ શારીરિક, માનસિક દુઃખો, જન્મ, મરણ અને રોગ-શોકથી પરિપૂર્ણ છે, તેને મૃત જ્ઞાનરૂપ પ્રકાશ પુંજ વડે પાર કરી શકાય છે. સ્વકલ્યાણ અને પકલ્યાણમાં પરમ સહાયક શ્રુતજ્ઞાન જ છે અર્થાત્ સ્વપ્રકાશક અને પપ્રકાશક શ્રુતજ્ઞાન જ છે. સન્માર્ગે ચાલવું અને ઉન્માનિ છોડવો એ જ જ્ઞાનનો મુખ્ય ઉદેશ્ય છે. જ્યાં જ્ઞાનનો પ્રકાશ હોય ત્યાં સગદ્વેષ આદિ ચોરોનો ભય રહેતો નથી. સુખપૂર્વક જીવન યાપન કરવું અને ભવિષ્યને ઉજ્જવળ બનાવવું એ જ શ્રુતજ્ઞાની બનવાનો સાર છે. માટે દ્વાદશાંગ ગણિપિટકમાં વર્ણિત દરેક આજ્ઞાઓની આરાધના કરવી જોઈએ અને વિરાધનાઓથી દૂર રહેવું જોઈએ. • સત્ર-૧૫/૩ : આ દ્વાદશાંગ ગણિપિટક ક્યારે ય ન હતું એમ નહીં અથત સદૈવ ભૂતકાળમાં હતું, વર્તમાનમાં છે અને ભવિષ્યકાળમાં રહેશે. આ દ્વાદશાંગ, ગણિપિટક મેરુની જેમ ઉવ છે, જીવાદિની જેમ નિયત છે, પંચાસ્તિકાયની જેમ નિત્ય છે. ગંગા સિંધુના પ્રવાહની જેમ શાશ્વત છે. ગંગા સિંધુના મૂળ સોતની જેમ અક્ષય છે, અથવા આકારાની જેમ અક્ષય છે. માનુષોત્તર પર્વતની બહાર રહેલા સમુદ્રની જેમ અવ્યય છે, જંબૂદ્વીપની જેમ સદાકાળ પોતાના પ્રમાણમાં અવસ્થિત છે અને નિત્ય છે. ક્યારેય ન હતું એમ નહીં, વર્તમાનમાં નથી એમ પણ નહીં અને ભવિષ્યમાં ન રહેશે એમ પણ નહીં. જેમ પંચાસ્તિકાય કયારેય ન હતું એમ નહીં, ક્યારેય નથી એમ નહીં. ક્યારેય નહીં રહેશે એમ પણ નહીં અતિ ભૂતકાળમાં હતું, વમિાનમાં છે અને ભવિષ્યમાં રહેશે. તે ઉવ છે, નિયત છે, શાશ્વત છે, ક્ષય છે, અવ્યય છે, અવસ્થિત અને નિત્ય છે. એ જ રીતે આ દ્વાદશાંગ રૂપ ગણિપિટક ક્યારેય ન હતું એમ નહીં વર્તમાનમાં નથી એમ નહીં અને ભવિષ્યમાં નહીં હશે એવું નહીં, ભૂતકાળમાં હતું, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં રહેશે. એ gવ છે, નિયત છે, શાશ્વત છે, અક્ષય છે, અવ્યય છે, અવસ્થિત છે અને નિત્ય છે.
SR No.009081
Book TitleAgam 44 Nandi Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 44, & agam_nandisutra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy