SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૧૩૭ ૧૮૩ • સૂત્ર-૧૩/૨ - અથવા શ્રુત સંક્ષેપમાં બે પ્રકારનું કહ્યું છે – (૧) અંગ પવિષ્ટ (૨) આંગ બાહ્ય. પ્રશ્ન :- આંગબાહ્ય ચુત કેટલા પ્રકારનું છે ? અંગબહાદ્યુત બે પ્રકારનું છે – (૧) આવશ્યક (૨) આવશ્યકથી ભિન્ન. પ્રશ્ન :- આવશ્યકશ્રુતનું સ્વરૂપ કેવું છે? આવશ્યકશ્રુત છ પ્રકારનું છે - (૧) સામાયિક (૨) ચતુર્વિશતિસ્તવ (૩) વંદણા (૪) પ્રતિક્રમણ (૫) કાયોત્સર્ગ (૬) પ્રત્યાખ્યાન. આ અવશ્યકશ્રુતનું વર્ણન છે. • વિવેચન-૧૩/ર : મુખ્યતાએ શ્રુતજ્ઞાનના બે ભેદ બતાવેલ છે – અંગપ્રવિષ્ટ (બાર અંગોના અંતર્ગત) અને અંગબાહ્ય. આચારાંગ સૂત્રથી લઈને દષ્ટિવાદ સુધી સર્વને અંગપ્રવિષ્ટ કહેવાય છે અને તેનાથી અતિરિક્ત સર્વ અંગ બાહ્ય છે. શરીરમાં રહેલ અસાધારણ અવયવને અંગ કહેવાય છે, તેના પર વૃત્તિકારે કહ્યું છે - જેવી રીતે સર્વ લક્ષણ યુક્ત પુરુષને બાર અંગ હોય છે - બે પગ, બે જંઘા, બે સાથળ, બે પડખા, બે ભૂજા, એક ગર્દન, એક મસ્તક, એ બાર અંગ છે. એ જ રીતે પરમ પુરુષ શ્રત દેવતાના પણ બાર અંગ છે. તીર્થકરોના ઉપદેશ અનુસાર જે શાસ્ત્રોની રચના ગણધર દેવ સ્વયં કરે છે તેને અંગસૂત્ર કહેવાય અને અંગોનો આધાર લઈને જેની ચના સ્થવિર ભગવંત કરે છે તે શાસ્ત્રને અંગબાહ્ય કહેવાય છે. આવશ્યક સૂત્રની સ્યના પણ ગણધરો કરે છે. તો પણ તે અંગશાસ્ત્રો ભિન્ન હોવાને કારણે માંગબાહ્ય છે. અંગબાહ્ય સૂગના બે પ્રકાર કહેલ છે. આવશ્યક અને આવશ્યકળ્યતિરિક્ત. આવશ્યક સૂત્રમાં અવશ્ય કરવા યોગ્ય ક્રિયાઓનું વર્ણન છે. તેના છ અધ્યયન છે. - સામાયિક, જિનસ્તવન, વંદના, પ્રતિકમણ, કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાન. આ છની અંદર સમસ્ત કરવા લાયક ક્રિયાઓનો સમાવેશ થઈ જાય છે. માટે અંગબાહ્ય સુગમાં પ્રથમ સ્થાન આવશ્યક સૂત્રને આપેલ છે. તેની ચના પણ ગણધરો જ કરે છે. • સૂઝ-૧૩/3 :ધન :- આવશયક સિવાય શ્રુતના કેટલા પ્રકાર છે ? ઉત્તર + આવશ્યક સિવાય શ્રુતના બે પ્રકાર છે-કાલિક અને ઉcકાલિક. પ્રશ્ન :- ઉકાલિક કૃત કેટલા પ્રકારે છે ? તે અનેક પ્રકારનું છે, જેમકે – (૧) દશવૈકાલિક (૨) પાકલ્પ (૩) ચલ્લકાક્ષત (૪) મહાકાકૃત (૫) પપાતિક (૪) રાજપનીય () જીવાભિગમ (૮) પ્રજ્ઞાપના (૯) મહાપજ્ઞાપના (૧૦) પ્રમાદાપમાદ (૧૧) નંદી (૧) અનુયોગદ્વાર (૧૩) દેવેન્દ્રરાવ (૧૪) નંદુલવૈચારિક (૧૫) ચંદ્રવિધા (૧૬) સૂર્યપ્રાપિત (૧૩) પૌરુષીમંડળ (૧૮) મંડળપદેશ (૧૯) વિધાચરણવિનિશ્ચય (૨૦) ગણિવિધા (૧) યાન વિભક્તિ ૧૮૪ “નંદી” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન (૨૨) મરણવિભક્તિ(૨૩) આત્મવિશુદ્ધિ (૨૪) વીતરાગકૃત (૨૫) સંલેખનાશ્રુત (૨૬) વિહારકલ્પ (૨૭) ચરણવિધિ (૨૮) આલુપ્રત્યાખ્યાન (૨૯) મહાપત્યાખ્યાન. [ઈત્યાદિ.] આ રીતે ઉકાલિક શ્રુતનું વર્ણન છે. • વિવેચન-૧૩/૩ : આ સૂત્રમાં કાલિક અને ઉકાલિક સૂત્રોના નામોનો ઉલ્લેખ કરેલ છે. દિવસના પ્રથમ તથા છેલ્લા પહોરમાં અને સગિના પ્રથમ તથા છેલ્લા પહોરમાં એમ ચાર પહોરમાં સ્વાધ્યાય કરવામાં આવે તેને કાલિકશ્રુત કહેવાય અને કાલિકથી ભિકાળમાં પણ સ્વાધ્યાય કરવામાં આવે તેને ઉકાલિકશ્રુત કહેવાય અર્થાત્ અસ્વાધ્યાયના સમયને છોડીને શેષ રાત્રિ અને દિવસ આઠે પહોરમાં અધ્યયન કરવામાં આવે તેને ઉકાલિકશ્રુત કહેવાય. પ્રસ્તુત સૂરમાં ઓગણત્રીસ સૂત્રોના નામ ઉલ્કાલિક સૂગ રૂપમાં આપેલ છે. • સૂઝ-૧૩૩/૪ :પ્રશ્ન * કાલિકકૃત કેટલા પ્રકારનું છે ? ઉત્તર :- કાલિકકૃતના અનેક પ્રકાર છે, જેમકે – (૧) ઉત્તરાધ્યયન ક () દશાશ્રુતસ્કંધ (3) બૃહકલ્પ () વ્યવહાર (૫) નિશીથ (૬) મહાનિશીથ () ઋષિભાષિત (૮) જંબૂદ્વીપ પ્રાપ્તિ () દ્વીપસાગરપાતિ (૧૦) ચંદ્રપજ્ઞાતિ (૧૧) શુદ્રિકાવિમાનપવિભક્તિ (૧૨) મહલ્લિકાવિમાનપવિભક્તિ (૧૩) અંગલિકા (૧૪) વલિકા (૧૫) વિવાહચૂલિકા (૧૬) અરુણોપાત (૧૭) વરુણોપપાત (૧૮) ગરુડોપપાત (૧૯) ધરણોધપાત (૨૦) વૈશ્રમણોપાત (૨૧) વેલેઘરોપાત () દેવેન્દ્રોuપાત (૩) ઉત્થાન સુત (૨૪) સમુનિ શુત (રપ) નાગપરિજ્ઞાનિકા(૨૬) નિયાવલિકા (2) કલ્પિકા (૨૮) કથાવર્તાસિકા (૨૯) પુપિકા (30) પુષચૂલિકા (૩૧) વૃષ્ણિદશા. વગેરે ચોયસિ0 હજાર પ્રકીક પ્રથમ તીર્થક્સ અરિહંત ભગવાન ભદેવ સ્વામીના, સંખ્યામાં પ્રકીર્ષક મધ્યમ તીર્થકરોના અને ચૌદ હજાર પ્રકીર્ણક ભગવાન વર્ધમાન સ્વામીના હતા. તેનાથી અતિરિક્ત જે તીર્થકરના જેટલા શિષ્ય ઔત્પાતિકી, વૈનાયિકી, કર્યા અને પરિણામિકી બુદ્ધિથી યુક્ત હોય એટલા હાર પ્રકીર્ણક બની શકે છે. પ્રત્યેક બુદ્ધ પણ એટલા જ હોય છે. આ કાલિકશ્રુતનું વર્ણન થયું. એ જ રીતે આવશ્યક વ્યતિરિક્તશુતનું વર્ણન ગણવું અને એ જ રીતે અનંગ પવિષ્ટ કૃતનું વર્ણન છે. • વિવેચન-૧૩૩/૪ : દરેક તીર્થંકરના શાસનમાં દ્વાદશાંગ ગણિપિટકની જ ચના ગણધરો દ્વારા કરવામાં આવે છે. તે જ દ્વાદશાંગી સૂત્રો શાસનમાં પ્રવૃત્તિ આપે છે. સાથે ચ દરેક તીર્થકરના શાસનમાં લાંબાકાળ સુધી વિશિષ્ટ જ્ઞાની અર્થાત અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાની અને કેવલજ્ઞાની થતા રહે છે માટે ત્યાં દ્વાદશાંગી સિવાય કોઈપણ નવા સૂત્રોની રચના, સંલના કરવાની આવશ્યકતા થતી જ નથી. પરંતુ ભગવાન મહાવીરના
SR No.009081
Book TitleAgam 44 Nandi Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 44, & agam_nandisutra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy