SearchBrowseAboutContactDonate
Page Preview
Page 650
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૭ ૩૬/૧૫૩૦ (3) પુન્ય કર્મના વિપાકમાં ઇંદ્રિયાનું ઇષ્ટ સુખ છે. (૪) કર્મરૂપી કલેશનો વિમોક્ષ થતાં મોક્ષમાં અનુત્તમ સુખ છે. અહીં ‘સુખ' શબ્દ આ મોકાસુક્ષના અર્થમાં પ્રયોજાયેલો જાણવો. - ૪ - ૪• x - x - ઉકત ગ્રંથમાં અવગત - કહેલ છે, છતાં વિપ્રતિપત્તિના નિરાકરણ માટે ફરી તેમના ક્ષેત્રના સ્વરૂપને કહે છે - • સૂત્ર - ૧૫૩૧ - - જ્ઞાન - દર્શનથી યુક્ત, સંસારની પાર પહોંચેલ, પરમગતિ સિદ્ધિને પ્રાપ્ત તે બધાં સિદ્ધ લોકના એક દેશમાં સ્થિત છે. • વિવેચન - ૧૫૩૧ - લોકના એક દેશમાં અથવા લોકાચમાં, સિદ્ધો સંપૂર્ણ જ્ઞાન અને દર્શન સંક્ષિત, સંસારનો પાર પામેલા અને ફરી પાછા ન આવવારૂપ લક્ષણથી અધિકતાથી અતિક્રાંત થયેલા, શ્રેષ્ઠ એવી સિદ્ધિગતિમાં ગયેલા. - x x x x- આ પ્રમાણે પૂર્વે સૂત્રમાં જે કહેલું કે - “જીવો બે ભેદે છે - સંસારી અને સિદ્ધ.” તેમાંથી સિદ્ધ જીવોને કહ્યા. હવે સંસારીને કહે છે - • સૂત્ર - ૧૫૩૨ - સંસારી જીવોના બે ભેદ કહેલા છે - બસ અને સ્થાવર તેમાં સ્થાવર જીવો ત્રણ ભેદે કહેલા છે. • વિવેચન - ૧૫૩૨ - સંસારમાં રહેલ' તે પૂર્વવતું. તેના બે ભેદો કહ્યા. તે બંનેમાં સ્થાવરોના ત્રણ પ્રકારો કહેલાં છે. અહીં અાવતવ્યતા હોવાથી પાછી નિર્દેશ કરવા છતાં પહેલાં સ્થાવરને કહેલ છે. આ ત્રણ ભેદે સ્થાવરોને હવે કહે છે - • સૂત્ર - ૧૫૩૩ - પૃથ્વી, જળ, વનસ્પતિ આ ત્રણ પ્રકારે સ્થાવર જીવો કહેલા છે, હવે તેના ભેદો તમે મારી પાસેથી સાંભળો. • વિવેચન - ૧૫૩૩ - અહીં જીવ શબ્દ પ્રત્યેક સાથે જોડવો - પૃવીજીવ, અપજીવ અને વનસ્પતિજીવ. જેમકે પૃવી જ જીવ તે પૃથ્વીજીવ૦ ઇત્યાદિ. (શંકા) પૃથ્વી આદિ જીવ શરીરે, આવા પ્રકારે નથી, આ જીવો કાઠિન્ય આદિ લક્ષણ છે, તો કઈ રીતે ઉપયોગલક્ષણા પૃથ્વી આદિ જીવ કહ્યા ? (સમાધાન) જીવ અને શરીરના અન્યોન્ય અનુગતત્વથી વિભાગના અભાવથી કહેલ છે. તે અનાર્ય નથી. ઉક્ત પ્રકારે પૃથ્વી આદિ સ્થાવરો ત્રણ ભેદે કહેલા છે. ઉત્તગ્રંથના સંબંધને માટે કહે છે - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy