SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૧૪૨ ૧૯૩ જીવાવનું વર્ણન કરેલ છે અથત એની સમ્યફ પ્રરૂપણા કરી છે. સ્વદર્શન, પરદશન અને સ્વ-રદર્શનનું આશ્રયસ (વર્ણન) કરેલ છે. લોક, લોક અને લોકાલોકનું આશ્રયણ કરેલ છે. સમવાયાંગમાં એકથી લઈને સો સ્થાન સુધી ભાવોની પ્રરૂપણા કરેલી છે. અને દ્વાદશાંગ ગણિપિટકનો સંક્ષેપમાં પરિચય આપેલ છે. સમવાયાંગમાં પરિમિત વાચનાઓ, સંખ્યાત અનુયોગદ્વાર, સંધ્યાત બ્લોક, સંખ્યાત નિયુક્તિઓ, સંખ્યાત સંગ્રહણીઓ અને સંખ્યાત પતિપત્તિઓ છે. સૂત્ર અંગની અપેક્ષાએ ચોથું અંગ છે. એમાં એક શ્રુતસ્કંધ, એક અધ્યયન, એક ઉદ્દેશકાળ અને એક સમુદ્રેશનકાળ છે. તેનું પદ પરિમાણ એક લાખ ચુંમાલીસ હજાર છે. તેમાં સંખ્યાત અક્ષર, અનંત ગમ, અનંત પયમિ, પરિમિત કસ, અનંત સ્થાવર અને શાશ્વ-કૃત, નિબદ્ધ, નિકાચિત, જિન પ્રરૂપિત ભાનો, પરૂપણ, દર્શન, નિદર્શન અને ઉપદનથી સ્પષ્ટ કરેલ છે. સમવાયાંગનું અધ્યયન કરનારા તદાત્મરૂપ, જ્ઞliા અને વિજ્ઞાતા બની જાય છે. અથવા આ સમવાયાંગ સૂત્રનું સ્વરૂપ છે, વિખ્યાત છે, વિજ્ઞાન છે અને આ રીતે એમાં ચરણ-કરણની પ્રરૂપણા કરેલ છે. આ સમવાયાંગનું વનિ છે. • વિવેચન-૧૪ર : પ્રસ્તુત સૂરમાં સમવાય સૂરનો સંક્ષિપ્ત પરિચય આપેલ છે, જેમાં જીવાદિ પદાર્થોનો નિર્ણય કરવામાં આવે તેને સમવાય કહેવાય છે. "મામિ તિ'' શબ્દનો ભાવ એ છે કે સમ્યક જ્ઞાનથી ગ્રાહ્ય પદાર્થોનો સ્વીકાર કરવામાં આવે છે અથવા જીવાદિ પદાર્થોને કપરૂપણાથી છયા પાડીને સમ્યક પ્રરૂપણામાં સમાવિષ્ટ કરેલ છે. આ સૂત્રમાં જીવ, જીવ તથા જીવાજીવ, જૈનદર્શન, અગદર્શન, લોક, અલોક ઈત્યાદિ વિષય સ્પષ્ટ કરેલ છે. ત્યારબાદ એક અંકથી લઈને સો અંક સુધી જે જે વિષય જે જે અંકમાં સમાહિત થઈ શકે તેનું વર્ણન કરવામાં આવેલ છે. આ સૂત્રમાં સ્કંધ, વર્ગ, અધ્યયન, ઉદ્દેશક આદિ ભેદ નથી. ઠાણાંગ સૂત્રની જેમ આ સૂત્રમાં પણ સંખ્યાના ક્રમથી વસ્તુઓનો નિર્દેશ નિરંતર સો સુધી કરીને પછી બસ્સો, ત્રણસો આદિ ક્રમથી હજાર સુધી વિષયોનું વર્ણન કરેલ છે. જેમકે - પાર્શ્વનાથ ભગવાનનું આયુષ્ય ૧૦૦ વર્ષનું હતું. ભગવાન મહાવીરના 300 શિષ્યો ચૌદ પૂર્વના જ્ઞાતા હતા. આ રીતે સંખ્યા વધતાં વધતાં કરોડ સુધી પહોંચી જાય છે. ત્યારબાદ દ્વાદશાંગ ગણિપિટકનો સંક્ષિપ્ત પરિચય અને ગેસઠ પુરુષોના નામ, માતાપિતા, જન્મ, નગર, દીક્ષાસ્થાન આદિનું વર્ણન છે. • સૂઝ-૧૪૩ - પ્રશ્ન :- વ્યાખ્યાપજ્ઞપ્તિમાં કોનું વર્ણન છે? ઉત્તર :- વ્યાખ્યાજ્ઞિપ્તિમાં જીવોની, જીવોની અને જીવાજીવોની વ્યાખ્યા કરી છે. સ્વયમય, સમય અને સ્વ-પર, ઉભય સિદ્ધાંતોની વ્યાખ્યા તથા લોક, આલોક અને લોકાલોકના સ્વરૂપનું વ્યાખ્યાન કરેલ છે. ૧૯૮ નંદી” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન વ્યાખ્યાપાતિમાં પરિમિત વાચનાઓ, સંપ્રખ્યાત અનુયોગદ્વાર, સંખ્યાત વેષ્ટિક-અલાપક, સંખ્યાત શ્લોક પરિમાણ, સંખ્યાત નિયુક્તિઓ, સંખ્યાત સંગ્રહણીઓ અને સંખ્યાત પ્રતિપતિઓ છે. અંગની અપેક્ષાએ આ વ્યાખ્યાજ્ઞતિ સૂગ પાંચમું અંગ છે. તેમાં એક શુતસ્કંધ અને કંઈક અધિક એક સો અધ્યયન છે. તેમાં દસ હજાર ઉદ્દેશક છે, દસ હજાર સમુદ્દેશક છે, છત્રીસ હજાર પ્રશ્નોત્તર અને બે લાખ અઠયાસી હજાર પદ પરિમાણ છે. તેમાં સંખ્યાત અક્ષર, અનંત ગમ, અનંત પયયિ, પરિમિત કસ, અનંત સ્થાવર અને શાશ્વત અશશ્ચત કૃત, નિશ્ચિત કરેલ, જિન પ્રરૂપિત ભાવકથન, પ્રરૂપણ, દર્શન, નિદર્શન અને ઉપદર્શનથી સ્પષ્ટ કરેલ છે. વ્યાખ્યાજ્ઞપ્તિના દર્યતા તદાત્મય, જ્ઞાતા અને વિજ્ઞid બની જાય છે અથવા વ્યાખ્યાપાતિ સૂઝનું આ સ્વરૂપ વિખ્યાત છે, વિજ્ઞાન છે અને આ પ્રમાણે આ સૂત્રમાં ચરણ-કરણની પ્રરૂપણ કરેલ છે. આ વ્યાખ્યાપજ્ઞપ્તિનું વર્ણન છે. • વિવેચન-૧૪૩ : આ સૂત્રમાં વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ(ભગવતી)નો સંક્ષિપ્ત પરિચય આપેલ છે. તેમાં એકતાલીસ શતક છે. દશ હજાર ઉદ્દેશક છે, છત્રીસ હજાર પ્રશ્ન છે અને છ»ીસ હજાર ઉત્તર છે. પ્રારંભના આઠ શતક અને બારમા, ચૌદમા, અઢારમા અને વીસમાં શતકના દસ દસ ઉદ્દેશકો છે. પંદરમા શતકમાં ઉદ્દેશક નથી. સુગની સંખ્યા આઠસો સડસઠ છે. આ સૂત્રની વિવેચન શૈલી પ્રશ્નોત્તર રૂપે છે. આ અંગસૂત્રમાં દરેક પ્રશ્ન ગૌતમ સ્વામીના નથી પરંતુ ઈન્દ્રના, દેવતાઓના, મનિઓના, સંન્યાસીઓના અને શ્રાવક આદિના પણ છે. દરેક ઉત્તર પણ ભગવાને મહાવીરના નથી. કોઈક સ્થળે ગૌતમ સ્વામીના, કોઈક સ્થળે સામાન્ય મુનિઓની, કોઈક સ્થળે શ્રાવકોના પણ છે. આ સૂત્રમાં પન્નવણા, જીવાભિગમ, ઉવવાઈ, રાજપનીય, આવશ્યક, નંદી તથા જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ આદિ સૂત્રોના નામોનો ઉલ્લેખ કરેલ છે તેમજ તેનું ઉદ્ધરણ પણ કરેલ છે. સૈદ્ધાંતિક, ઐતિહાસિક, તાત્વિક અને ચારિત્ર સંબંધી વિવિધ વિષયોનું વર્ણન આ સૂરમાં કહેલ છે. • સંગ-૧૪૪ :પ્રશન - જ્ઞાતાધર્મકથાંગ સૂઝ કેવા પ્રકારનું છે ? તેમાં કોનું વર્ણન છે ? ઉત્તર :- જ્ઞાાતાધર્મકથાંગ સુગમાં કથાનાયકોના નગરો, ઉધાનો, ચૈત્યો, વનખંડો, ભગવાનના સમવસરણો તથા રાજ, માતપિતા, મિચિાર્ય, ધર્મકથા, આ લોક અને પરલોક સંબંધી ઋદ્ધિ વિશેષ, ભોગોનો પરિત્યાગ દીપયયિ, શ્રતનું અધ્યયન, ઉપધાનતપ, સંલેખના, ભાપત્યાખ્યાન, પાદપોપગમન, દેવલોકગમન, ફરી ઉત્તમ કુળમાં જન્મ, ફરી સમ્યક્ત્વની પ્રાપ્તિ, તત્પશ્ચાતુ અંતક્રિયા કરી મોક્ષની ઉપલબ્ધિ ઈત્યાદિ વિષયોનું વર્ણન છે. જ્ઞાતા સૂકમાં ઘમકથાઓના દસ વર્ષ છે, તેની એક-એક ઘમકથામાં
SR No.009081
Book TitleAgam 44 Nandi Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 44, & agam_nandisutra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy